‘મા’ એ જન્મ આપીને નવજાતને ખેતરમાં દફનાવી દીધી, ખેડૂતે દટાયેલો પગ જોતા જ જમીન ખોદતા રડતી બાળકી નિકળી! જુઓ Video

નવજાત બાળકી (New Born Baby Girl) ને માતાએ જાણે હ્રદય પથ્થર હોય એમ બાળકીને જીવીત જ જમીનમાં દાટી દીધી હતી, હવે પોલીસે પણ ફરીયાદ નોંધીને બાળકીની માતા અને તેને પિતાની શોધખોળ હાથ ધરી છે.

'મા' એ જન્મ આપીને નવજાતને ખેતરમાં દફનાવી દીધી, ખેડૂતે દટાયેલો પગ જોતા જ જમીન ખોદતા રડતી બાળકી નિકળી! જુઓ Video
બાળકીને દટાયેલી જોઈ બહાર નિકાળતા રડવા લાગી
Avnish Goswami

|

Aug 04, 2022 | 6:52 PM

રામ રાખે તેને કોણ ચાખે… આ વાત જાણે કે સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના ગાંભોઈ માં સાબિત થઈ છે. ખેતરમાં એક નવજાત બાળકના પગ જમીનમાં દટાયેલુ જેવુ ખેતર માલિકને નજર આવ્યુ હતુ. બાળકનો જમીનમાંથી પગ માત્ર જ બહાર દેખાઈ રહ્યો હતો અને જેને લઈ તેણે ત્યાં નજીક પહોંચીને જોયુ તો નવજાત દાટેલી હાલતમાં બાળકી (New Born Baby Girl) હતી. ખેડૂત પોતાના ખેતરમાં દટાયેલા પગને જોઈને ખેતરને અડકીને આવેલી વિજ તંત્રની કચેરીના કર્મચારીને જાણ કરી હતી. જેથી કર્મચારી દોડતો ખેતરમાં આવીને બાળકીના પગ વાળી જગ્યાને હાથ વડે ખોદીને બાળકીને બહાર નિકાળી હતી. બાળકી બહાર નિકાળી ખેડૂત અને અન્ય દોડી આવેલા લોકોના આશ્ચર્ય વચ્ચે રડવા લાગી હતી. આમ રડતી બાળકીના શરીર પર લાગેલ માટી હટાવી 108ની ટીમને બોલાવી હતી.

બાળકીને સ્થિતીને જોઈને 108ની ટીમ પ્રથમ ગાંભોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બાદમાં હિંમતનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં બાળકીને તેની સ્થિતી જોઈને કૃત્રિમ શ્વાસોશ્વાસની આપવાની શરુઆત કરી હતી. બાળકીનુ વજન પણ અધૂરા માસે જન્મ આપ્યો હોવાનુ લાગતા તેની સારવાર અને દરકાર પણ વિશેષ રૂપે શરુ કરી દેવામાં આવી હતી. સિવિલના સુપ્રિટેન્ડન્ટ આશિષ કતારકરે જણાવ્યુ હતુ કે, હાલમાં બાળકીને સ્થિતી સ્થિર છે. તેનો જન્મ અધૂરા માસે થયો હોવાનુ જણાઈ રહ્યુ છે. આ માટે તેનુ વજન ઓછુ છે, એ માટે પણ અમે તેની સારવાર હાથ ધરી છે.

પથ્થર હ્રદયી માતા પર ફિટકાર

બીજી તરફ આ પથ્થર હ્રદયની માતા પર ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે. બાળકીને શા માટે જીવીત જ દફનાવી દેવી પડે ? એ સવાલ સમાચાર ને સાંભળનાર સૌ કોઈને લાગણીથી હ્રદયમાં ભોંકાતો હોય એમ થઈ રહ્યો છે. હવે આ સવાલનો જવાબ મેળવવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. ગાંભોઈ પોલીસે આ માટે વિસ્તારના તમામ સીસીટીવી દ્વારા રાત્રીની તમામ અવરજવર અને તેમાં જણાતા શંકાસ્પદ તમામ વાહનોની હિલચાલને તપાસવાની શરુ કરી છે. આ ઉપરાંત ટેકનીકલ સર્વેલન્સની મદદ પણ લેવામાં આવી છે. આમ બાળકીના માતા પિતાને શોધી નિકળાવનો શક્ય તમામ પ્રયાસ શરુ કરી દેવામાં આવ્યો છે. તો વળી બાળકીને સુવાવડ કરનારા તબિબને લઈને પણ તપાસ શરુ કરવામાં આવી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati