અરવલ્લી પોલીસના 2 કોન્સ્ટેબલોએ શરમ નેવે મુકી, મોડાસા થી દહેગામ દારુની ખેપ મારવાનો કિમીયો SOGએ ઝડપ્યો

રાત દીવસ દારુ અને નશીલા પદાર્થ ઝડપતા પોલીસ કર્મીઓની આંખમાં ધૂળ નાંખી દારુની ખેપ મારવાનો અને વેચવાનો અરવલ્લી પોલીસના 2 કોન્સ્ટેબલોએ બુટલેગર સાથે મળી કિમીયો રચ્યો

અરવલ્લી પોલીસના 2 કોન્સ્ટેબલોએ શરમ નેવે મુકી, મોડાસા થી દહેગામ દારુની ખેપ મારવાનો કિમીયો SOGએ ઝડપ્યો
Sabarkantha SOG એ Police constable ને દારુ સાથે ઝડપ્યો (File Photo)
Follow Us:
| Updated on: Jan 20, 2023 | 7:04 PM

સાબરકાંઠા અને અરવલ્લી પોલિસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પોલીસે દારુ અને નશીલા પદાર્થોની હેરફેર ને લઈ ધોંસ વધારી દીધી છે. છેલ્લા કેટલાક મહિનાથી મોટા પ્રમાણમાં દારુની હેરાફેરી ઝડપાઈ રહી છે. જોકે આ ભયના માહોલ વચ્ચે હવે બુટલેગરોએ કેટલાક ખાખીને મહેનત પર દાગ રુપ પોલીસ કર્મીઓ સાથે મળીને દારુની હેરાફેરીનો કિમીયો શોધી નાંખ્યો છે. દારુની ખેપ મારવા માટે હવે પોલીસ કર્માચારીઓનો જ ઉપયોગ કરવાનો અને દારુનો જથ્થો પોલીસ પાસેથે જ મેળવવાનો. જોકે આ કિમીયો સાબરકાંઠા પોલીસે બર આવવા દિધો નથી.

આ અંગેની બાતમી સાબરકાંઠા SOG પોલીસ ઈન્સ્પેકટરને મળતા તુરત જ તેની પર એક્શન હાથ ધર્યા હતા. બાતમીનુસાર SOG એ રણાસણ થી તલોદ તરફ જઈ રહેલી કારને અટકાવીને તલાશી લેતા દારુનો જથ્થો કારમાં થી મળી આવ્યો હતો. કારમાં સવાર ખુદ પોલીસ કર્મી જ હતો.

એસઓજીએ દાગ લાગતો અટકાવ્યો

જલદી થી રુપિયા કમાઈ લેવાની લાલચ એ કેટલાક લોકોની પ્રકૃત્તિ હોય છે, ચાહે તે કોઈપણ ક્ષેત્રમાં ફરજ બજાવતો હોય. આવી જ રીતે અરવલ્લી પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલોને રુપિયા કમાઈ લેવાની લાલચ જાગી હતી. આથી તેઓ જિલ્લા પોલીસની દારુ ઝડપવાની કાર્યવાહી અને તેના ભયનો લાભ ઉઠાવ્યો હતો. રાત દિવસ દારુ અને નશીલા પદાર્થ ઝડપવા પરિશ્રમ કરતી પોલીસની આંખોમાં ધૂળ નાંખી દારુની હેરાફેરી શરુ કરી હતી.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

બાતમી મુજબ SOG PI જે હાલમાં LCB PI ના ચાર્જ સંભાળતા નકુલ રબારી અને તેમની ટીમે રણાસણ થી તલોદ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક સ્કોર્પિયો કાર મોડાસા તરફથી આવી રહી હતી. પોલીસે સ્કોર્પિઓ કારને રોકતા તેમાં એક પોલીસ કર્મી રોહિત ચૌહાણ (પોલીસ કોન્સ્ટેબલ અરવલ્લી હેડક્વાર્ટર) અને તેના ગામના બે અન્ય ઈસમો સવાલ હતા. પોલીસે કારની તલાશી લેતા ફફડી ઉઠેલા પોલીસ કર્મી અને અન્ય બંને શખ્શોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન એસઓજીની ટીમે ત્રણેયને ઝડપી લીધા હતા. કારમાં તલાશી લેતા દારુના 8 બોક્સ ભરેલા મળી આવ્યા હતા.

પોલીસે જ દારુ ભરી આપ્યો

મોડાસા ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય શનાજી પરમાર પાસેથી દારુનો જથ્થો મેળવ્યો હતો. જેને તેઓએ ગાંધીનગરના હાલીસા ખાતે લઈ જવાનો હતો. જ્યાં બુટલેગર કિશન ગોસ્વામીને આપવાનો હતો. એસઓજીએ આ બંને સામે પણ તપાસની કાર્યવાહી શરુ કરી છે અને વિજય પરમારને પણ હિંમતનગર એલસીબીએ ઝડપી લીધો હતો. વિજય પાસે અન્ય કોઈ જથ્થો હાલમાં છે કે કેમ તેને લઈ પણ તુરત તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપી

  1. રોહિત ચૌહાણ, રહે લીંબ તા. બાયડ જિ. અરવલ્લી
  2. પ્રવિણ રણજીતસિંહ ચૌહાણ, રહે લીંબ તા. બાયડ જિ. અરવલ્લી
  3. યોગેશ ખોડાભાઈ પટેલ, રહે લીંબ તા. બાયડ જિ. અરવલ્લી
  4. વિજય શનાજી પરમાર, પોલીસ કોન્સ્ટેબલ, મોડાસા, જિ. અરવલ્લી

આ આરોપીઓને પોલીસ ઝડપવા કાર્યવાહી શરુ

  1. કિશન ગોસ્વામી, રહે હાલીસા, તા. દહેગામ જિ. ગાંધીનગર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">