સાઢુંભાઈ વધારે કમાતા હોય અને તે બાબતે પત્ની મહેણાં ટોણા મારતી હોવાથી બાઈક ચોરી કરી રૂપિયા કમાવવા માટે 30 બાઇકો કરી ચોરી

સાઢુંભાઈ વધારે કમાતા હોય અને તે બાબતે પત્ની મહેણાં ટોણા મારતી હોવાથી બાઈક ચોરી કરી રૂપિયા કમાવવા માટે 30 બાઇકો કરી ચોરી

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક આરોપીની ધરપકડ કરી છે. જે આરોપીએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 30 બાઈકો ચોરી કરી. જે કબ્જે કરી જ્યારે પૂછપરછમાં આરોપીની પત્ની મહેણાં ટોળા મારતી કે તેના બનેવી વધુ કમાય તમે નથી કમાતા જેથી ચોરી કરવાનું વિચાર્યું હતું અને કામ શરૂ કર્યું અને 30 બાઇકોની ચોરી કરી. સુરતમાં સતત બાઈક […]

TV9 Web Desk101

| Edited By: Kunjan Shukal

Nov 29, 2020 | 7:31 PM

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક આરોપીની ધરપકડ કરી છે. જે આરોપીએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 30 બાઈકો ચોરી કરી. જે કબ્જે કરી જ્યારે પૂછપરછમાં આરોપીની પત્ની મહેણાં ટોળા મારતી કે તેના બનેવી વધુ કમાય તમે નથી કમાતા જેથી ચોરી કરવાનું વિચાર્યું હતું અને કામ શરૂ કર્યું અને 30 બાઇકોની ચોરી કરી. સુરતમાં સતત બાઈક ચોરીની ઘટના સામે આવી રહી હતી ત્યારે આ બાઈક ચોરવા માટે ચોર ઈસમો સુરત બહારથી આવતા હતા. ત્યારે આવી બાઈક ચોરીની ઘટનામાં કોણ સંડોવાયેલ છે, તે બાઈક ચોરીની હિસ્ટ્રી જોતા તેમાં એક વ્યક્તિનું નામ બહાર આવ્યું. જેમાં બળવંત ચૌહાણની તપાસ કરી. જેને સુરતના વરાછા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછમાં એક પછી હકીકતો બહાર આવવા લાગી. જેમાં સુરતમાં એક નહીં બે નહીં પણ અધધ કહી શકાય તેટલી બાઈક 30 બાઈકો ચોરી કરી હોવાની કબૂલાત કરી. જેથી થોડા સમય માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ ચોંકી ઉઠી હતી.

Sathubhai vadhare kamata hoy ane te babate patni mehna tona marti hova thi bike chori kari rupiya kamavava mate 30 bike kari chori

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પોલીસની પકડમાં ઉભેલા એક ઈસમ દ્વારા અત્યાર સુધીમાં 30થી વધુ બાઈક ચોરી કરી છે, હા આ વાત સાચી છે તમને એમ થતું હશે કે એક વ્યક્તિએ આટલી બધી બાઇકો ક્યાંથી અને કેવી રીતે ચોરી કરી હશે તે જાણસો તો ચોંકી જશો હા અને કારણ જાણસો તો તમને એમ થશે કે આવું પણ લોકો કરે ખરી, હા આ બળવંત ચૌહાણ મૂળ ભાવનગરના પાલીતાણાના જળિયા ગામનો રહેવાસી અને સુરતમાં હીરા ઘસવાનું કામ કરી ગુજરાન ચલાવતો હતો. ત્યારે તેની પત્ની ઘરમાં મહેણાં ટોણા મારતી હતી કે તમારા એક સાઢું બિલ્ડર અને બીજા હીરામાં કેટલું કમાય તો તમે કેમ આટલું ઓછું કમાઓ છો, જેથી આખરે આ બળવંત ચૌહાણ કંટાળી ગયો હતો અને તેની તેની પત્નીનું મોઠું બંધ કરવા માટે આ ચોરી કરવા માટે તૈયારી કરી અને એક પછી એક ચોરી કરવા લાગ્યો. જેમાં પહેલા એક બે ત્રણ બાઈક ચોરી કરી. ત્યારે કોઈ પોલીસની પકડમાં ન આવતા તેની હિંમત ખુલી અને આ કામ સતત ચાલુ રાખ્યું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Sathubhai vadhare kamata hoy ane te babate patni mehna tona marti hova thi bike chori kari rupiya kamavava mate 30 bike kari chori

આમ, છેલ્લા 6 મહિનામાં સુરત શહેરના વરાછા, કાપોદ્રા, કતારગામ, અમરોલી, સચિન અને મહિધરપુરા વિસ્તારમાં ચોરી કરી. જેમાં પણ ખાસ કરીને કે જે વિસ્તારમાં હીરાની મોટી ફેક્ટરી જ્યાં મોટા પ્રમાણમાં બાઇકો હોય ખાસ કૃને સ્પેલન્ડર બાઈક ચોરી કરતો હતો, આમ અત્યાર સુધી 30 બાઈકો ચોરી કરી અને એક બાદ એક બધી બાઈકો બે ચાર બે ચાર ભેગી કરી ટ્રાન્સપોર્ટમાં બાઈકો પોતાના વતન ભાવનગર મોકલતો હતો. બોલો આ વ્યક્તિ પોતાની પત્ની માટે કેટલી મુશ્કેલી ઉઠાવી અને આખરે પોલીસની પકડમાં આવી ગયો.પોલીસે બળવંત ચૌહાણ પાસેથી 30 બાઈકો કબ્જે કરી કુલ 6 લાખ 53 હાજરનો મુદ્દામાલ જપ્ત કર્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati