સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં આંગડીયા લુંટ વીથ મર્ડરના સુત્રધાર સહિતના આરોપીઓ LCBના સકંજામાં

સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં આંગડીયા લુંટ વીથ મર્ડરના સુત્રધાર સહિતના આરોપીઓ LCBના સકંજામાં

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં ગત જાન્યુઆરી માસ દરમ્યાન સનસનાટીભરી લુંટ વિથ મર્ડની ઘટના સર્જાઈ હતી. ભર બજારના રસ્તે જઈ રહેલા આંગડીયા કર્મચારીને પોલીસ લખેલા પાટીયાવાળી ગા઼ડીમાં આવેલા શખ્શોએ ગોળી મારી હત્યા કરી થેલો લુંટી ફરાર થઈ ગયા હતા. સાબરકાંઠા એલસીબીએ તપાસના આઠ માસ બાદ જાણે તે તપાસમાં આખરે સફળતા મળી છે. એલસીબીએ તપાસ દરમ્યાન વડોદરા એસઓજીએ હત્યાના ગુન્હામાં ઝડપાયેલા એક આરોપીને લઈને તપાસ હાથ ધરી હતી, જેને લઈને સાબરકાંઠા એલસીબીની ટીમે તેને વડોદરા ખાતેથી લાવી પુછપરછ કરતા વધુ ત્રણ આરોપીઓને એલસીબીએ ઝડપી પાડ્યા હતા. એલસીબીએ તપાસ હાથ ધરતા જ ડીસા, કડી અને પાટડીના આંગડીયા તેમજ જવેલર્સની લુંટના ગુન્હાઓમાં ફરાર હોવાનું ખુલ્યુ હતુ. આમ એલસીબી અનડીટેક્ટ ગુન્હાઓ ઉકેલવા માટેનો પ્રયાસ કરવા દરમ્યાન સફળતા મળતા રાહત થઈ છે.

Sabarkantha Khedbharma ma aagandiya loot with murder na sutradhar sahit na aaropio LCB na sankanja ma

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગત જાન્યુઆરી માસ દરમ્યાન ખેડબ્રહ્મા શહેરમાં આવેલી એમ માધવ નામની આંગડીયા પેઢીનો કર્મચારી બેંકમાંથી રોકડ ઉપાડીને બહાર નિકળી રસ્તે જઈ રહ્યો હતો એ દરમ્યાન જ તેને આંતરીને તેની પાસે રહેલા થેલાની લુંટ આચરવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ થોડીક રકઝક થયા બાદ પણ થેલો ઝુંટવાયો નહીં હોવાને લઈને આખરે ફાયરીંગના બે રાઉન્ડ આંગડીયા પેઢીના કર્મચારી પર કરવામાં આવ્યા હતા. જેને લઈને કર્મચારી પ્રકાશ નાયકનુ મોત નિપજ્યુ હતુ. ઝપાઝપી દરમ્યાન આરોપી શખ્શમાંથી એક શખ્સે તીક્ષ્ણ ચાકુ વડે ઘા ઝીંક્યા હતા. ઘટનાને લઇને સ્થળ પર આંગડીયા પેઢીના કર્મચારી પ્રકાશ નાયકનું મોત નિપજ્યુ હતુ. પોલીસે ઘટનાને લઈને તપાસ હાથ ધરી હતી, પરંતુ જેતે વેળા એલસીબીએ માત્ર એક ગાડી ચાલકની ધરપકડ કરી હતી. પરંતુ હવે મુખ્ય આરોપી સહિતની ચારેય આરોપીઓની ટોળકી ઝડપાઈ જતા રાહત સર્જાઇ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Sabarkantha Khedbharma ma aagandiya loot with murder na sutradhar sahit na aaropio LCB na sankanja ma

એલસીબીને આઠ જેટલા ગુન્હાઓમાં સંડોવાયેલા હોવાનું ખુલતા અન્ય આઠ ગુન્હાઓમાં પણ ફરાર આરોપીને ઝડપી લેવાયો છે. આરોપી મહિપતસિંહ ઝાલા અગાઉ વાપીમાં પોલીસ એન્કાઉન્ટરમાં મોતને ભેટેલા અશોક મરાઠી સાથે સંકળાયેલા હતા અને તેઓએ સાથે મળીને પણ લુંટ આચરતા હતા. એલસીબી હવે હનીફ, પ્રદ્યુમનસિંહ અને રોહીતસિંહ નામના આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જે ખેડબ્રહ્મા લુંટમાં ફરાર છે. સાબરકાંઠા એલસીબી પીઆઈ એમડી ચંપાવતે કહ્યુ હતુ કે આરોપીઓ જે જિલ્લા અને સ્થળ પર લુંટ કરવા માટે જવાનો પ્લાન ઘડતા હતા એ પ્રમાણે તેઓ કારનો દેખાવ તૈયાર કરતા હતા. જેમ કે કારનો નંબર પણ એ જ વિસ્તારનો સ્થાનિક રાખીને લુંટ માટે જતા હતા. આ પહેલા તેઓ રેકી પણ કરી લેતા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પકડાયેલા આરોપી

1. મહિપતસિંહ ઉર્ફે રામવાળો ઉર્ફે સીતારામ ચંપુભા ઝાલા, મુખ્ય આરોપી, રહે. ઝિંઝુવાડા, તા. પાટડી. જિ. સુરેન્દ્રનગર

2. હિતેશભાઈ હરગોવિંદભાઈ દેસાઈ, રહે: આદિવાડા તા:બહેચરાજી જી:મહેસાણા

3. સુખાજી ઝાલુભા ઝાલા, રહે:ફેંચડી, તા:બહેચરાજી જી:મહેસાણા

4. મહાવીરસિંહ રણવીરસિંહ લાલસિંહ જોદ્ધા, રહે: મેઢાસણ તા:મોડાસા જી:અરવલ્લી

  • Follow us on Facebook

Published On - 5:31 pm, Tue, 15 September 20

Click on your DTH Provider to Add TV9 Gujarati