ખેડૂત પાસે 1 લાખ રુપિયાની લાંચની કરી માંગણી, તલાટીને ACB એ 50,000 લેતા રંગેહાથ ઝડપ્યો

અગાઉ તલાટીએ અરજીની કાર્યવાહી કરવા માટે 5 હજાર રુપિયા ખેડૂત પાસે લાંચ પેટે પડાવ્યા હતા, ફરીથી એજ કામના 1 લાખ રુપિયાની માંગણી કરતા પ્રથમ હપ્તો સ્વિકારતા તલાટી રંગેહાથ ઝડપાયો હતો.

ખેડૂત પાસે 1 લાખ રુપિયાની લાંચની કરી માંગણી, તલાટીને ACB એ 50,000 લેતા રંગેહાથ ઝડપ્યો
અગાઉ 5 હજારા ખેડૂત પાસેથી પડાવ્યા હતા
Follow Us:
| Updated on: Jan 04, 2023 | 9:28 AM

ભ્રષ્ટાચારી કર્મચારીઓ અને અધિકારીઓ પર સરકારે હવે ગાળીયો કસ્યો છે. એકતરફ ખેડૂતો અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠીને ખેતી કરતા હોય છે, ત્યાં તલાટીઓ અને અન્ય સરકાર કર્મચારીઓ પૈસા પડાવવાના કિમીયા ચાલુ રાખતા હોય છે. સોમવારે મોડાસામાં ખેડૂત પાસેથી પૈસા પડાવતો ક્લાર્ક ઝડપાયા બાદ બીજા દિવસે સાબરકાંઠા જિલ્લામાં તલાટી ઝડપાયો હતો. તલોદ તાલુકાના આંત્રોલી દોલજીવાસ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતો કર્મચારી લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ ઝડપાયો હતો.

ખેડૂતે પોતાની જમીન પર N.A. એ કરાવવાની જરુરીયાત ઉભી થતા આ માટે કાર્યવાહી કરી હતી. આ માટે પહેલા જ તલાટી 5 હજારની રકમ ખેડૂત પાસેથી પડાવી ચુક્યો હતો. લાંચની આટલી રકમથી નહીં ધરાયેલા તલાટીએ વધુ એક લાખ રુપિયા કામ પૂર્ણ કરવાની માંગ કરી હતી.

ખેડૂતે જમીન એનએની કરવા કાર્યવાહી કરી હતી

તલોદ તાલુકાના આંત્રોલી ગામમાં રહેતા ખેડૂતને પોતાની જમીન N.A. કરવી હતી. આ માટે તેઓએ એનએ કરવાની કાર્યવાહી કરી હતી. જે કાર્યવાહીના સંદર્ભમાં ખેડૂતના પુત્રએ બિનખેતીલાયક જમીન કરવા અંગેની કાર્યવાહી કરવા આંત્રોલી દોલજીવાસ ગ્રામપંચાયતના તલાટી નો સંપર્ક કર્યો હતો. તેઓને પોતાની જરુરીયાત અને કાર્યવાહીની વાતચિત કરી હતી. N.A. ની કાર્યવાહી કરવા માટેની અરજી સહિતની કામગીરી સરકારે ઓનલાઈન પ્રક્રિયા બનાવી હોવાનુ જણાવી 5 હજાર રુપિયા માંગ્યા હતા. જે લાંચની રકમ ચુકવીને ઓનલાઈન અરજી કરવા સહિતની કામગીરી કરી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અરજી કર્યાબાદ આ બિનખેતીલાયક જમીનમાં ખેતીને જમીન કરવા અંગેની કાર્યવાહી પૂર્ણ કરવા માટે વધુ એક લાખ રુપિયા ખેડૂત પાસે તલાટી ગેમરભાઈ કરશનભાઈ પટેલે માંગ્યા હતા. આ મોટી રકમ પોતાની પાસે સગવડ હાલમાં નહીં હોઈ રકમ ઓછી કરવા સહિતની રજૂઆતો કરી હતી. જોકે તલાટીએ એક લાખ રુપિયા માંગણી કામ પુરુ કરવા દર્શાવેલ. ખેડૂતે હાલમાં અડધા પૈસા આપવાની સહમતી દર્શાવી હતી. જે રકમ પોતાને આપી દેવા માટે તલાટીએ પોતાના સ્થળે બોલાવ્યો હતો.

ખેડૂતે ACB નો સંપર્ક કર્યો

તલાટીની ખોટી માંગણીને લઈ ખેડૂત સીધો જ હિંમનતગર એસીબી કચેરી પહોંચ્યો હતો. જ્યાં એસીબી PI વીએન ચૌધરીને મળી પોતાની ફરીયાદ નોંધાવી હતી. પીઆઈ ચૌધરીએ છટકાનુ આયોજન તૈયાર કર્યુ હતુ. આ દરમિયાન આરોપી તલાટી ગેમરભાઈ પટેલે લાંચની રકમ લઈ તલોદ હિંમતનગર રોડ પર આવેલ વાવડી ચોકડી પર આવવા જણાવેલ. એસીબીના છટકાના આયોજન મુજબ સરકારી પંચો સાથે ખેડૂત તલાટી પાસે પહોંચ્યો હતો. જ્યાં તલાટીએ લાંચની રકમ સહિત એનએ કરવાની કામગીરી કરવાની વાતચિત કરી રોકડા રુપિયા 50 હજાર સ્વિકારતા ઝડપાઈ ગયો હતો. એસીબીની ટીમે આરોપીને ઝડપી લઈ હવે રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરી છે.

મોડાસામાં પણ ખેડૂત પાસેથી 500 રુપિયાની લાંચ લેચા પ્રાંત અધિકારીની કચેરીનો ક્લાર્ક ઝડપાયો હતો. એસીબીએ રિમાન્ડ માંગતા મોડાસા કોર્ટે 2 દિવસના રિમાન્ડ પર આરોપી રોહિત પુરાણીને સોંપ્યો છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">