સાબરકાંઠાના હિંમતનગરમાં તંત્રની ઘોર બેદરકારી, લમ્પી વાયરસગ્રસ્ત ગાય રસ્તા પર ફરતી દેખાઈ, જુઓ વીડિયો

Lumpy Virus: હિંમતનગરમાં લમ્પી વાયરસથી સંક્રમિત હોય તેવી ગાય છાપરિયા વિસ્તારમાં ફરતી જોવા મળી છે. જેમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે અને ગાયનું સેમ્પલ પણ લેવામાં આવ્યુ નથી.

TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Jul 31, 2022 | 8:04 PM

રાજ્યભરમાં લમ્પી વાયરસને (Lumpy Virus) કારણે અસંખ્ય પશુ મોતને ભેટી રહ્યા છે. ત્યારે લમ્પીના કહેર વચ્ચે સાબરકાંઠા (Sabarkatha)ના હિંમતનગરમાં પશુપાલન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. હિંમતનગર (Himmatnagar)માં શંકાસ્પદ લમ્પી વાયરસથી સંક્રમિત હોય તેવી ગાય રસ્તા પર ફરી રહી છે. શહેરના છાપરિયા વિસ્તારમાં ગાય ફરી રહી છે. ગાયના શરીર પર લમ્પી વાયરસના લક્ષણો સ્પષ્ટ જોવા મળ્યા છે. આ ગાય રસ્તા પર ફરી રહી છે, ત્યારે તે અન્ય ગાયોને પણ સંક્રમિત કરી શકે છે. પરંતુ તંત્રને જાણે કંઈ પડી ન હોય તેમ હજુ સુધી ગાયનું સેમ્પલ પણ લેવામાં નથી આવ્યુ. જો કે શહેરના કેટલાક પશુ પ્રેમીઓની નજર આ ગાય પર પડતા તેમણે ગાયને બાંધી દીધી હતી અને વેટરનરી ડૉક્ટરને બોલાવી તાત્કાલિક ગાયનું રસીકરણ કરવામાં આવ્યુ હતુ.

1,746 ગામમાં લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો

રાજ્યમાં 17 જિલ્લાના 1,746 ગામોમાં લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. 1,746 ગામોમાં કુલ 50,328 પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. બીજી તરફ રાજ્ય સરકારનો દાવો છે કે આ તમામ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરાઈ છે. લમ્પીને ફેલાતો અટકાવવા પશુઓનું રસીકરણ તેજ બનાવાયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5.74 લાખથી વધુ પશુઓનું રસીકરણ થઈ ચુક્યું છે. ઉપરાંત લમ્પી સામે લડવા માટે રાજ્યની વેટરનરી કોલેજનાં સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત 107 સભ્યોને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં તૈનાત કરાયા છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati