
અમદાવાદના કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર આવેલું એક દુર્ઘટનાસ્થળ સામે આવ્યું છે જ્યાં વર્ષો જૂની અને જર્જરીત દુકાનો ધરાશાયી થઈ ગઈ છે. ફાયરબ્રિગેડને જાણ થતાં ઘટનાસ્થળે બે ગાડીઓ પહોંચી ગઈ છે. પોલીસ અને ફાયર સેક્ટરની ટીમો હવેથી કામગીરીમાં વ્યસ્ત છે.
ફાયરબ્રિગેડની જાણકારી પ્રમાણે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઇ નથી. હાલત પ્રમાણે લગભગ 7 થી 8 જૂની દુકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે.
કાળુપુર ઓવરબ્રિજ પર અંદાજે 15 નાનકડી દુકાનો વર્ષોથી જર્જરીત હાલતમાં હતી. આ દુકાનોમાં મુખ્યત્વે પ્લાસ્ટિક અને ઘરવખરીના સામાન વેચાતા હતા. આજે સાંજે અચાનક જ દુકાનો સ્લેબ સાથે ધરાશાયી થઈ ગઈ.
દુર્ઘટનાના તુરંત પછી સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક નિયંત્રણ શરૂ કર્યું છે. પીક અવર્સમાં આ ઘટના બનવાને કારણે ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. લોકોને અત્યારે વિસ્તૃત માર્ગ વિકલ્પ અપનાવવાની સલાહ આપવામાં આવી છે.
(ઈનપુટ – હરિન માત્રાવડિયા)
Published On - 8:26 pm, Wed, 8 October 25