Valsad: ખાખી પર માટીનો દાગ, SRP કેમ્પમાંથી ગેરકાયદે માટી ચોરીને વેચી દેવાનું કૌભાંડ

ઉમરગામ તાલુકામાં આવેલા એસ.આર.પી કેમ્પમાંથી બિલ્ડરો સાથે મેળાપીપણા માટી ચોરી ને વેચી મારવાનું કૌભાંડ ચાલતું હોવાનું ખુદ સ્થાનિકો એ આક્ષેપ કર્યો છે.જોકે આ મામલે ખાણ ખનીજ વિભાગ ચુપકીદી સેવી રહ્યું છે.

Valsad: ખાખી પર માટીનો દાગ, SRP કેમ્પમાંથી ગેરકાયદે માટી ચોરીને વેચી દેવાનું કૌભાંડ
Scandal of illegal sale of soil from SRP camp in Valsad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 12:53 PM

વલસાડ જિલ્લામાં પોલીસ પર સ્થાનિક લોકોએ હવે માટી ચોરવાનો આરોપ લગાવ્યો છે. ઉમરગામ (Umargam) તાલુકામાં આવેલા એસ.આર.પી કેમ્પમાંથી બિલ્ડરો સાથે મેળાપીપણા માટી ચોરી ને વેચી મારવાનું કૌભાંડ (Scandal) ચાલતું હોવાનું ખુદ સ્થાનિકો એ આક્ષેપ કર્યો છે.જોકે આ મામલે ખાંડ ખનીજ વિભાગ ચુપકીદી સેવી રહ્યું છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ગામમાં આવેલા એસ.આર.પી. (SRP) કેમ્પના પરિસરમાં એસઆરપીના જવાનોને રહેવા માટે ક્વોટર અને અન્ય બિલ્ડીંગ બનાવવાનું કામ ચાલી રહ્યુ છે. સાથે જ કેમ્પસમાં મેદાનો પણ બનાવવામાં આવી રહ્યા છે. આથી આ જગ્યા પર કોન્ટ્રાક્ટર અને આ કેમ્પ ના કેટલાક ઉચ્ચ અધિકારીઓએ મળી કેમ્પસમાં ચાલતાં બાંધકામનો લાભ લઇ અને મોટા પ્રમાણમાં માટી ચોરીનું કૌભાંડ આચર્યું હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે.

કલગામ ગામના કેટલાક જાગૃત નાગરિકોએ આ કેમ્પસમાં એસઆરપીના કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી લાખો રૂપિયાની માટી ચોરી કરી અને આસપાસની કેટલીક કંપનીઓમાં વેચી અને બારો બાર રોકડી કરી લીધી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

એસ.આર.પી કેમ્પસ માં મોટા પ્રમાણમાં માટી ચોરી કરી અને લાખો રૂપિયાની રોકડી કરી લીધી હોવાના આક્ષેપો થતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. મામલો ગરમાતા કેમ્પસ માંથી માટી ચોરીની હકીકત છુપાવવા જે જગ્યાએથી માટી ચોરી થઇ હોવાના આક્ષેપો થયા હતા. ત્યાં લેવલીંગ કરવાના નામે કામગીરી શરૂ કરી દીધી હોવાના પણ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા. આ સાથે સ્થાનિકોએ માગણી કરી છે કે એસ આર પી કેમ્પસ માં થયેલી માટી ચોરી ની સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને માટી ચોરી અને બારોબાર કંપનીને વેચી અને રોકડી કરી લેનાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ વલસાડ જિલ્લા ખાણ ખનીજ વિભાગ ને રજૂઆત કરી છે.

આ કેમ્પ ના પરિસર માંથી નીકળેલી માટી કેમ્પ નજીક આવેલ એક ખાનગી કંપનીમાં બારોબાર વેચી દેવાની વાત બહાર આવી છે. વેસ્ટ્રન નામની કંપનીમાં રાતના અંધકારમાં અનેક ટ્રક ભરી માટીને બારોબાર વેચી દેવાની ફરિયાદ ઉઠી છે. આ મુદ્દે એસ આર પી કેમ્પસ ને લાગતો હોવાથી ખાણ ખનીજ વિભાગ પણ આ મુદ્દે અત્યારે માડિયા સામે કંઈ કહેવા તૈયાર નથી. પરંતુ ટૂંક સમયમાં આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે તેવું ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ મૌખિક જણાવી રહ્યા છે. તો કેમ્પસ માં માટી ચોરીના આક્ષેપ અંગે કેમ્પસ ના ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક લોકોએ કરેલા માટી ચોરીના આક્ષેપો ફગાવી રહ્યા છે.

પી–કલગામ એસ.આર.પી કેમ્પના ડી.વાય.એસ. અય્યુબ ગાસુરાએ આ આરોપ ફગાવી દીધા હતા તેમણે કહ્યું હતું કે અહીં ગ્રાઉન્ડનું લેવલિંગ ચાલી રહ્યું છે. આમારી પાસે ગ્રાઉન્ડ નથી તેથી તેની કામગીરી ચાલે છે. કોી માટી ચોરીનાં કૌભાંડ ચાલતું નથી.

સરકારી જમીન માંથી જ સરકારી અધિકારીઓ ની મીલીભગત થી આચરવામાં આવેલ આ માટી કૌભાંડ ની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ ગામ લોકો કરી રહ્યા છે.ત્યારે હાલ તો એક સરકારી વિભાગ ના અધિકારી અન્ય સરકારી વિભાગના અધિકારી વિરુદ્ધ ખુલી ને નથી બોલી રહ્યા અને ટૂંક સમય માં તપાસ થશે તેવું ગાણું ગાઈ રહ્યા છે. ત્યારે આ માટી કૌભાંડ માં જડમૂળ થી તપાસ થાય તો અનેક મોટા ખુલાસા થાય તો નવાઈ નહીં.

આ પણ વાંચોઃ Rajkot: કોરોનાનો રાફડો ફાટ્યો, ટેસ્ટિંગ કરાવવા લોકોની લાઈનો લાગી

આ પણ વાંચોઃ PM Modi આજે સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">