BOTAD: ભાજપના આયારામ ગયારામને આડે હાથે લેતા સૌરભ પટેલ

Local Body Polls 2021: પોતાના મતવિસ્તાર બોટાદમાંથી ભાજપને ( BJP ) રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકરોથી ઊર્જાપ્રધાન સૌરભ પટેલ ( SAURABH PATEL ) નારાજ થઈ ઊઠ્યા છે. આવા કાર્યકરોને સૌરભ પટેલે સમાજમાં ભાગલા પડાવનારા ગણાવ્યા હતા.

  • Bipin Prajapati
  • Published On - 11:39 AM, 26 Feb 2021
BOTAD: ભાજપના આયારામ ગયારામને આડે હાથે લેતા સૌરભ પટેલ
બોટાદમાં પંચાયત પાલિકાની ચૂંટણીનો પ્રચાર કરતા ઊર્જા પ્રધાન સૌરભ પટેલ

Local Body Polls 2021: પંચાયત અને પાલિકાની ચૂંટણીનો પ્રચાર કરતા રાજ્યના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે, ભાજપના( BJP ) આયારામ ગયારામને આડે હાથે લીધા હતા. બોટાદ ( BOTAD ) પથંકમાં અનેક કાર્યકરોએ ભાજપને રામરામ કર્યા હોવાથી, સૌરભ પટેલે ( SAURABH PATEL ) તેમના ઉપર આકટી ટીકા કરી હતી. બોટાદના તુરખા રોડ ઉપર જાહેરસભાને સંબોધન કરતા સૌરભ પટેલે કહ્યુ કે વર્ષોથી ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા છે. ચૂંટણીમાં ટિકીટ ના મળી એટલે કોંગ્રેસી થઈ જવું. પાર્ટીએ સ્થાનિક કક્ષાએ અનેક હોદ્દાઓ આપ્યા હોવા છતા ટિકીટ ના આપે એટલે સમાજન અન્યાય થયો હોવોની લાગણી વ્યક્ત કરો. જ્યારે તેમે હોદ્દા ઉપર હતા ત્યારે કેમ ના કહ્યુ કે સમાજને અન્યાય થઈ રહ્યો છે. સમાજના નામે ભાગલા પાડવાનું બંધ કરવાનુ કહીને સૌરભ પટેલે ઉમેર્યુ કે, જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ઝેર ફેલાવીને રાજનીતિ ના કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદમાં 30 હજારથી વધુ મત ધરાવતા સતવારા સમાજના કેટલાક આગેવાનો, ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. જેઓ ભાજપનો વિરોધ કરીને કોંગ્રેસને મત આપવાનો પ્રચાર કરતા નારાજ સૌરભ પટેલે તેમને આડેહાથે લીધા.