વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવતા શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી કહ્યુ, જાતિવાદના બદલે વિકાસના નામે મત માંગવામાં આવે છે

શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Jitu Vaghani) એ અરવલ્લીના મોડાસા અને રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન કિર્તીસિંહ વાઘેલાએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવતા શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી કહ્યુ, જાતિવાદના બદલે વિકાસના નામે મત માંગવામાં આવે છે
Jitu Vaghani એ મોડાસાથી રથનો પ્રારંભ કરાવ્યો હતો
Follow Us:
| Updated on: Jul 05, 2022 | 8:50 PM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના શિક્ષણ અને પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી (Jitu Vaghani) એ મોડાસા ખાતે અને રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન કિર્તીસિંહ વાઘેલાએ હિંમતનગર (Himmatnagar) ખાતેથી વિકાસ યાત્રા (Vande Gujarat Vikas Rath Yatra) નો પ્રારંભ કરાવ્યો હતો. છેલ્લા બે દાયકા દરમિયાન થયેલા વિકાસની વાતોને લઈને વિકાસ રથ જિલ્લાના તમામ તાલુકા મથકોમાં ભ્રમણ કરશે. જેમાં દરેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક વિસ્તારમાં વિકાસ રથ ફરશે અને વિકાસની વાતોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. પ્રધાન વાઘાણીએ કહ્યુ હતુ કે, જાતિવાદના બદલે વિકાસના નામે મત માંગવાની શરુઆત અમારી સરકારે કરી છે.

મંગળવાર 5 જુલાઈ થી 19 મી જુલાઈ સુધીના પંદર દિવસ દરમિયાન અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વિકાસ રથ ફરનાર છે. આ માટેનો પ્રારંભ મોડાસા ખાતેથી જીતુ વાઘાણીએ કરાવ્યો હતો. કેબિનેટ શિક્ષણ અને રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ રથનો પ્રારંભ કરાવતા સરકારી યોજના થકી લોકો સુધી પહોંચેલા લાભ અને વિકાસને વર્ણવ્યો હતો. છેલ્લા બે દાયકા દરમિયાન નરેન્દ્ર મોદીએ કાયાપલટ કરતો વિકાસ કર્યો છે.

વિકાસના નામે મત માંગવામાં આવે છે

વાઘાણીએ કહ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌના આશીર્વાદથી ગુજરાતની વિકાસ યાત્રા શરૂ કરી છે. 20 વર્ષ પહેલાં ગુજરાતમાં વિકાસની વાત કરવી એ સપના સમાન હતું. વિકાસ કર્યા બાદ એ જ વિકાસ માટે લોકો પાસે મતરૂપી આશીર્વાદ મેળવવાની શરૂઆત વર્તમાન વડાપ્રધાન મોદીએ મુખ્ય પ્રધાન હોવા દરમિયાન કરી હતી. વિકાસની રાજનિતીની તેમની કાર્યપદ્ધતી આજે સમગ્ર વિશ્વમાં આ રીતે ફેલાઈ છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આગળ કહ્યુ હતુ કે, અરવલ્લીના નાના ગામમાં બ્લોક રોડ એ વિકાસ દર્શાવે છે. ફકત મહાનગરોમાં જ વિકાસ હોય અને સુવિધાઓ ગામડામાં ન મળે આ પરિભાષા સરકાર દ્વારા બદલી નાખવામાં આવી છે. વર્ષોથી આપણી વચ્ચે રહેલ નર્મદાના પાણી ઘર ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા અમારા દ્વારા કરાઈ છે. પીએમ મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગળ વધાર્યો છે.

સાબરકાંઠામાં રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાને યાત્રાનો પ્રારંભ કરાવ્યો

કિર્તીસિંહ વાઘેલાએ હિંમતનગરના નલિનકાન્ત ગાંધી ટાઉનહોલ ખાતેથી વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જે સાબરકાંઠા જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલિકાઓમાં રથ ભ્રમણ કરશે. પ્રધાન કિર્તીસિંહે કહ્યુ હતું કે, આ વંદે ગુજરાત વિકાસ યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર્ મોદીના દુરંદેશીપણાની મિશાલ છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી પદ પર બિરાજમાન હતા ત્યારે તેમણે કરેલ વિકાસની રાજનીતિના પરિણામ છે. જેને લઈ આજની પેઢીને તો ખબર જ નહિ હોય કે પહેલાના સમયમાં કેવી પરિસ્થિતિ હશે. વડાપ્રધાન દ્રારા કરવામાં આવેલ વિકાસની રાજનિતીના ફળ આજે છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. ગુજરાતમાં આજે ઉધોગ ધંધાઓનો વિકાસ અને વાઇબ્રન્ટ ગુજરાત થકી વિદેશી રોકાણના અવસરો ઉપલબ્ધ બન્યા છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">