AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA રમણલાલ વોરાએ લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવા CM ને પત્ર લખ્યો, જાણો કેમ

યુવા યુવક-યુવતીઓ પોતાની રીતે જ પોતાના જીવનસાથીની પસંદગી કરી લેતી હોય છે. આમ કરવામાં આમ તો વાંધો સહેજે હોતો નથી, પરંતુ પાત્ર યોગ્ય ના હોય ત્યારે જીવન બરબાદ થઈ જતુ હોય છે. માટે જ માતા-પિતા અને પરિવારજનોના માથે આભ ફાટવા સમાન ચિંતા સર્જાતી હોય છે. જેને લઈ ઈડરના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ મુખ્યપ્રધાનને પત્ર લખીને લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો થવો જોઈએ એવી માંગ કરી છે.

MLA રમણલાલ વોરાએ લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવા CM ને પત્ર લખ્યો, જાણો કેમ
CM ને પત્ર લખ્યો
| Updated on: Jan 09, 2024 | 8:21 PM
Share

દરેક માતા પિતાને પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન ધામધૂમથી કરવાના સપનાઓ હોય છે. આ માટે જીવનભર મૂડી એકઠી કરીને સપનાઓ પૂરા કરવા માટે તૈયારીઓ કરવામાં આવતી હોય છે. પરંતુ યુવાનીના જોશમાં યુવક યુવતીઓ ક્યારેક પોતાના જીવનસાથીની પસંદગીમાં ભૂલ કરી બેસતા હોય છે. જેને લઈ સામાજીક ચિંતાઓમાં દિવસે દિવસે વધારો થવા લાગ્યો છે.

આ માટે હવે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ પ્રધાન રમણલાલ વોરાએ લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવા માટે રજૂઆત કરી છે. રમણલાલ વોરા હાલમાં ઈડરના ધારાસભ્ય છે અને તેઓએ આ અંગેનો પત્ર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે.

વાલીની સહી ફરજીયાતની માંગ

યુવાનો જેને પ્રેમ કહે છે, એ પ્રેમમાં ઘણીવાર યુવાનીનો જોશ વધારે જોવા મળતો હોય છે. આવા વધુ પડતા જોશમાં યુવાનો પોતાના જીવન સાથીની પસંદગી કરવામાં ક્યાંક ભૂલ કરી બેસતા હોય છે. પ્રેમના સંબંધમાં વર્તમાન સમયમાં યુવક અને યુવતીના પરિવારજનો યોગ્ય પાત્રો હોવાની ચકાસણી કરીને લગ્ન કરવા માટે હરખથી મંજૂરી પણ આપતા હોય છે.

પરંતુ કેટલાક કિસ્સાઓમાં યુવક યુવતીઓ પરિવારજનોને અંધારામાં રાખીને લગ્ન કરી લેતા હોય છે. જેની નોંધણી પણ કરાવી લેતા હોય છે અને તેઓ પરિવારની જાણ બહાર ગામ અને શહેર છોડીને જતા રહેતા હોય છે. જેને લઈ પરિવારજનો મોટો આઘાત અનુભવતા હોય છે. આવી સ્થિતિ નિવારવા અને પરિવારજનોના સુમેળ ભર્યા માહોલને જાળવી રાખવાની માંગ થતી હોય છે. જેને લઈ હવે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ લગ્ન નોંધણી નિયમમાં સુધારો કરવા માટે માંગ કરી છે.

રમણલાલ વોરાએ પત્ર લખીને જણાવ્યુ છે કે, દીકરીની સાથે છેતરપિંડી ના થાય એ હેતુસર તેમના પરિવારજનોને લગ્નની જાણ હોવી જરુરી છે. આ માટે લગ્નના અધિનિયમમાં સુધારો કરીને વાલીની સહીને ફરજિયાત કરવા માટેની રજૂઆત કરી છે. જેથી પરિવાર પુત્રીના સારા ભવિષ્યને નિર્માણ કરવામાં અંધારામાં ના રહે.

વધતા છૂટાછેડા કેસ ચિંતાનું કારણ

બીજી તરફ યુવાનો પોતાની મરજીથી પાત્ર પસંદ કરવાને લઈ પાછળથી ઘણીવાર પસ્તાવો વ્યક્ત કરતા હોય છે. મોટા સપના બતાવીને યુવતીઓને પોતાની જાળમાં ફસાવવાના પણ અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. આવી અનેક ગંભીરતાઓને નિવારવા માટે થઈને વાલીની સહીની જરુરિયાત દર્શાવી છે.

આ પણ વાંચો: લક્ષદ્વીપના પ્રશાસકે સુંદર સ્થળને વિકસાવતા પહેલા ગુજરાતના આ શહેરની કાયાપલટ કરી હતી, જુઓ

શરુઆતમાં લગ્ન કરી લીધા બાદ છૂટાછેડાના કિસ્સા વધુ સામે આવી રહ્યા છે. પાછળથી યુવક અને તેના પરિવારજનોનો યુવતીને અહેસાસ થતા લગ્નજીવનમાં ભંગાણ સર્જાતુ હોય છે. જેને લઈ ઘણીવાર લગ્ન જીવન બરબાદ થવાના કિસ્સા સામે આવે છે. આવા અનેક કારણોને લઈ રાજ્યમાં અનેકવાર સામાજીક બેઠકો અને સંમેલન થતા હોય છે. જેમાં લગ્ન નોંધણીને લઈ સુધારાઓની માંગ કરવામાં આવી છે. જોકે હવે ધારાસભ્ય આ અંગે આગળ આવ્યા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">