રાજકોટ: RMCની ટીમનો નિયમ ભંગ! દંડ ઉઘરાવવા નીકળેલી RMCની ટીમનો વીડિયો વાયરલ

Bhavesh Bhatti

Bhavesh Bhatti |

Updated on: Jul 20, 2020 | 3:42 PM

કાયદો માત્ર પ્રજા માટે જ હોય છે? શું તંત્રના અધિકારીઓને કાયદો લાગુ નથી પડતો? આ સવાલ સર્જતી એક ઘટના સામે આવી છે રાજકોટમાં. માસ્ક વગર ફરતા નાગરીકોને દંડવા નીકળેલી RMCની ટીમોએ સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવ્યું અને એક જ કારમાં વોર્ડ ઓફિસર સાથે સવાર 5 જેટલા કર્મચારીઓ જોવા મળ્યા. નિયમ મુજબ કારમાં ત્રણથી વધું લોકો ન […]

રાજકોટ: RMCની ટીમનો નિયમ ભંગ! દંડ ઉઘરાવવા નીકળેલી RMCની ટીમનો વીડિયો વાયરલ

કાયદો માત્ર પ્રજા માટે જ હોય છે? શું તંત્રના અધિકારીઓને કાયદો લાગુ નથી પડતો? આ સવાલ સર્જતી એક ઘટના સામે આવી છે રાજકોટમાં. માસ્ક વગર ફરતા નાગરીકોને દંડવા નીકળેલી RMCની ટીમોએ સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવ્યું અને એક જ કારમાં વોર્ડ ઓફિસર સાથે સવાર 5 જેટલા કર્મચારીઓ જોવા મળ્યા. નિયમ મુજબ કારમાં ત્રણથી વધું લોકો ન હોવા જોઇએ, પરંતુ આ કાયદો માત્ર પ્રજા માટે હોય છે, અધિકારીઓ કે કર્મચારીઓ માટે નહીં. જોકે કાર્યવાહી માટે નીકળેલી તંત્રની ટીમનો વીડિયો સ્થાનિકોએ ઉતાર્યો અને વાયરલ કર્યો. સ્થાનિકોની માગ છે કે આ કર્મચારીઓ વિરૂદ્ધ નિયમ ભંગ બદલ કાર્યવાહી થવી જોઇએ.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી પાંચ દિવસ પડશે સામાન્ય વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati