કોંગ્રેસમાં ગાબડું : વાવ વિધાનસભા મતવિસ્તારમાં 500 કોંગસી કાર્યકરો ધારણ કર્યો કેસરિયો

આજે ભાભરના ખારા ગામે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસ છોડી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, જીલ્લા પંચાયતના પ્રમુખ સહિત 20 થી વધુ સરપંચ અને ઉપસરપંચે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો.

કોંગ્રેસમાં ગાબડું : વાવ વિધાનસભા મતવિસ્તારમાં 500 કોંગસી કાર્યકરો ધારણ કર્યો કેસરિયો
Saffron holds 500 Congress workers in Vav assembly constituency

વિજયાદશમી દિવસે જ કોંગ્રેસના 500 જેટલા કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. વાવ વિધાનસભા મતવિસ્તારના ખારા ગામે યોજાયેલા ભાજપના સંમેલનમાં આજે 27 ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ 500 થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ભૂકંપ આવ્યો છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા જ 500 થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ભૂકંપ આવ્યો છે.

2022 ની વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. આજે વાવ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપનો વિજયાદશમી પ્રસંગે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં કોંગ્રેસના 500 થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરી ભાજપને વધુ મજબૂત કરવા માટે સંકલ્પ કર્યો હતો. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 સીટ પર વિજયનો લક્ષ્યાંક રાખ્યો છે. ભાજપે અત્યાર થી જ મહેનત શરૂ કરી છે. જેના ભાગરૂપે આજે 500 કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

2022 ની વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. વાવ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપનો વિજયાદશમી પ્રસંગે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.

આજે ભાભરના ખારા ગામે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસ છોડી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, જીલ્લા પંચાયતના પ્રમુખ સહિત 20 થી વધુ સરપંચ અને ઉપસરપંચે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. કોંગ્રેસ છોડી આવેલા તમામ કાર્યકરોને પૂર્વ આરોગ્ય મંત્રી, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી અને ભાજપના આગેવાનોએ ખેસ પહેરાવી આવકાર્યા હતા.

ભાભરના ખારા ગામે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસ છોડી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, જીલ્લા પંચાયતના પ્રમુખ સહિત 20 થી વધુ સરપંચ અને ઉપસરપંચે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો.

આ પ્રસંગે વાવ વિધાનસભા મતવિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી જણાવ્યું હતું કે વિજયાદશમી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં આજે 500 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જેથી ભાજપનું સંગઠન વાવ વિધાનસભા મતવિસ્તારમાં વધુ મજબૂત થયું છે. વિકાસની રાજનીતિ સાથે જોડાયેલા તમામ કાર્યકર મિત્રોને આવકારું છું.

આ પણ વાંચો : શિક્ષણ મંત્રાલય શરૂ કરી રહ્યું છે ‘વીરગાથા પ્રોજેક્ટ’, વીરોના જીવન પર બનાવાના રહેશે પ્રોજેક્ટ, મળશે એવોર્ડ

આ પણ વાંચો : પરમાણુ હથિયારો બનાવવાની તૈયારીમાં છે ઈરાન, જો વાતચીત માટે નહીં માને તો અમેરિકા-ઈઝરાયલ Plan-Bનો ઉપયોગ કરશે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati