હિના પેથાણી હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતને સાબરમતી જેલમાં ધકેલાયો

હિના ઉર્ફે મહેંદીની હત્યા કરનાર સચિન દીક્ષિતના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં બાપોદ પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે બાપોદ પોલીસે વધુ રિમાન્ડ નહીં માંગતા કોર્ટે સચિનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો.

હિના પેથાણી હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતને સાબરમતી જેલમાં ધકેલાયો
Sachin Dixit accused in Hina Pethani murder case, was sent to Sabarmati Jail (File Photo)

વડોદરાના(Vadodara)ચકચારી ભરેલા હિના પેથાણી(Hina Pethani) હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતને(Sachin Dixit) સાબરમતી જેલમાં(Jail) ધકેલવામાં આવ્યો છે. જેમાં હિના ઉર્ફે મહેંદીની હત્યા કરનાર સચિન દીક્ષિતના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં બાપોદ પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે બાપોદ પોલીસે વધુ રિમાન્ડ નહીં માંગતા કોર્ટે સચિનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો. જેના પગલે સચિન દીક્ષિતને અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યો છે.

સચિન દીક્ષિતને રિમાન્ડ દરમ્યાન  વડોદરાના અલગ અલગ સ્થળોએ લઇ જઇ તપાસ તથા પૂછપરછ કરવામાં આવી હતી. સચિન એક સપ્તાહ સુધી જે સ્થળે પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યો હતો તે સ્થળે લઇ જવાયો હતો. વડોદરા શહેરમાં અલગ અલગ સ્થળોએ જ્યાં જ્યાં રોકાયો હતો,ફર્યો હતો તે તમામ સ્થળોએ લઇ જઇ તપાસ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરથી ટ્રાન્સફર વોરંટથી વડોદરા લવાયેલા હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચિન દીક્ષિતને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સચિન દીક્ષિત 21 તારીખના બપોરના 3 વાગ્યા સુધી રિમાન્ડ પર મુકવામાં આવ્યો છે. કોર્ટે સચિન દીક્ષિતને 6 દિવસના રિમાન્ડ પર રહેવાનો આદેશ કર્યો છે. નોંધનીય છેકે પોલીસ દ્વારા સચિન દીક્ષિતના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.

વડોદરામાં હિના પેથાણીના મર્ડર કેસમાં આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું. આરોપી સચિન દીક્ષિતને સાથે રાખી દર્શનમ ઓએસીસ ખાતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્ચું. બાપોદ પોલીસની ટીમે હિનાની હત્યાને લઈને સચિનની પૂછપરછ કરી.અને અંદાજે બે કલાક સુધી સચિન દીક્ષિતને સાથે રાખી તપાસ હાથ ધરી હતી.

ગાંધીનગરના પેથાપુર ગૌશાળામાં બાળકને તરછોડવાની ઘટના બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, પોલીસે સ્ફુર્તી રાખીને રાજસ્થાનના કોટાથી આ બાળકને તરછોડનારા તેના પિતા સચીન દિક્ષીતને ઝડપી લીધો હતો. ત્યારબાદ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે સચીન દિક્ષીતે તેની પ્રેમીકા અને આ બાળકની માતા મહેંદીની વડોદરાના દર્શનમ ઓએસિસ બિલ્ડીંગના ફ્લેટમાં ગળુ દબાવી હત્યા કરી હતી.

14 ઓકટોબરે સચીનના રિમાન્ડ પુરા થવાના બાપોદ પોલીસની ટીમ ટ્રાન્સફર વોરન્ટ મેળવીને ગાંધીનગર પહોંચી હતી. અને સચીનનો કબજો મેળવી ગુરુવારે મોડી સાંજે તેને વડોદરા લાવી હતી.  આ પહેલા પોલીસ સચીન દિક્ષીતને સાથે રાખીને હત્યાના સ્થળ એટલે કે દર્શનમ ઓએસિસ ખાતે હત્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.

આ પણ  વાંચો : રાજકોટમાં પીજીવીસીએલની ઓફિસે કિસાન સંઘનું હલ્લાબોલ, ખેડૂતોને પુરતી વીજળી આપવા રજૂઆત

આ પણ વાંચો : અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મામલે હાઇકોર્ટનું આકરું વલણ, જવાબદાર વિરુદ્ધ પગલાં લેવા આદેશ

Click on your DTH Provider to Add TV9 Gujarati