Sabarkantha ના સમાચાર : સાબર ડેરીએ કર્યો ભાવમાં ઘટાડો, બાયો ડીઝલ ઝડપાયું અને સિક્સ લેનના કર્મીઓનો હોબાળો

Sabarkantha ના સમાચાર : સાબર ડેરીએ કર્યો ભાવમાં ઘટાડો, બાયો ડીઝલ ઝડપાયું અને સિક્સ લેનના કર્મીઓનો હોબાળો
Sabarkantha Roundup News

જાણો સાબરકાંઠાના સમાચાર : Hiammatnagar થી બાયો ડીઝલના જથ્થાને ઝડપી લઇ પાટણના બે શખ્શો વિરુદ્ધ ગુન્હો નોંધાયો. સિક્સ લેનના ઓવરબ્રીજના કામમાં ધીમી ગતી, કર્મચારીઓએ હંગામો કર્યો.

Avnish Goswami

|

Jul 02, 2021 | 9:23 AM

હિંમતનગર નજીક ખુલ્લે આમ બાયોડીઝલનું વેચાણ ઝડપાયુ

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં બાયો ડિઝલ (Biodiesel) સરકારની લાલ આંખ બાદ પણ ધૂમ વેચાતુ રહે છે. ખુલ્લે આમ વેચાતા બાયો ડીઝલના જથ્થાની રોક ટોક હવે જાણે ઘટી ચુકી હોય તોવી સ્થિતી છે. આ દરમ્યાન હિંમતનગર LCB ટીમ દ્વારા બાયો ડીઝલના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો હતો. હિંમતનગર શામળાજી હાઇવે પર ગામડી નજીક બાયો ડીઝલનુ નેશનલ હાઇવે સાઇડમાં વેચાણ ચાલતુ હતું.

LCB ની ટીમે SP નિરજ બડગુર્જરની સુચનાથી દરોડો પાડ્યો હતો. જ્યાંથી 12 હજાર લીટર બાયો ડીઝલનો ગેરકાયદેસર જથ્થો મળી આવતા સીઝ કર્યો હતો. જેની કિંમત રુપિયા 8.40 લાખ જેટલી થવા પામે છે. વેચાણ કરનારા પ્રતાપ પ્રજાપતિ અને પ્રકાશ જોષી બંને રહે, સરીયદ, તા.જી. પાટણ વિરુદ્ધ ગાંભોઇ પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

સિક્સ લેનના કર્મચારીઓનો પગાર ટલ્લે ચઢતા હોબાળો

શામળાજીથી ચિલોડા (Shamlaji to Chiloda) સુધીના નેશનલ હાઇવે માર્ગને સિક્સ લેનમાં રુપાંતર કરવામાં આવી રહ્યો છે. નેશનલ હાઇવે (National Highway) નું સિક્સ લેનના પુલ નિર્માણ કરી રહેલ કન્સ્ટ્રકશન કંપનીની ઢીલી નીતીને લઇને ધીમી ગતીએ ચાલી રહ્યુ છે. આ દરમ્યાન તે માટે કામ કરી રહેલા કર્માચારીઓના ત્રણ માસથી પગાર બાકી હોવાને લઇને હોબાળો મચ્યો હતો. 40 જેટલા સુપરવાઇઝર અન અન્ય કર્મચારીઓને પગાર જ ચુકવવામાં નથી આવી રહ્યો.

જ્યારે પુલના કામ અને અન્ય આરસીસી કામ માટેની ફરજ માનસીક દબાણ હેઠળ રાખીને કરાવાઇ રહી છે. જેને લઇને આખરે પૈસા વિના ફરજ કરવાને લઇને તંગ આવી ઉઠેલા કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો. હિંમતનગરના ગઢોડા નજીક આવેલા કંપનીના પ્લાન્ટ પર હંગામો મચાવતા કન્સ્ટ્રકશન કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને મામલાને થાળે પાડવા માટે કોશીષ કરી હતી.

સાબરડેરી એ અમૂલ ઘીના ભાવમાં ઘટાડો કર્યો

અમૂલ ઘી (Amul Ghee) ના ભાવોમાં ફરી એકવાર ઘટાડો કરવામાં આવ્યો છે. એક તરફ દૂધના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ઘીના ભાવમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. અમૂલ ઘીના 15 કીલોના ટીનનો અગાઉ રુપિયા 6465 કિંમત હતી, જે ઘટાડીને હવે 6300 રુપિયા કરી દેવાઇ છે. આમ પ્રતિ કીલોએ 11 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

એક માસ અગાઉ 3 જૂને 12 રુપિયા પ્રતિ કીલો ઘીનો ભાવ ઘટાડાયો હતો. આમ એક માસમાં જ 23 રુપિયા જેટલો ભાવમાં ઘટાડો થયો છે. જેને લઇને હવે ગ્રાહકોને ઘી પ્રતિ કીલો 420 રુપિયાએ મળશે.

ગુજરાત અને રાજસ્થાન સરહદ વિવાદ ઉકેલ તરફ

ગુજરાત અને રાજસ્થાન સરહદ વિવાદ (Gujarat Rajasthan Border Dispute) હવે તેના ઉકેલ તરફ આવી પહોંચ્યો છે. બંને રાજ્યના સરહદી વિસ્તાના અધિકારીઓએ હિંમતનગર (Himmatnagar) ખાતે બેઠક યોજી હતી. જેમાં તેઓએ સ્થળ માપણીની શીટો અને દસ્તાવેજોની ચકાસણી કરી હતી. જેમાં જણાયેલી ક્ષતીઓને દુર કરવા માટે આયોજન કર્યું હતું. જે મુજબ ક્ષતીઓની માપણી દુરસ્ત કરીને કલેકટર સ્તરની બેઠક યોજવામાં આવશે. આમ આગામી એકાદ માસમાં હવે ચોક્કસ નિર્ણય પર પહોંચવા તરફની બેઠક યોજાશે.

દાયકાઓથી ગુજરાત અને રાજસ્થાન સરહદના વિવાદ ચાલી રહ્યા હતા. 24 જેટલા ગામડાઓની જમીનમાં આ વિવાદ વર્તાઇ રહ્યો હતો. જે વિવાદ બંને રાજ્યોના વિકાસના કામો હાથ ધરવા દરમ્યાન સામે આવ્યા હતા. જેમાં બંને રાજ્યોના તંત્રોએ પોતાની જમીન હોવાના દાવા શરુ કર્યા હતા. જેનો નિવેડો લાવવા માટે મુખ્યપ્રધાન કક્ષાએથી આદેશ થતા દોઢેક દાયકાથી મહેનત શરુ કરાઇ હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati