સૌરાષ્ટ્ર પંથકમાં મેઘ મહેર, ત્રંબા નદીમાં નવા નીરની આવક, ગીરસોમનાથમાં સરસ્વતી નદીમાં પૂરથી માધવરાય મંદિર પાણીમાં ડુબ્યું, અનેક નદીમાં નવા પાણીની આવક

સૌરાષ્ટ્ર પંથકમાં મેઘ મહેર, ત્રંબા નદીમાં નવા નીરની આવક, ગીરસોમનાથમાં સરસ્વતી નદીમાં પૂરથી માધવરાય મંદિર પાણીમાં ડુબ્યું, અનેક નદીમાં નવા પાણીની આવક
http://tv9gujarati.in/saurstra-panthak…nava-paani-aavya/

રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, સરધાર, ત્રંબા અને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમા વરસાદનાં કારણે ત્રંબાની ત્રિવેણી નદીમાં આવ્યા વરસાદી નીર, છેલ્લા એક કલાકમાં જસદણમાં અઢી ઈંચ વરસાદ પડી જતા નદીમાં પાણી નિહાળવા સ્થાનિકો નદી કાંઠે આવી રહ્યા છે તો રાજકોટ આજી ડેમમા પણ નવા નીર આવ્યા છે. આ સાથે અમરેલી , ગીરસોમનામાં પણ મેઘ […]

Pinak Shukla

|

Jul 05, 2020 | 7:03 AM

રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, સરધાર, ત્રંબા અને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમા વરસાદનાં કારણે ત્રંબાની ત્રિવેણી નદીમાં આવ્યા વરસાદી નીર, છેલ્લા એક કલાકમાં જસદણમાં અઢી ઈંચ વરસાદ પડી જતા નદીમાં પાણી નિહાળવા સ્થાનિકો નદી કાંઠે આવી રહ્યા છે તો રાજકોટ આજી ડેમમા પણ નવા નીર આવ્યા છે. આ સાથે અમરેલી , ગીરસોમનામાં પણ મેઘ મહેર જોવા મળી છે. સિઝનમાં પ્રથમવાર માધવરાય મંદિર પણ ડુબ્યું છે. જામનગર, કાલાવડ, નવસારી, ભરૂચમાં પણ વરસાદ નોંધાયો છે.

            રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બે દિવસથી મેઘ મહેર જોવા મળી છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 37 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં દોઢ ઇંચ અને અમરેલીના ધારી અને ખાંભામાં સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 24 કલાકમાં રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં પણ 11 તાલુકામાં મેઘો મન મૂકીને વરસ્યો છે. રાજ્યના 11 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 16 જિલ્લામાં 1થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયામાં 5 ઇંચ અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે.

                  એક દિવસમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના 33 જિલ્લામાંથી 26 જિલ્લામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ, ખેડા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, અરવલ્લી જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati