ચિલોડા-શામળાજી સિક્સ લાઈન નેશનલ હાઈવેની સમસ્યાને લઈ સાંસદ સાથે કેન્દ્રીય ટીમની સમિક્ષા બેઠક યોજાઈ

સિક્સ લાઈનની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોઈ દિગ્ગજ નેતાએ અને સાંસદે કેન્દ્ર સરકારને સમગ્ર સ્થિતીથી વાકેફ કરી, સમસ્યા હલ કરવા અને ગુણવત્તા સભર હાઈવે નિર્માણ કરવા લાગણી દર્શાવી હતી. જેને લઈ કેન્દ્રીય ટીમો દોડતી થઈ

ચિલોડા-શામળાજી સિક્સ લાઈન નેશનલ હાઈવેની સમસ્યાને લઈ સાંસદ સાથે કેન્દ્રીય ટીમની સમિક્ષા બેઠક યોજાઈ
MP Dipsinh Rathore અને NHAI ના અધિકારીઓ એ બેઠક યોજી
Avnish Goswami

|

Sep 20, 2022 | 11:32 AM

ચિલોડા થી શામળાજી સુધીના નેશનલ હાઈવે (Shamlaji-Chiloda six line highway) ને સિક્સ લાઈનમાં ફેરવવા માટેની કામગીરી ચાલી રહી છે. ચાર વર્ષથી ચાલી રહેલી આ કામગીરી હજુ પણ ધીમી ગતિએ ચાલી રહી હોવાને લઈ સાબરકાંઠા સાંસદ અને અગ્રણી સ્થાનિક દિગ્ગજ નેતાએ કેન્દ્ર સરકારને કામની ઝડપને લઈ રજૂઆત કરી હતી. જેને લઈ સપ્તાહ બાદ ફરી એક વાર નેશનલ હાઈવે ઓથોરિટી (National Highway Authority) ની ટીમ નેશનલ હાઈવેના કાર્યને સમિક્ષા કરવા માટે હિંમતનગર આવી હતી. સાંસદ દિપસિંહ રાઠોડ (MP Dipsinh Rathore) સાથે બેઠક કરીને લોકોની સમસ્યાઓ અંગે સહિત કામની ગતિ બાબતે સમિક્ષા કરાઈ હતી. અરવલ્લી અને સાબરકાંઠા ના લોકો હાઈવેના નિર્માણકાર્યની ધીમી ગતિ અને તેની સમસ્યાથી પરેશાન થઈ ચૂક્યા છે.

ચિલોડા થી હિંમતનગર અને હિંમતનગર થી શામળાજી વચ્ચેના બે ખંડમાં નેશનલ હાઈવેને ચાર માર્ગીય થી સિક્સ લાઈનમાં ફેરવવા માટે કાર્ય કરવામાં આવી રહ્યુ છે. નિર્માણ કાર્ય ખૂબ જ ધીમી ગતિએ ચાલવાને લઈ સ્થાનિક વાહનચાલકો સહિત સ્થાનિક લોકો પણ પરેશાન થઈ ચૂક્યા છે. જેને લઈને લોકો અનેક વાર રસ્તા રોકવા સહિતના વિરોધ પ્રદર્શન કર્યા હતા. તો વળી ટ્રાફિક ડાયવર્ઝન પર જામ થઈ જવાની સમસ્યા પણ લોકોને સતાવી રહી છે.

સાંસદ અને દિગ્ગજ નેતાએ કેન્દ્ર સરકારમાં વાત કરી

જેને લઈ સ્થાનિક સાંસદ દિપસિંહ રાઠોડે કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીને રુબરુ રજૂઆત કરી હતી. તેઓએ નેશનલ હાઈવેના કાર્યને ઝડપી બનાવવા અને ગુણવત્તાસભર બનાવવા માટે થઈને રજૂઆત કરી હતી. આ ઉપરાંત સ્થાનિક દિગ્ગજ નેતાએ પણ હાઈવેની ગુણવત્તાની બાબતે અને કામની ગતિને લઈ કેન્દ્રીય સ્તરે વાતચીત કરી હતી. જેને લઈ તુરત જ કેન્દ્રીય કક્ષાએ થી હાઈવે ઓથોરીટીની ટીમો દોડતી થઈ ગઈ હતી. હિંમતનગરના દિગ્ગજ નેતાએ ગુણવત્તા સભર વિકાસ કાર્યને લઈ કેન્દ્રીય અધિકારીઓને પણ આકરી સૂચના આપી હતી.

નેશનલ હાઈવેની ટીમે મુલાકાત લીધી

દિપસિંહ રાઠોડ સાથે નેશનલ હાઈવેની ટીમે રુબરુ બેઠક યોજી હતી. નેશનલ હાઈવે પર ડાયવર્ઝનની સમસ્યા, નવા પુલોમાં તુરત જ ખાડા પડવા અને સમસ્યા સર્જાવા થી બંધ કરી દેવાની સર્જાયેલી સ્થિતી સહિતની ચર્ચા કરી હતી. એજન્સી પાસે ગુણવત્તા સભર કામગીરી કરાવવા માટે ભાર મુકી રજૂઆત કરી હતી. અધિકારીઓને નેશનલ હાઈવે પર હાલમાં લોકોને પડતી હાલાકીનુ તુરત જ નિરાકરણ લાવવા અને તે અંગે સમયાંતરે નિરીક્ષણ કરવા માટે સૂચના સાંસદે આપી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati