હિંમતનગર શહેરમાં ભોલેશ્વર વિસ્તારને જોડતા માર્ગનુ ધોવાણ અટકાવવા માટે તંત્રની ઉદાસીનતા, રજૂઆત છતા કોઈ ફરકતુ નથી

સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર શહેર અને આસપાસના માર્ગો પણ સામાન્ય વરસાદમાં બેહાલ સ્થિતી ધરાવે છે. શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવેની સ્થિતી પણ ખરાબ છે.

હિંમતનગર શહેરમાં ભોલેશ્વર વિસ્તારને જોડતા માર્ગનુ ધોવાણ અટકાવવા માટે તંત્રની ઉદાસીનતા, રજૂઆત છતા કોઈ ફરકતુ નથી
હાથમતી નદીમાં થઈને ભોલેશ્વર અને હિંમતનગરને જોડતો માર્ગ ધોવાયો
Follow Us:
| Updated on: Jul 17, 2022 | 9:50 PM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગર શહેરમાં અનેક રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ પડી ચુક્યા છે. વરસાદ જિલ્લામાં હજુ અતિ ભારે વરસ્યો નથી, પરંતુ શહેરના રસ્તાઓને જોવામાં આવે તો તે દક્ષિણ ગુજરાતમાં વરસેલા વરસાદ (Monsoon Rain) ની સમકક્ષ અહીં ચોમાસુ રહ્યુ હોય એવી સ્થિતી છે. શહેરના મુખ્ય રસ્તાઓ ગણી શકાય એવા રસ્તાઓ જ ખાડા ધરાવે છે. શહેરમાં ખૂબ જ મહત્વનુ ધાર્મિક સ્થાન ગણાતા ભોલેશ્વર મહાદેવ તરફ જવા માર્ગનુ ધોવાણ થઈ ચુક્યુ છે. પરંતુ અહીં કોઈને ફરકવાનો કે તેનુ સમાર કામ કરવાનો સમય નથી. આ માટે સ્થાનિક લોકોએ હવે લેખિત રજૂઆતો પણ કરી છે.

આમ તો માર્ગ ભોલેશ્વર મંદિર ઉપરાંત ઉત્તર ગુજરાતના મહત્વના સ્પોર્ટ્સ સંકુલને જોડતો માર્ગ છે. એટલે કે સાબર સ્ટેડિયમ જવાનો આ રસ્તો છે. જે હિંમતનગર શહેર સાથે જોડાણ કરાવે છે. આ રસ્તો હાથમતી નદીમાં થઈને પસાર થાય છે. અહીં વર્ષોથી પુલ બનાવવાની માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ આ માંગને સ્વિકારવાની વાત તો દૂર રહી પરંતુ અહીં રસ્તાનુ સમાર કામ કરવા માટે પણ કોઈ જલદી તૈયાર થઈ રહ્યુ નથી. હાથમતી નદીના ઢાળ પાસે વરસાદમાં રસ્તો અને બાજુની ભેખડોનુ ધોવાણ થયુ છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

શ્રાવણમાં અવર જવરની સમસ્યા સર્જાશે

આ અંગે સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરવામા આવી છે એમ છતાં પણ તેને અહીં કોઈ રસ દર્શાવી નથી રહ્યુ કે, સમાર કામ કરવા માટેની કોઈ જ ગતીવિધી જોવા મળી નથી. સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતનો ભય સમજીને ધોવાણ થવા બાદ તુરત આવી પહોંચીને બેરીકેટીંગ કરી દીધુ હતુ. ત્યાર બાદથી અત્યાર સુધી કોઈ જ કામગીરી ધોવાણ વરસાદના માહોલમાં આગળ વધતુ અટકાવવા માટેની કે તેને સમારકામ કરવામાં આવ્યુ નથી. જો સમારકામ નહીં કરાય અને ચોમાસામાં વધારે ધોવાણ થશે,જો શ્રાવણમાં ભોલેશ્વર તરફ જતી ભીડને લઈને સમસ્યા સર્જાશે.

બાયપાસ બ્રીજ અને નેશનલ હાઈવેની સ્થિતી પણ ભંગાર

શેહરમાંથી પસાર થતા નેશનલ હાઈવેની સ્થિતી પણ ભંગાર હાલત જેવી છે. તો વળી શહેરના બાયપાસ રોડ પર આવેલા હાથમતી પુલ પર થી પસાર થવાનો રસ્તો પણ ભંગાર હાલતમાં છે. અહીંથી પસાર થતો રસ્તો ઉંડા ઉંડા ખાડા ધરાવે છે. પુલ પર જ ખાડાઓને લઈ વાહન ચાલકો જીવના જોખમે વાહન ચલાવતા હોય એવો અહેસાસ થાય છે. વિસ્તારના લોકોની વાત સાંભળનાર જ કોઈ ના હોય એવી સ્થિતી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">