નમામી દેવી નર્મદા, સરદાર સરોવર ડેમથી 16 વર્ષમાં રૂપિયા 10895 કરોડની ૬૩૮૬ કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ, કિંમત ₹10825 કરોડ

નમામી દેવી નર્મદા, સરદાર સરોવર ડેમથી 16 વર્ષમાં રૂપિયા 10895 કરોડની ૬૩૮૬ કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ, કિંમત ₹10825 કરોડ
http://tv9gujarati.com/namami-devi-narm…imat-10825-karod/

ઉપરવાસમાં સારા વરસાદ અને સુપ્રિમની મંજૂરી સાથે નર્મદા ડેમ 138.68 મીટરની સર્વોચ્ચ સપાટી સ્પર્શવા આગળ વધી રહ્યો છે. વર્ષ 2004 માં ₹ 4670 કરોડ ના ખર્ચે સ્થપાયેલ ડેમના રિવરબેડ અને કેનાલહેડ પાવરહાઉસના 11 ટર્બાઇન કુલ ક્ષમતા 1450 મેગાવોટ છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટીના ડેટા અનુસાર 16 વર્ષમાં આ ટર્બાઇનથી કુલ 6386 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન કરાઈ […]

Ankit Modi

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 6:35 PM

ઉપરવાસમાં સારા વરસાદ અને સુપ્રિમની મંજૂરી સાથે નર્મદા ડેમ 138.68 મીટરની સર્વોચ્ચ સપાટી સ્પર્શવા આગળ વધી રહ્યો છે. વર્ષ 2004 માં ₹ 4670 કરોડ ના ખર્ચે સ્થપાયેલ ડેમના રિવરબેડ અને કેનાલહેડ પાવરહાઉસના 11 ટર્બાઇન કુલ ક્ષમતા 1450 મેગાવોટ છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટીના ડેટા અનુસાર 16 વર્ષમાં આ ટર્બાઇનથી કુલ 6386 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન કરાઈ છે જેની સરકારી રેટ મુજબ ગણતરી કરાય તો કિંમત ₹10825 કરોડ રૂપિયા આંકી શકાય તેમ છે.

કેવડિયા કોલોની નજીક 5 એપ્રિલ 1961 ના નવાગામ ખાતે તત્કાલીન સ્વ. વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે નર્મદા યોજનાનો પાયો નખાયો હતો. તે સમયે યોજનાનો અંદાજીત ખર્ચ ₹3333 કરોડ આંકી 10 વર્ષમાં યોજના પૂર્ણ કરવાની ધારણા હતી

. વિરોધ અને પુનવરસન સહિતની સમસ્યા વચ્ચે 121.92 મીટરથી 30 ગેટ મૂકી ડેમની ઊંચાઈ 138.68 મીટર લઈ જવાની કામગીરી પૂર્ણ કરતા અંદાજથી ઘણો વધુ સમય ખર્ચાયો છે. હાલના અંદાજ મુજબ સમગ્ર પ્રોજેક્ટ ₹70,000 કરોડથી વધુનો ખર્ચ અંકાઈ રહ્યો છે.

2004 થી અત્યાર સુધી વીજ ઉત્પાદન

               વર્ષ                                     ઉત્પાદન ( MU )
2004-05.                            263
2005-06                             1952
2006-07.                            3600
2007-08.                            4436
2008-09.                            2318
2009-10.                            2501
2010-11.                            3588
2011-12.                            4359
2012-13.                            3698
2013-14.                            5877
2014-15.                            2909
2015-16.                            2149
2016-17.                            3209
2017-18.                            0654
2018-19.                            3016
2019-20.                            ૨૨૭૧

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati