શિક્ષક-ક્લાર્કની મિત્ર જોડીનો સરાહનીય પ્રયાસ, રજાના દિવસોનો ઉપયોગ કરી 75 કરોડ બીજ વિકિરણ કરવાનુ અભિયાન શરુ કર્યુ

બંને મિત્રો દ્વારા સ્વખર્ચ થી શરુઆત કરી મિત્રોની સહાય વડે બીજને ઈડરીયા ગઢ, ધરોઈ ડેમ વિસ્તાર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વૃક્ષોનો ઉછેર થાય એ માટે પ્રયાસ શરુ કર્યો

શિક્ષક-ક્લાર્કની મિત્ર જોડીનો સરાહનીય પ્રયાસ, રજાના દિવસોનો ઉપયોગ કરી 75 કરોડ બીજ વિકિરણ કરવાનુ અભિયાન શરુ કર્યુ
મહેસાણાના બે મિત્રોએ વૃક્ષોની સંખ્યા વધારવા પ્રયાસ શરુ કર્યો
Avnish Goswami

|

Aug 01, 2022 | 10:09 AM

ઉત્તર ગુજરાત (North Gujarat) ને હરીયાળુ બનાવવા માટે થઈને બે યુવકોએ પોતાનો શક્ય પ્રયાસ કર્યો છે. આ બે પૈકી એક શિક્ષક છે અને બીજો કલેકટર કચેરીનો ક્લાર્ક. શનિવાર અને રવિવારની રજાઓના દિવસનો ઉપયોગ કરીને આ બંને યુવક મિત્રો હરીયાળો વિસ્તાર બનાવવા માટે થઈને જુદા જુદા વૃક્ષોના બીજ લઈને નીકળી પડે છે. આ બંને યુવક મિત્રો પોતાના સ્વ ખર્ચ અને પોતાને ગામ અને મિત્ર વર્તુળ તેમજ અન્ય લોકો તરફથી મળતા સહકારથી બીજ ખરીદીને ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પહોંચી બીજ જ્યાં ઉગી શકે તેવા વિસ્તારમાં છુટા વેરે છે. જેથી હાલના ચોમાસાના ભેજ વાળા વાતાવરણમાં ઉગી નિકળે.

શિક્ષક-ક્લાર્કની જોડીનો સરાહનીય પ્રયાસ

હાલમાં તેઓએ જાણીતા ઇડરીયા ગઢ વિસ્તાર અને વડાલી, ધરોઈ ડેમ ના આસપાસના વિસ્તાર અને ખેડબ્રહ્રમાં વિસ્તારમાં આ શનિ-રવિવારના દિવસોમાં બીજ લગાવ્યા છે. બંને મિત્રો દ્વારા પોતાની એક ગાડી લઈને બિયારણ સાથે નિકળી પડીને બીજનુ વિકિરણ કરતા હોય છે. તેમના આ પ્રયાસને જોઈને આસપાસમાંથી લોકો પણ મદદે આવી જતા હોય છે. નવાપુરા પ્રાથમિક શાળાના શિક્ષક વિક્રમ લક્ષ્મણભાઈ પરમાર અને મહેસાણા કલેકટર કચેરીમાં ક્લાર્કની ફરજ બજાવતા રાહુલ હરગોવિંદભાઈ સોલંકી દ્વારા આ પ્રયાસ કરવામાં આવે છે. તેઓએ પોતાના સમય વૃક્ષોની પાછળ ખર્ચી રહ્યા છે. તેમની મહેનત આગામી વર્ષોમાં ખીલી ઉઠશે તેવી આશાએ તેઓએ અત્યાર સુધીમાં ત્રણેક કરોડ બીજનો ઉપયોગ કરી ચુક્યા છે.

આ પ્રકારના બીજ વિકિરણ કરવામાં આવ્યુ

આ બંને મિત્રો દ્વારા ત્રણ વર્ષથી ચોમાંસામાં બીજ વિકિરણની પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેઓ હજુ ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં પણ વૃક્ષોને ઉગાડવા માટે બીજ વિકિરણ કરવા માટેનો પ્રયાસ કરશે. 75 વર્ષ આઝાદીને થવાને લઈ તેઓ 75 કરોડ બીજ વિકિરણ કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે. તેઓ દ્રારા વડ, પીંપળો, જાંબુ, શિરીષ, લીમડો, ગરમાળો, તામ્રપર્ણી, ગુલમહોર, સુ બાવળ, વાંસ, કણજી, કરંજ, સાગ, રતાંજલી. પારસ પીપળો, ઉમરો અને મહેંદી જેવા વૃક્ષો ઉગી નિકળે એ માટેના બીજનો ઉપયોગ કર્યો છે. જેથી વિવિધ વિસ્તારોમાં વનરાજી ખીલી ઉઠે. મોટે ભાગે તેઓએ એવા સ્થાનિક વાતાવરણને અનુકૂળ બીજ પસંદ કર્યા છે, કે જેનાથી હાલના વાતારવરણમાં ઝડપથી ઉગી નિકળે. તેઓનો પ્રયાસ છે, કે વધુ ને વધુ બીજ ઉગવા માટે સફળ નિવડે એવા પ્રયાસ અને એવા વિસ્તારને પસંદ કરવામાં આવ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati