સાઉદી રહેતા પતિએ ટંકારીયામાં રહેતી પત્નીને WhatsApp દ્વારા ટ્રિપલ તલાક આપ્યા, પતિ સહીત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

ભરૂચમાં વોટ્સએપ પર વોઈઝ મેસેજ મોકલી પતિએ પત્નીને તલાક આપ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આમોદની નવી નગરીમાં રહેતી 30 વર્ષીય શહેનાઝ દીવાનના 15 વર્ષ પૂર્વે ટંકારીયા ખાતે રહેતા હુસેન ઐયુબ દીવાન સાથે લગ્ન થયા હતા.

સાઉદી રહેતા પતિએ ટંકારીયામાં રહેતી પત્નીને WhatsApp દ્વારા ટ્રિપલ તલાક આપ્યા, પતિ સહીત 5  સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 8:08 PM

ભરૂચના ટંકારીયા ગામે રહેતી મહિલાને સાઉદી અરેબિયામાં રહેતા પતિએ વોટ્સએપ દ્વારા વોઈઝ મેસેજ મોકલી તલાક આપતા પાલેજ પોલીસ મથકે મુસ્લિમ મહિલા લગ્ન અધિકારી રક્ષણ અધિનિયમ હેઠળ પતિ સહિત 5 સાસરિયાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચમાં વોટ્સએપ પર વોઈઝ મેસેજ મોકલી પતિએ પત્નીને તલાક આપ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આમોદની નવી નગરીમાં રહેતી 30 વર્ષીય શહેનાઝ દીવાનના 15 વર્ષ પૂર્વે ટંકારીયા ખાતે રહેતા હુસેન ઐયુબ દીવાન સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમ્યાન તેઓને સંતાનમાં એક દીકરો અને દીકરી પણ છે. જો કે લગ્નના થોડા દિવસો બાદ સાસરીયાઓએ શહેનાઝને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું દરમ્યાન તેમનો પતિ હુસેન ઐયુબ દોઢ વર્ષ પૂર્વે નોકરી માટે સાઉદી અરેબિયા ગયો હતો.

ગત તારીખ ચોથી ઓગષ્ટના મહિલાનો રોજ ફરી તેનો સાસરિયાઓ સાથે ઝઘડો થયો હતો. જે બાબતે સાસરિયાઓએ પતિ હુસેન ઐયુબને ફોન કરી જાણ કરી હતી. આ બાદ હુસેન ઐયુબે શહેનાઝને સાઉદી અરેબિયાથી ફોન કરી મારે તારી સાથે નથી રહેવું અને તું તારા ઘરે જતી રહે સહિતની વાત કહી હું તને તલાક આપું છું એવું કહેતા શહેનાઝે ફોન કટ કરી દીધો હતો જોકે હુસેન ઐયુબે વોટ્સએપના વોઈઝ મેસેજથી “હું શહેનાઝને તલાક આપું છું કહી ત્રણ વાર તલાક શબ્દનું ઉચ્ચારણ કર્યું હતું. ડરી ગયેલ શહેનાઝે તેના ભાઈને આ બાબતની જાણ કરતાં તે તેને પોતાની સાથે ઘરે લઈ આવ્યો હતો.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સરકારે એક તરફ મુસ્લિમ મહિલા લગ્ન અધિકારી રક્ષણ અધિનિયમ હેઠળ મહિલાઓને સુરક્ષા પ્રદાન પર્વ પ્રયાસો હાથ ધાર્યા છે તે વચ્ચે આ કિસ્સો પડકાર સમાન માનવામાં આવી રહ્યો છે. ઘટના અંગે ફરિયાદી શહેનાઝે પાલેજ પોલીસ મથકે ફરિયાદ આપતા પાલેજ પોલીસે મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર રક્ષણ અધિનિયમ હેઠળ પતિ સહિત 5 સાસરીયાઓ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :  દહેજમાં દર્દીઓ ઉપર અખતરાં કરતાં 5 મુન્નાભાઈ ઝડપાયા, છેલ્લા એક વર્ષમાં ૩૦ બોગસ તબીબ જેલ ભેગા કરાયા

આ પણ વાંચો :  4 તાલુકાના 70 હજાર હેક્ટરમાં કપાસના પાકના નુકશાનનો તાગ મેળવવા કલેકટર ખેતરમાં ઉતર્યા , 10 સ્થળે સેમ્પલર મુકાયા

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">