ભારતમાં 70 ટકા ચીઝ ગુજરાત પુરુ પાડે છે, PM Modi જે પ્લાન્ટનુ ખાતમૂર્હત કરનાર છે તેનાથી પશુપાલકોની આવક 700 કરોડ વધશે

હિંમતનગર નજીક આવેલ સાબરડેરીના ચીઝ પ્લાન્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ખાત મૂર્હત કરનાર છે. જે 2024 સુધીમાં કાર્યરત કરવામાં આવનાર છે, જેની પાછળ 600 કરોડ રુપિયાનો ખર્ચ થશે.

ભારતમાં 70 ટકા ચીઝ ગુજરાત પુરુ પાડે છે, PM Modi જે પ્લાન્ટનુ ખાતમૂર્હત કરનાર છે તેનાથી પશુપાલકોની આવક 700 કરોડ વધશે
PM Modi ચીઝ પ્લાન્ટનુ ખાતમૂર્હત કરશે
Follow Us:
| Updated on: Jul 28, 2022 | 12:39 AM

સાબરકાંઠા ની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આવનાર છે. હિંમતનગરની સાબરડેરી (Sabar Dairy) ના નવા પ્લાન્ટ અને ચીઝ પ્લાન્ટ (Cheese Plant) નુ ખાતમુર્હત વડાપ્રધાન મોદીના હસ્તે થનાર છે. સાબરડેરી દ્વારા વડાપ્રધાનને આવકારવા અને તેમના હસ્તે લોકાર્પણ અને ખાતમૂર્હત કરવા માટેના કાર્યક્રમની તમામ તૈયારીઓ સજી લીધી છે. આ માટે બુધવારે તૈયારીઓનુ બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન જે ચીઝ પ્લાન્ટનુ ખાતમૂર્હત કરનાર છે, તે પ્લાન્ટને 600 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરનાર છે અને જેના દ્વારા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની આવકમાં વધારો થશે. અંદાજ મુજબ ચીઝ પ્લાન્ટ બાદ પશુપાલકોને 700 કરોડ રુપિયાની આવકમાં વધારો થઈ શકશે.

સાબર઼ડેરી દ્વારા હાલમાં ડેરીના મુળ સ્થળ વિસ્તારની બાજુમા જ બોરીયા ખુરાંદ ગામની સીમમાં જ પાંચ એકર વિસ્તારમાં વિશાળ ચીઝ પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. જેની પાછળ 600 કરોડ રુપિયાનો ખર્ચ થનાર છે. જેના થકી પ્રતિદીન 30 મેટ્રીક ટન ચીઝનુ ઉત્પાદન થઈ શકશે. જેને લઈ સાબરડેરીની આવકમાં વૃધ્ધી થશે. ગુજરાતમાં આ ચોથો પ્લાન્ટ હશે. આ પહેલા ગાંધીનગર, ખેડા અને બનાસકાંઠામાં ચીઝ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.

ચીઝની માંગ બમણી થશે

ગુજરાત મિલ્ક ફેડરેશનના એમડી આરએસ સોઢીએ કહ્યુ હતુ, કે નવા પ્લાન્ટને લઈ પશુપાલકોની આવકમાં વધારો થશે. તેઓએ કહ્યુ હતુ કે, વર્ષે દહાડે 1.2 કરોડ લીટર દૂધનો વપરાશ ચીઝના ઉત્પાદનમાં થશે. હાલમાં ભારતમાં 3000 કરોડ રુપિયાનુ ચીઝનુ માર્કેટ ભારતમાં છે. જે આગામી પાંચ વર્ષમાં બમણું થઇ શકશે. એટલે કે 6000 કરોડ રુપિયા સુધી પહોંચી શકે છે. હાલમાં ફે઼ડરેશન અમૂલ બ્રાન્ડ હેઠળ ચીઝના બજારમાં ભારતમાં 70 ટકા માર્કેટ હિસ્સો ધરાવે છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

સાબરડેરી 2024મા ચીઝનુ ઉત્પાદન શરુ કરશે

છેલ્લા એક દશકમાં ચીઝની માંગમાં ખૂબ વધારો થયો છે.  હાલમાં ચીઝની માંગમાં 15 ટકાનો વધારો થઈ રહ્યો છે. આમ જોતા આગામી પાંચ વર્ષમાં ચીઝનુ બજાર બમણુ થશે, ત્યારે ચીઝના ઉત્પાદનને પહોંચી વળવા માટે તૈયારી અત્યારથી કરવામાં આવી રહી છે. જે માંગ દરમિયાન આ પ્લાન્ટનુ ચીઝ બજારમાં ઉપયોગી બનશે. અહીં શેડર, મોઝરેલા અને પ્રોસેસ્ડ ચીઝ ઉત્પાદન કરવામાં આવશે. જે માટે સંભાવના છે કે વર્ષ 2024 સુધીમાં ચીઝનુ ઉત્પાદન શરુ કરી દેવામાં આવશે.

આમ નવા પ્લાન્ટના આરંભ સાથે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોની આવકમાં વધારો થશે. સાબરડેરીની આવક વધવા સાથે પશુપાલકોને તેનો સીધો ફાયદો મળશે. હાલમાં સાબરડેરીને 3.85 લાખ જેટલા પશુપાલકો દૂધ ઉત્પાદન પુરુ પાડે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">