મધ્યાહન ભોજન માટે રાજ્ય સરકારની ગ્રાન્ટ બાદ પણ બાળકોને નથી મળતું પૌષ્ટિક ભોજન!

રાજ્ય સરકાર સર્વ શિક્ષા અભિયાન અને મધ્યાહન ભોજન યોજનામાં મોટી ગ્રાન્ટ ફાળવે છે. અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસની સાથે પૌષ્ટિક આહાર મેળવી તંદુરસ્ત બને તેવો ઉમદા આશય છે. પરંતુ ગીર ગઢડા તાલુકાની જરગલી પ્રાથમિક શાળામાં 17 દિવસથી મધ્યાહન ભોજન યોજનાનો પુરવઠો પહોંચ્યો જ નથી. જરગલી શાળાના 270થી વધુ બાળકો પૌષ્ટિક આહારને બદલે ઘરેથી લાવેવા […]

મધ્યાહન ભોજન માટે રાજ્ય સરકારની ગ્રાન્ટ બાદ પણ બાળકોને નથી મળતું પૌષ્ટિક ભોજન!
TV9 Webdesk12

|

Jan 18, 2020 | 3:53 PM

રાજ્ય સરકાર સર્વ શિક્ષા અભિયાન અને મધ્યાહન ભોજન યોજનામાં મોટી ગ્રાન્ટ ફાળવે છે. અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસની સાથે પૌષ્ટિક આહાર મેળવી તંદુરસ્ત બને તેવો ઉમદા આશય છે. પરંતુ ગીર ગઢડા તાલુકાની જરગલી પ્રાથમિક શાળામાં 17 દિવસથી મધ્યાહન ભોજન યોજનાનો પુરવઠો પહોંચ્યો જ નથી. જરગલી શાળાના 270થી વધુ બાળકો પૌષ્ટિક આહારને બદલે ઘરેથી લાવેવા મમરા અને ચવાણું ખાઈ રહ્યાં છે. ગીર ગઢડા તાલુકાના 87 મધ્યાહન ભોજન કેન્દ્રો પર એકસમાન સ્થિતિ છે. આ મુદ્દે આચાર્યએ પુરવઠા અધિકારીઓને પણ જાણ કરી છે.

આ પણ વાંચોઃ વિરમગામની હાંસલપુર ચોકડી પાસેથી હાર્દિક પટેલની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં કરાશે હાજર

શાળાઓમાં મધ્યાહન ભોજનનો જથ્થો પુરવઠા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ થકી પહોંચાડવામાં આવે છે. જો કે ચાલુ મહિને કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરવામાં આવ્યો. જેના કારણે પાછલા 17 દિવસથી સંચાલકોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. જો કે તંત્ર દ્વારા સસ્તા અનાજના દુકાનદારો સાથે વાત કરી વહેલી તકે પુરવઠો પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati