Sabarkantha: ભાજપ આગેવાન દંપતિની હત્યાનો મામલો, ગૃહપ્રધાને કહ્યુ, ‘હત્યાનુ કારણ જાહેરમાં કહી શકાય એમ નથી’

ગૃહ રાજ્ય પ્રધાન (Home Minister) પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) આજે સાબરકાંઠા જીલ્લાની મુલાકાતે હતા. આ દરમ્યાન તેઓએ પંચમહાલમાં ભાજપના આગેવાનની અને તેમના પત્નિની હત્યાને લઇને તપાસ ઝડપી બનાવવા આદેશ આપ્યા હતા.

Sabarkantha: ભાજપ આગેવાન દંપતિની હત્યાનો મામલો, ગૃહપ્રધાને કહ્યુ, 'હત્યાનુ કારણ જાહેરમાં કહી શકાય એમ નથી'
Home Minister Pradipsinh Jadeja

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના હિંમતનગર ખાતે કિસાન સન્માન દિવસના કાર્યક્રમ યોજાયો હતો. જેને લઇને રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન (Home Minister), પ્રદિપસિંહ જાડેજા ( Pradipsinh Jadeja ) કાર્યક્રમની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન પંચમહાલના ભાજપના આગેવાન પતિ અને પત્નિની હત્યા ( Panchmahal Double Murder Case ) ને, લઇને નિવેદન આપ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, આ અંગે તપાસ હાથ ધરી આરોપીઓ ઝડપી લેવા કાર્યવાહી તેજ બનાવી છે.

હિંમતનગર ખાતે પ્રધાન રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં કિસાન સન્માન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જે કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહ રાજ્ય પ્રધાને કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભો અને સન્માન પત્ર એનાયત કર્યા હતા.

મહીસાગર જિલ્લાના લુણાવાડાના પાલ્લા ગામના પંચાલ પરિવારના પતિ-પત્નીની હત્યા બાબતે નિવેદન આપ્યું હતું. જેમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહએ તપાસના આદેશ આપ્યા છે. એલસીબી એસઓજી સહિતની અલગ અલગ ટિમો બનાવી તપાસ કાર્યવાહી તેજ બનાવી હોવાનુ કહ્યુ હતુ. પ્રધાને કહ્યુ હતુ કે, હાલમાં પ્રાથમિક કારણોને જાહેરમાં કહી શકાય એમ નથી. આરોપીઓને ઝડપી લેવા માટેની તપાસ હાથ ધરવામાં આવી છે.

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, મહિસાગર પોલીસ સાથે અને અને સંબંધિત અધિકારીઓને વાત કરી છે. આરોપીઓને ઝડપી લેવા માટે ઉંડાણપૂર્વકની તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાનુ કારણ જાહેરમાં કહી શકાય તેમ નથી. આ અંગે જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. ઝડપ થી જ આરોપીઓને પોલીસ ઝડપી લેશે. આમ હવે ચર્ચા એ થવા લાગી છે, તો એવુ શુ કારણ હોઇ શકે કે તે દંપતિએ જીવ ગુમાવવો પડ્યો હતો.

ગૃહ રાજ્ય પ્રધાને ક્રાઇમ કોન્ફરન્સ યોજી

રાજ્યમાં ગુન્હાખોરીને લઇને ગૃહ રાજ્ય પ્રધાન જીલ્લાની મુલાકાત લેવા દરમ્યાન સમીક્ષા બેઠક યોજતા હોય છે. આ જ પ્રકારે સાબરકાંઠા જીલ્લામાં પણ તેઓએ જીલ્લાના પોલીસના અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ બેઠક યોજી હતી. જેમાં અધિકારીઓ પાસે થી જીલ્લામાં ગુન્હાખોરીની સ્થિતી અને કાયદો વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. કોન્ફરન્સમાં ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા, સાબરકાંઠા એસપી નિરજ બડગુર્જર સહિત જીલ્લાના ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પણ વાંચોઃ Tokyo Olympics: પંજાબ સરકાર ફિદા, મેડલ જીતનારી ઐતિહાસીક ટીમમાં સામેલ ખેલાડીઓને આપશે 1-1 કરોડ

આ પણ વાંચોઃ રોમાચંક મેચમાં જીત બાદ, PM modi એ પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને કોચ સાથે વાત કરી, ટીમને આપ્યા અભિનંદન

Click on your DTH Provider to Add TV9 Gujarati