Sabarkantha: કોરોનાને નાથવા ખેડબ્રહ્માના શહેરીજનોએ ઉદાહરણીયરુપ સ્વંયભૂ સજ્જડ લોકડાઉન પાળ્યુ

સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન (Corona Lockdown) જાહેર કરવામાં આવી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા (Khedbrahma) શહેરના વેપારીઓએ બે દિવસ માટે સ્વંયભુ લોકડાઉન કર્યુ છે.

Sabarkantha: કોરોનાને નાથવા ખેડબ્રહ્માના શહેરીજનોએ ઉદાહરણીયરુપ સ્વંયભૂ સજ્જડ લોકડાઉન પાળ્યુ
Khedbrahma Market
Avnish Goswami

| Edited By: Utpal Patel

Apr 11, 2021 | 4:10 PM

સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન (Corona Lockdown) જાહેર કરવામાં આવી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા (Khedbrahma) શહેરના વેપારીઓએ બે દિવસ માટે સ્વંયભુ લોકડાઉન કર્યુ છે. જેને લઇને આજે પ્રથમ દિવસે ખેડબ્રહ્મા શહેર સજ્જડ બંધ જોવા મળ્યું હતું.

સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે. રાજ્યમાં 20 જેટલા શહેરો માં સરકાર દ્વારા રાત્રી કરફ્યુ જાહેર કરાયો છે. તો બીજી તરફ રાજ્યના કેટલાક શહેરોના વેપારીઓ દ્વારા સ્વંયભુ લોકડાઉન પાળવામાં આવી રહ્યુ છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથક માં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેને અટકાવવા માટે વેપારીઓ એ લોકડાઉન જ દવા સમજીને તેમના દ્વારા બે દિવસ સ્વંયભુ બંધ પાળ્યો છે. જેને લઈ વધતા સંક્રમણ ને અટકાવવા માટે ના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. શનિવારે વેપારીઓ દ્વારા તાત્કાલીક બેઠક યોજી સર્વ સહમતી દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં લેવાયેલ નિર્ણયને લઈ આજથી ખેડબ્રહ્મા શહેર સ્વંયભુ સજ્જડ બંધ જોવા મળ્યું હતું.

એક તરફ વધતા સંક્રમણને અટકાવવા માટે સ્થાનિક પ્રશાસન યથાર્થ પ્રયત્નો કરી રહ્યું છે. તો બીજી તરફ વેપારીઓ પણ કોરોના સંક્રમણ અટકાવવા માટે સ્વૈચ્છિક લોક ડાઉન નો નિર્ણય કરી, કોરોના સંક્રમણ અટકાવવા પ્રયત્નો કર્યા છે. ત્યારે ખેડબ્રહ્મા શહેર બે દિવસ માટે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. રવિવાર અને સોમવાર એમ બે દિવસ માટે ખેડબ્રહ્મા શહેર બંધ રહેશે. માત્ર આવશ્યક સેવાઓની દુકાનો શરૂ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્મા શહેરમાં 59 લોકો કોરોના સંક્રમિત થયા છે. ગ્રામ્ય પંથકમાં 73 લોકો કોરોના સંક્રમિત થતા વેપારી એસોસીએશન દ્વારા આમ બંધ પાળવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને પગલે આજે ખેડબ્રહ્મા શહેર સજ્જડ બંધ જોવા મળ્યું હતું. ખેડબ્રહ્મા શહેર દ્રારા અગાઉ પણ બે વખત લોકડાઉન કરવાની પહેલ સ્વયંભૂ કરીને ઉદાહરણ પુરુ પાડી ને પ્રથમ લહેરમાં રાહત સર્જી હતી.

ખેડબ્રહ્મા નગર પાલિકાના પ્રમુખ સાગરભાઈ પટેલ એ કહ્યુ હતુ કે, હાલમાં વધતા જતા કોરોના ના પ્રમાણમાં લોકડાઉન એજ એક ઉકેલ છે અને જેને લઇને અમે હાલમાં વહેપારીઓ સાથે મળીને લોકડાઉન આપેલ છે. વહેપારીઓએ લોકોની આરોગ્ય સુખાકારી માટે પહેલ કરી છે.

વધતા કોરોના સંક્રમણને લઈ જિલ્લાના કાંણીયોલ ગામ એક સપ્તાહ માટે બંધ રાખ્યા બાદ, હવે ખેડબ્રહ્મા શહેર પણ બે દિવસ સ્વંયભુ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં પણ જરૂરિયાત લાગશે તો સ્વંયભુ બંધના દિવસો માં વધારો કરવામાં આવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati