‘રજ્જો’ થી જાણીતા બનેલા ડ્ર્ગ્સ સાથે SOG એ 2 શખ્શોને ઝડપ્યા, હિંમતનગરમાં નેટવર્ક ખૂલતા ફિલ્મી ઢબે વધુ 7 આરોપીઓને ઝડપી લીધા

હિંમતનગરના યુવાનોને ડ્રગ્સના દૂષણની જાળમાં ફસાવી લેવાનુ રીતસર ચલાવાઈ રહેલ નેટવર્કનો પર્દાફાશ સ્પેશિયલ ઓપરેશન ગૃપે કર્યો, SOG ની ટીમો 7 આરોપીને પકડવા સરનામા શોધતી જ્યાં પહોંચી તેમાંના કેટલાક પરિવારને જોઈ દંગ રહી ગઈ

'રજ્જો' થી જાણીતા બનેલા ડ્ર્ગ્સ સાથે SOG એ 2 શખ્શોને ઝડપ્યા, હિંમતનગરમાં નેટવર્ક ખૂલતા ફિલ્મી ઢબે વધુ 7 આરોપીઓને ઝડપી લીધા
SOG એ 10 લોકો સામે ફરીયાદ દાખલ કરી 9 ઝડપ્યા
Avnish Goswami

|

Aug 03, 2022 | 11:53 AM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં માદક દ્રવ્યોનુ વેચાણનીં ગંધને લઈ સ્પેશિયલ ઓપરેશન ગૃપ (Special Operations Group) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમય થી ગૃપની જુદી જુદી ટીમો દ્વારા શંકાસ્પદ લોકો અને સ્થળો પર વોચ રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન સચોટ બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં હિંમતનગર સબજેલ નજીકથી એક બે શખ્શોને સાડા ત્રણ લાખ રુપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી હિંમતનગર (Himmatnagar) અને આસપાસનના વિસ્તારમાં ફેલાયેલુ રેકેટ ખૂલ્યુ હતુ. SOG એ માદક દ્વવ્યોની વિતરણ વ્યવસ્થાને ખૂલ્લી પાડવા માટે બારકાઈ પૂર્વક તપાસ હાથ ધરી હતી. ફિલ્મી ઢબે સચોટ યોજના સાથે એક સાગમટે 9 જેટલા આરોપીઓને ઝડપી લીધા હતા.

SP વિશાલકુમાર વાઘેલાએ મીડિયાને જણાવ્યુ હતુ કે, SOG ટીમના અધીકારી પીએલ વાઘેલાએ બાતમી આધારે સબજેલ નજીકથી રાત્રી દરમિયાન એક મોપેડ પર સવારે બે યુવકોને ઝડપ્યા હતા. જે મોપેડને હંકારી રહેલા મોહમ્મદ કાબીલ અબ્દુલ રઉફ ચોરીવાલા અને તેની પાછળ બેસેલ યુવક કૃણાલ રજનીકાન્ત પંચાલને ઝડપી લીધા હતા. બંને પાસેથી 35 ગ્રામ જેટલો મેફાડ્રોન એટલે કે એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત 3.50 લાખ રુપિયા જેટલી માનવામાં આવી રહી છે. જે એક ગ્રામ દશ હજારના ભાવે વેચાઈ રહ્યુ છે.

બંનેની પૂછપરછ કરતા આ જથ્થો હિંમતનગરમાં રહેતા લાલાકુરેશી અને રાજસ્થાનના કોટડા છાવણી વિસ્તારમાં રહેતા સમુનખાન પઠાણે આપ્યો હોવાનુ કહ્યુ હતુ. તેઓએ આ જથ્થો હિંમતનગરમાં તેને ગ્રાહકોને વેચવા માટે આપ્યો હોવાનુ કબૂલાત કરી હતી. જેને લઈ એસઓજી PI વાઘેલાએ જુદી જુદી ટીમો રચી આરોપીઓને ઝડપી લેવા શરુઆત કરી હતી. જેમાં PSI જીએસ સ્વામી અને એસઓજીના કર્મચારીઓએ રાતભરમાં ઓપરેશન PI વાઘેલાની આગેવાનીમાં પાર પાડી દીધુ હતુ.

SOG એ ફિલ્મી ઢબે ‘ઓપરેશન’ ચલાવ્યુ

પોલીસે આરોપીઓ પાસેથી વેચાણને લઈને કડીઓ મેળવવાનુ શરુ કરતા જ પોલીસ પણ દંગ રહી ગઈ હતી. પોલીસે જેમ જેમ નામો આરોપીઓ પાસેથી ખૂલતા ગયા એમ જુદી જુદી એક સાગમટે ટીમો બનાવીને રાત્રી દરમિયાન જ આરોપીઓના ઘરે દરોડા પાડવાની કાર્યવાહી શરુ કરી હતી. જેમાં વધુ 7 આરોપીઓને રાત્રી દરમિયાન ઝડપી લેવામાં આવ્યા હતા. પરંતુ પોલીસની ટીમ જ્યારે આરોપીના સરનામે પહોંચવા લાગી તો ઘરના દરવાજે ટકોરા મારતા પહેલા જ ચોંકી જતી હતી, કે સમાજમાં કેવા પ્રકારે દૂષણ વ્યાપી રહ્યુ છે. કારણ કે શહેરના સુખી પરીવારો અને ધંધામાં વ્યસ્ત રહેનારા પિતાની ઓલાદો આ કિચડમાં ફસાયા હતા. પોલીસે આવા એક બાદ એક કુલ 9 આરોપીઓને જેલના હવાલે કરી દીધા છે. એસઓજીએ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 10 લોકો સામે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. જેમાં હજુ વધુ આરોપીઓ સામે આવી શકે એમ છે.

રજ્જોથી ઓળખાય છે એમડીની પડીકી

યુવાનોમાં એમડી ડ્રગ્સ ખૂબ જ ઘર કરવા લાગી છે. યુવાનો આ બદીમાં ફસાતા જ જઈ રહ્યા છે અને તેનો પૂરાવો હિંમતનગર એસઓજીએ સામે ધરી દીધો છે. સમાજ માટે લાલબત્તી ચિંધવા રુપ આ ઘટના સામે આવી છે. કોના ઘરના ઉંબરા ડ્રગ્સની પડીકી ઓળંગીને ઘર કરી રહી છે. રજ્જો થી જાણીતી બનેલી આ પડીકી આવી જ સાડા પાંચ અક્ષરનુ નામ ધરાવતી એક પાનમસાલાની પડિકીમાં ભેળવીને તેનો ઉપયોગ મોટેભાગે થતો હોય છે. હિંમતનગર શહેરના સારા અને ધનાઢ્ય પરિવારોમાં હવે આ ડ્રગ્સ પહોંચવા લાગતા પોલીસે હવે સતર્કતા દાખવીને આ ફેલાવાને અટકાવવાની કાર્યવાહી શરુ કરી છે.

ઝડપાયેલ  આરોપી

  1. મોહમ્મદ કાબીલ ચોરવાલા, હિંમતનગર
  2. કૃણાલ રજનીકાન્ત પંચાલ, હિંમતનગર
  3. મોહમ્મદ રફીક ઉર્ફે લાલો મોહમ્મદ હનિફ કુરેલી, હિંમતનગર
  4. સોહિલ સ્વાદ અહેમદ મોડાસીયા, હિંમતનગર
  5. નઝર ઉર્ફે બીડી અમીર અબ્બાસ સૈયદ, હિંમતનગર
  6. જીતેન્દ્રસિંહ ઉર્ફે ટીલુ બાપુ વિક્રમસિંહ પઢિયાર, હિંમતનગર
  7. શ્રીપાલસિંહ મુકેશ સિંહ રાઠોડ, હિંમતનગર
  8. સૌરભ દિનેશભાઈ સુથાર, હિંમતનગર
  9. અબ્રાર અબ્દુલ હકિમ પાંચભૈયા, હિંમતનગર

ઝડપવાનો બાકી આરોપી

  • સમુનખાન પઠાણ રહે કોટડા છાવણી રાજસ્થાન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati