અગ્નિદાહ આપવાની તૈયારી હતી ને ખબર પડી પુત્ર સાસરીમાં જીવતો છે, પિતાએ હત્યા થયેલ દિકરાની લાશ માંગતા જ પોલીસ ચોંકી ઉઠી!

જે યુવકની અંતિમ વિધી માટે આખરી તૈયારી થઈ રહી હતી એ યુવક સાસરીમાં મહેમાન બનીને મોજ મનાવી રહ્યો હતો, ગામના જ બીજા એક યુવક નો પરીવાર પણ પોતાના પુત્રની લાશ લેવા ખેરોજ પોલીસ સ્ટેશન (Kheroj Police) માં પહોંચચતા જ પોલીસ મુંઝવણમાં મુકાઈ ગઈ કે હત્યામાં ખરેખર મોત કોનુ નિપજ્યુ છે?

અગ્નિદાહ આપવાની તૈયારી હતી ને ખબર પડી પુત્ર સાસરીમાં જીવતો છે, પિતાએ હત્યા થયેલ દિકરાની લાશ માંગતા જ પોલીસ ચોંકી ઉઠી!
Kheroj police એ બીજી ફરીયાદ નોંધી તપાસ શરુ કરી
Avnish Goswami

|

Jul 14, 2022 | 8:15 PM

ક્યારેક પોલીસને પડકાર જ નહીં પણ માથુ ખંજવાળવુ પડે એવી તપાસનો સામનો કરવો પડતો હોય છે. સાબરકાંઠા (Sabarkantha) ના ખેરોજ પોલીસ સ્ટેશન (Kheroj Police) ની ટીમને આવો જ ગજબનો અનુભવ થયો છે. પોલીસે પ્રાથમિક તપાસ કરીને એક મૃતક યુવકની લાશની ઓળખ કરી લીધી. પોલીસે સ્થળ તપાસ થી લઈને પંચનામા સહિતની તમામ તપાસ પણ કરી લીધી હતી અને બાદમાં લાશનુ પોસ્ટ મોર્ટમ પણ સરકારી હોસ્પીટલમાં કરી દેવામાં આવ્યુ અને લાશને તેના વાલી વારસો એટલે કે મૃતક યુવકના પરીવારજનોને સોંપી દીધી. ખેરોજ પોલીસના અધિકારી અને ટીમને એમ કે દીવસભરની ભૂખે તરસ્યે દોડાદોડી કરીને કરી રહેલી તપાસની પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થઈ. પંરતુ સવાર પડતા જ પોલીસને આરોપી શોધવા દરમિયાન નવો જ પડકાર સામે આવી ગયો હતો. જે યુવકની લાશ અંતિમવિધી માટે આપી હતી એ યુવક સાસરીમાં જમાઈ તરીકે મહેમાન બનીને મોજ માણતો હતો અને તેના જ નામની લાશ અગ્નિદાહની ઘડીઓ ગણી રહી હતી. પોલીસ જ નહી વિસ્તારના લોકો અને પરિવારના સંબંધીઓ પણ આશ્ચર્યમાં હતા કે હવે કરવુ શું?

હત્યા કરેલી લાશ મતરવાડા નદી કિનારે થી મળી

ચોંકાવનારી આ ઘટનાની વાત સાબરકાંઠા જિલ્લાની છે. સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં પોલીસ માટે અસમાન્ય પડકાર ભરી તપાસ કરવી એ સામાન્ય બાબત બની ગઈ છે. અહીં પોલીસ માટે સામાન્ય રીતે સીધી લીટીની તપાસ આવતી જ હોતી નથી. આવો જ એક પડકાર હાલમાં જ ખેરોજ પોલીસ સ્ટેશનમાં પોલીસ સામે આવી પડ્યો છે. અંહી એક જ લાશની હત્યાની ફરીયાદ બે નોંધાઈ છે. પહેલી ફરીયાદમાં સર્જાઈ ગઈ મોટી ગેરસમજ તો બીજી ફરીયાદ હવે સાચી દીશામાં હોવાની માનીને તપાસ ખેરોજ પોલીસ શરુ કરી છે.

પોશીના તાલુકાના મતરવાડા નજીક એક યુવકની લાશ નદી કિનારે પડી હોવાની જાણકારી મળી હતી. જેને લઈ ખેરોજ પોલીસની ટીમ દોડતી ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસે એક બાદ એક કરવાની થતી કાર્યવાહી શરુ કરી દીધી હતી. બીજી તરફ ખેરોજ પીઆઈ ભાવનાબેન ડોડીયાએ યુવકની હત્યા થઈ હોવાનુ પ્રાથમિક રીતે નિરીક્ષણ કરીને માની તપાસ શરુ કરી દીધી. મોતને જોડતી કડીઓ પણ મેળવવાની શરુ કરી દેવામાં આવી હતી. હત્યા કોણે અને કેવી રીતે કરી એ કડીઓ મેળવવા માટે પીઆઈએ ખેરોજ પોલીસની બીજી ટીમ રચીને તપાસ શરુ કરી હતી. પીએમ કરતા યુવકને પત્થર વડે ઉપરાછાપરી ઘા મારી મારીને મોત નિપજાવી દીધુ હતુ.

રાજસ્થાનના પરીવારે આવી પુત્ર પ્રકાશ હોવાનો દાવો કર્યો

આ તરફ લાશની ઓળખ માટે એક પરીવાર આવી પહોંચ્યો હતો. તેમને એમ કે પોતાનો દિકરો ગૂમ છે. જેની આ લાશ મળી આવી છે. સાયબાભાઈ પારઘી આવ્યા હતા અને પોતાનો પુત્ર પ્રકાશ ઉર્ફે પકિયો હોવાનુ સ્વિકારે હતુ. તેમણે આપેલી ઓળખની પ્રાથમિક નિશાનીઓ અને જરુરી તજવીજ બાદ પોલીસે સાયબાભાઈ અને તેમના સગાઓને સાથે રાખીને પ્રાથમિક તપાસની વિધી પુરી કરી હતી. લાશને મતરવાડાથી પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલ લઈ ગયેલ જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ સાંજે લાશ મૃતકના પિતા હોવાનુ માનીને સાયબાભાઈ પારઘીને સોંપી હતી. તેઓ પણ પોતાનો પુત્ર ગુમાવ્યાના ભાર સાથે લાશને લઈને પોતાના ઘરે વતન રાજસ્થાનના સડા ગામમાં પહોંચીને અંતિમ વિધી માટે સગા સંબંધીઓને બોલાવી લીધા હતા. પરંતુ મોડી સાંજ થઈ ચુકી હોઈ અંતિમ વિધી સવારે કરવાનુ નક્કિ કરવામાં આવ્યુ હતુ.

મૃતક માનતા હતા એ પ્રકાશ સાસરીમાં મહેમાનગતી માણી રહ્યો હતો.

સવારે જ્યારે અંતિમવિધી કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવે એ પહેલા જ માતમ મનાવી રહેલા પરીવારને એક ચોંકાવનારા સમાચાર મળ્યા. જે સમાચાર સાયબાભાઈને માટે રાહત રુપ હતા અને ગામના જ બીજા પરીવાર માટે ગમ ભર્યા હતા. પોતાનો પુત્ર પ્રકાશ તેની સાસરી ઢેડમારીયા ગામે સસરા ઘરે મહેમાન તરીકે મોજમાં છે અને જીવતો છે. આ સમાચાર મળતા જ પળવારમાં જ ગમનો માહોલ બદલાઈ ગયો હતો. પરંતુ હવે સમાચાર ગામના જ બીજા પરીવાર માટે આફતના હતા. કારણ કે ગામનો જ નરેશ પારઘી હોવાનુ સામે આવ્યુ હતુ. પ્રકાશની લાશ નહી હોવાને લઈ સાયબાભાઈ અને તેમના પરીવારજનો લાશને લઈ પરત લાંબડીયા સરકારી દવાખાને પહોંચ્યા હતા અને ખેરોજ પોલીસને જાણ કરી હતી. ખેરોજ પોલીસ આરોપીને શોધી રહી હતી, ત્યાં નવા જ વળાંક થી ચોંકી ઉઠી હતી અને સરકારી દવાખાને પહોંચી હતી.

નરેશનો પરીવારજનો આવી પહોંચતા પોલીસ પણ ચોંકી ઉઠી

મૃતક નરેશભાઈના પિતા ગેનાભાઈ પારઘી અને તેમનો પરીવાર પણ પુત્રની હત્યા થઈ હોવાનુ જાણીને સીધો જ ખેરોજ પોલીસ મથકે દોડી આવ્યો હતો. પોલીસ મથકેથી લાશ લાંબડીયા હોવાનુ જણાવતા જ દવાખાને પરીવારજનો પહોંચ્યા હતા અને જ્યાં પોલીસને પોતાના પુત્રની ઓળખ આપી હતી અને તેના અંગેની નિશાની અને વર્ણન દર્શાવ્યા. જેની આ વખતે ફરી ખરાઈ કરતા એ જ વર્ણનની લાશ હોઈ પોલીસે પરીવારજનોને લાશની રુબરુ ઓળખ કરાવી હતી. આ સાથે જ પિતા અને તેનો પરીવાર ભાંગી પડ્યો હતો. પોલીસે હવે મૃતક પ્રકાશ નહી નરેશ હોવાને લઈ નવેસરથી હત્યા અંગેની બીજી ફરીયાદ નોંધીને તપાસ શરુ કરી છે. પોલીસ હવે એ આરોપીઓને શોધવા માટે ટીમો બનાવીને કામે લાગી છે કે, હત્યા કેમ કરવામાં આવી હતી અને કોણે કરી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati