સાબરકાંઠા: LCBએ 5 વર્ષથી લૂંટ અને ચોરીમાં તરખાટ મચાવતી ગેંગના મુખ્ય સુત્રધાર સહિત 4ને ઝડપ્યા, 38 જેટલા ગુન્હાઓની કરી કબુલાત

સાબરકાંઠા: LCBએ 5 વર્ષથી લૂંટ અને ચોરીમાં તરખાટ મચાવતી ગેંગના મુખ્ય સુત્રધાર સહિત 4ને ઝડપ્યા, 38 જેટલા ગુન્હાઓની કરી કબુલાત

સાબરકાંઠા જિલ્લા સહિત ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી જિલ્લાઓમાં લૂંટ, ધાડ અને ચોરી આચરતી ગેંગના મુખ્ય આરોપી સહિત ચાર આરોપીને હિંમતનગર એલસીબીએ ઝડપી લીધા છે. આ ગેંગે છેલ્લા 5 વર્ષથી વિસ્તારમાં જાણે કે લૂંટ અને ચોરીમાં તરખાટ મચાવી દીધો હતો. વર્ષ 2015થી લઈ અત્યાર સુધી સાબરકાંઠા અને આસપાસના ચાર જિલ્લાઓમાં ચોરી, લૂંટ, ધાડ, બાઈક ચોરી અને ઘરફોડ […]

Avnish Goswami

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 6:46 PM

સાબરકાંઠા જિલ્લા સહિત ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી જિલ્લાઓમાં લૂંટ, ધાડ અને ચોરી આચરતી ગેંગના મુખ્ય આરોપી સહિત ચાર આરોપીને હિંમતનગર એલસીબીએ ઝડપી લીધા છે. આ ગેંગે છેલ્લા 5 વર્ષથી વિસ્તારમાં જાણે કે લૂંટ અને ચોરીમાં તરખાટ મચાવી દીધો હતો. વર્ષ 2015થી લઈ અત્યાર સુધી સાબરકાંઠા અને આસપાસના ચાર જિલ્લાઓમાં ચોરી, લૂંટ, ધાડ, બાઈક ચોરી અને ઘરફોડ ચોરી આચરીને તરખાટ મચાવ્યો હતો. છેલ્લા છેલ્લા કેટલાક સમયથી આ ગેંગે જાણે કે પોલીસના નાકે દમ લાવી દીધો હતો. પરંતુ એકાએક એકટીવ થયેલી હિંમતનગરની એલસીબીએ જાણે કે આ ગેંગને ઝડપી લેવા માટે બાતમીદારોની ખાસ જાળ બિછાવી દીધી હતી અને જે જાળમાં ગેંગના સભ્યો સપડાઈ આવતા પોલીસે ઝડપી લીધા હતા. બિજુડા ગેંગના ચાર આરોપીઓને એલસીબીએ પકડયા છે.

Sabarkantha: LCB e 5 years thi loot ane chori ma tarkhat machavti gang na mukhya sutradhar sahit 4 ne jadpya 38 gunhao ni kari kabulat

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Sabarkantha: LCB e 5 years thi loot ane chori ma tarkhat machavti gang na mukhya sutradhar sahit 4 ne jadpya 38 gunhao ni kari kabulat

એલસીબીએ બાતમી મુજબ હિંમતનગરના વિરપુર નજીક બાયપાસ રોડ પર હતી. તે દરમ્યાન બે જુદા જુદા બાઈક પર આવેલા ગેંગના સભ્યોને રાત્રીના અંધકારમાં ઝડપી પાડ્યા હતા. પોલીસે બાઈક પર સવાર સખ્શો પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરવા દરમ્યાન જ ગેંગના ચાર સભ્યોને ઝડપી લેવાયા હતા. પુછપરછ દરમ્યાન આરોપીએ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન 38 જેટલા ગુન્હાઓની કબુલાત કરી છે. જેમાં મંદીર અને બંધ ઘરને પણ તેઓ નિશાને લેતા અને સાથે જ તેઓ વાહન ચોરી પણ કરતા હતા. એલસીબીએ ચારે સખ્શોને ઝડપી લીધા બાદ તેમની પાસેથી 5.81 લાખનો ચોરી કરેલો મુદ્દામાલ પણ પોલીસને મળી આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઝડપાયેલા આરોપી

1. ભગવાન બેચર ડુહા, રહે. બિજોડ ફળો, રાજસ્થાન

2. હરિશ રામલાલ મણાત, રહે. મનાત ફળો, દેવલ, રાજસ્થાન

3. રમેશ કાન્તિલાલ ભગોરા, રહે. ધામોદ. તા. વીંછીવાડા. રાજસ્થાન

4. રાકેશ બેચર ડુહા, રહે. બિજોડ ફળો, રાજસ્થાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બિજુડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપી ઝડપાયા છે, પરંતુ હજુ ચાર આરોપી પોલીસ પકડથી દુર છે. બિજુડા ગેંગ અલગ અલગ વિસ્તારોમાં લૂંટ, ઘરફોડ, બાઈક ચોરી જેવા ગુનાઓ આચારતી હતી અને મુખ્ય સૂત્રધારને અરવલ્લી પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. અલગ અલગ ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને સાબરકાંઠા એલસીબીએ અલગ અલગ તપાસ ટીમો બનાવી ઝડપી લેવામાં જાણે કે સફળતા મળી છે. સાબરકાંઠા એલસીબીના પીઆઈ મહિપતસિંહ ચંપાવતે કહ્યુ હતુ કે, આ અંગે બાતમી હતી અને જે પ્રમાણે એલસીબીએ બાતમી મુજબ નાકા બંધી કરીને તેમને ઝડપી લીધા છે. તેઓનો સુત્રધાર અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરાયેલો હતો અને તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે.


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati