Sabarkantha: હિંમતનગર વિસ્તારમાં રીંછ દેખાયુ, 2 શખ્શો પર હુમલો કરતા ઘાયલ, કેવી રીતે આ વિસ્તારમાં પહોંચ્યુ એ આશ્વર્ય

રીંછ સૌથી પહેલા વક્તાપુર વિસ્તારમાં દેખાયુ હતુ, ત્યાર બાદ વિરપુર ગામની સીમમાં દેખાયુ હતુ. રીંછને પકડવા માટે બનાસકાંઠાના જેસોર (Jessore Bear Sanctuary) થી નિષ્ણાંત ટીમ આવી તેને બેહોશ કરીને ઝડપી લીધુ હતુ.

Sabarkantha: હિંમતનગર વિસ્તારમાં રીંછ દેખાયુ, 2 શખ્શો પર હુમલો કરતા ઘાયલ, કેવી રીતે આ વિસ્તારમાં પહોંચ્યુ એ આશ્વર્ય
Sabarkantha: રીંછને બેહોશ કરીને જેસોર અભ્યારણ લઈ જવાયુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 5:34 PM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગર (Himmatnagar) તાલુકાના વક્તાપુર અને વિરપુર ગામમાં આજે સવારે રીંછ આવી પહોંચ્યુ હતુ. સૌ પ્રથમ હિમતનગરના વક્તાપુર ગામની સિમમાં વહેલી સવારે એક યુવકને રીંછ નજરે ચઢ્યુ હતુ અને તેની પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો સદનસીબે બચાવ થતા રાહત લીધી હતી. બાદમાં રીંછ વિરપુર ગામની સીમ તરફ પહોંચ્યુ હતુ. જ્યાં તેણે બે લોકો પર હુમલો કર્યો હતો. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રીંછને પકડવા માટે બનાસકાંઠાના જેસોર (Jessore Bear Sanctuary) થી ખાસ ટીમ પણ આવી પહોંચી હતી. જેણે દોઢ કલાકની મહેનત કરીને રીંછને પકડી લીધુ હતુ.

બુધવારે વહેલી સવારે હિંમતનગર તાલુકામાં રીંછ જોવા મળતા આશ્વર્ય સર્જાયુ છે. આ વિસ્તારમાં રીંછ પાછળના કેટલાય વર્ષો દરમિયાન જોવા મળ્યુ નથી. સાબરકાંઠા જિલ્લામાં મોટે ભાગે રીંછ પોળો ફોરેસ્ટ વિસ્તારના ઉત્તરીય વિસ્તાર અને વિજયનગરના કેટલાક વિસ્તારમાં મોટેભાગે અવારનવાર જોવા મળતુ હોય છે. પરંતુ હિંમતનગર શહેરથી નજીકના અંતરે આવેલા વક્તાપુર અને વિરપુર ગામની સીમમાં રીંછ આવવાને લઈને સ્વાભાવિક જ અચરજ થયુ હતુ.

વહેલી સવારે રીંછ પહેલા વક્તાપુરમાં જોવા મળ્યુ હતુ, પરંતુ રીંછની સામે મોટેથી અવાજ કરીને દોટ મુકીને યુવકે બચાવનો પ્રયાસ કર્યો હતો. બાદમાં રીંછ વિરપુર તરફના વિસ્તારમાં જોવા મળ્યુ હતુ. જ્યાં રીંછે બે વ્યક્તિઓ પર હુમલો કરતા ઈજાઓ પહોંચી હતી. જેને લઇને વન વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમો વિરપુર ગામની સીમમાં પહોંચી હતી. જોકે રીંછ શરુઆતના પ્રયાસો બાદ પણ પાંજરે નહી પુરાતા બનાસકાંઠાથી નિષ્ણાંત ટીમોને બોલવવામાં આવી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જેસોર અભ્યારણથી ખાસ ટીમ વિરપુર ખાતે આવી હતી. જે ટીમે આવીને આકરી ગરમી વચ્ચે રીંછને પકડવા માટેની કાર્યવાહી શરુ કરી હતી. જેમાં રીંછની હાજરીના વિસ્તારમાં ચાર પોઈન્ટ નક્કી કર્યા હતા અને તેને પાંજરે પુરવા માટે પ્રયાસ શરુ કર્યો હતો. રીંછને બેહોશ કરવા માટે ખાસ પ્રકારની ગન પણ સાથે રાખવામાં આવી હતી. જેના વડે તેને બેહોશ કરીને જાળીમાં લપેટીને પાંજરામાં પુરીને જેસોર અભ્યારણ લઈ જવામા આવ્યુ હતુ. જ્યાં તેને રીંછને ફરીથી ખુલ્લામાં છોડી મુકવામાં આવશે.

રીંછ ક્યાંથી આવ્યુ

હાલ તો જોકે કોઈ સ્પષ્ટ થઈ શક્યુ નથી. પરંતુ આમ છતાં રીંછ મહેસાણા જિલ્લાના સતલાસણા અને બનસાકાંઠા જિલ્લાના વિસ્તારમાંથી ધરોઈ બંધ તરફ થઈને ફરતુ ફરતુ આવ્યુ હોવાનુ માનવામાં આવે છે. સાબરમતી નદી કિનારાના જંગલ વિસ્તારમાંથી રીંછ તે ટ્રેક થી અહીં પહોંચ્યુ હોઈ શકે છે. રાત્રીના અંધકારમાં પાણી અને ખોરાકના શોધમાં આ વિસ્તારમાં વહેલી સવારે ભટક્યુ હોઈ શકે છે એમ પણ અનુમાન કરવામાં આવી રહ્યુ છે. જોકે આ માટે તેનો ટ્રેક પણ તપાસવામાં આવશે અને તે પ્રમાણે તેના આવવા અંગેની જાણકારી પણ સ્થાનિક વન વિભાગ દ્વારા મેળવવામાં આવશે. જેથી ભવિષ્યમાં પણ તે માહિતી કામ આવી શકશે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">