ડીઝલ વિના પરેશાન ખેડૂતો, વાવણીના સમયે જ ટ્રેકટરોના પૈડા થંભી જતા મુશ્કેલી, પેટ્રોલપંપો પર પુરવઠાની આશાએ ભીડ જામી

ડીઝલ વિના પરેશાન ખેડૂતો, વાવણીના સમયે જ ટ્રેકટરોના પૈડા થંભી જતા મુશ્કેલી, પેટ્રોલપંપો પર પુરવઠાની આશાએ ભીડ જામી
ડીઝલ જ્યાં મળે એ પંપ પર ટ્રેકટરોની કતારો

ખેડૂતો વાવણીના સમયે ડીઝલ વિના મુશ્કેલી અનુભવી રહ્યા છે. પેટ્રોલપંપો પર જ્યાં ડીઝલનો નિયમીત પુરવઠો મળી રહ્યો છે ત્યાં ટ્રેકટરોની લાંબી કતારો જામેલી જોવા મળી રહી છે.

Avnish Goswami

|

Jun 17, 2022 | 10:10 PM

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Aravalli) જિલ્લામાં ડીઝલની અછત ઘેરી બનવા લાગી છે. છેલ્લા ત્રણ ચાર દીવસથી અનેક પેટ્રોલપંપો પર ટ્રેકટરો અને ટ્રકો સહિતના ડીઝલ સંચાલિત વાહનોની કતારો જામી રહી છે. ખાસ કરીને હાલમાં વાવણીનો સમય હોવાને લઈને ખેડૂતોને ટ્રેક્ટર વડે ખેતી કામ કરવુ મુશ્કેલ બની ચુક્યુ છે. ખેડૂતો દિવસ અને રાત જે પંપ પર ડીઝલ (Diesel) નુ વિતરણ ચાલુ હોય ત્યા લાઈનો લગાવી રહ્યા છે. ખેતીની સિઝન હોવાને લઈને ખેડૂતો માટે મુશ્કેલ સ્થિતી સર્જાઈ છે. જોકે ડીઝલ વિતરક સંસ્થાઓ પૂરવઠાની અછત નહી હોવાનુ આશ્વાસન પણ આપી ચુક્યા છે.

હાલમાં કેટલીક ડીઝલ વિતરક કંપનીઓના પેટ્રોલ પંપો પર ડીઝલના પૂરવઠાને લઈને અછત વર્તાઈ રહી છે. કારણ કે કેટલીક વિતરક કંપનીઓનો પૂરવઠો સમયસર પંપ પર પહોંચી રહ્યો નથી. આ બાબતે વિતરક કંપનીઓ પણ પોતાના તરફથી નિવેદનો આ માટે આપી ચુકી છે. જોકે આમ છતાં પણ કેટલાક પેટ્રોલ પંપ પર વાહનોની કતારો જોવા મળતી હોય છે. ખાસ કરીને ટ્રેકટરોની કતાર વધુ જોવા મળી રહી છે. કેટલાક ડીઝલ વિક્રેતાઓના પંપ પર ડીઝલનુ વિતરણ નિયમીત વર્તાઈ રહ્યુ છે. જેને લઈને તેવા પંપો પર વાહનચાલકો કતાર લગાવીને ઉભા રહેતા હોય છે.

આવી જ સ્થિતી સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. બે દિવસ પહેલા સૌથી પહેલા ગઢોડા નજીકના પેટ્રોલ પંપ પર કતારો ખેડૂતોની રાત્રી દરમિયાન જામવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યાર બાદ તલોદ, પ્રાંતિજ અને હિંમતનનગરમાં પણ આવી જ સ્થિતી જોવા મળી હતી. તલોદના રણાસણ અને ગાંભોઈમાં હજુ પણ સતત કતારો જામેલી રહેવાની સ્થિતી જોવા મળી રહી છે. શુક્રવારે સાંજે પણ મળતા સમાચારો મુજબ ખેડૂતો મોટી સંખ્યામાં ડીઝલનો પુરવઠો મળવાની આશાએ પોતાના વાહનો લઈને પેટ્રોલ પંપો પર ગાંભોઈ વિસ્તારમાં ઉમટ્યા હતા. પેટ્રોલપંપની બહાર લાંબી કતારો જામેલા દૃશ્યો સાંજના સમયે જોવા મળ્યા હતા.

અરવલ્લીમાં પણ આવી જ સ્થિતી

અરવલ્લી જિલ્લામાં મેઘરજ, બાયડ, ધનસુરા, માલપુર સહિત મોડાસામાં કતારો જોવા મળી રહી છે. તો કેટલાક પેટ્રોલપંપો ડીઝલના પૂરવઠા વિના સૂમસામ ભાસી રહ્યા હતા.જ્યા ડીઝલનો પુરવઠો નિયમીત છે, ત્યાં ખેડૂતો ઉમટી પડે છે. વધુ પડતા વાહનો ઉમટવાને લઈને નિયમીત પુરવઠો ધરાવતા પંપ પર પણ પુરવઠો ઝડપથી ખલાસ થઈ જતા ટેન્કર પુરવઠો પહોંચવાની રાહ જોવી પડે છે. પરીણામે ડીઝલની સમસ્યા વધુ ઘેરી બની રહે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati