દિવાળી પર્વ પહેલા ડ્રાયફ્રુટના ભાવમાં વધારો, વેપારીઓને સારી ઘરાકીની આશા

દિવાળી પર્વ પહેલા ડ્રાયફ્રુટના ભાવમાં વધારો, વેપારીઓને સારી ઘરાકીની આશા
Rising prices of dried fruits ahead of Diwali

આ તરફ વેપારીઓનું માનીએ તો ગત વર્ષ કરતા થોડો ભાવ વધારો છે. પરંતુ અફધાનિસ્તાન અને કોરોના કાબુમાં આવતા અન્ય દેશોના સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. જેથી ધીરે ધીરે બજારમાં ડ્રાયફુટના કન્ટેનર આવવાની શરૂઆત થઇ છે.

Mohit Bhatt

| Edited By: Utpal Patel

Oct 19, 2021 | 4:39 PM

દિવાળીના પર્વમાં ડ્રાયફૂટના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે.આ વખતે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. ત્યારે વેપારીઓ સિઝન સારી જશે તેવી આશા રાખી રહ્યા છે. પરંતુ અફઘાનિસ્તાનમાં સ્થિતિ થાળે પડતા દિવાળી બાદ ડ્રાયફૂટના ભાવ ઘટશે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે.

દિવાળીના તહેવારમાં સૌથી વધારે ડ્રાયફૂટનું વેચાણ થતું હોય છે. વિવિધ મીઠાઇ અને કોર્પોરેટર કંપનીઓમાં ભેટ સ્વરૂપે ડ્રાયફૂટ આપવામાં આવતુ હોય છે. જોકે ગત વર્ષે કોરોના કાળ કરતા આ વર્ષે ડ્રાયફૂટના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો ભાવ વધારો છે. જોકે અફધાનિસ્તાનમાં થયેલી સ્થિતિ બાદ જે ભાવ વધ્યા હતા તેમાં થોડો ઘટાડો આવ્યો છે. વેપારીઓ આશા રાખી રહ્યા છે કે આ વખતે દિવાળીમાં સારી ઘરાકી નીકળશે. જો ભાવ પર નજર કરીએ તો..

ડ્રાય ફ્રુટ         ગત વર્ષ        આ વર્ષ

કાજુ               750              800

બદામ            650              750

કીસમીસ        300              350

અખરોટ         700              700

પિસ્તા             1100            1100

જોવા મળ્યા છે.

જોકે, લોકોની ખરીદ શક્તિમાં થોડો ઘટાડો થયો છે.૧ કિલો ડ્રાયફૂટુની ખરીદી કરનાર હવે માત્ર ૫૦૦ ગ્રામ ખરીદી કરીને ચલાવે છે.

આ તરફ વેપારીઓનું માનીએ તો ગત વર્ષ કરતા થોડો ભાવ વધારો છે. પરંતુ અફધાનિસ્તાન અને કોરોના કાબુમાં આવતા અન્ય દેશોના સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. જેથી ધીરે ધીરે બજારમાં ડ્રાયફુટના કન્ટેનર આવવાની શરૂઆત થઇ છે. ત્યારે દિવાળી બાદ ભાવમાં હજુ પણ ઘટાડો થઇ શકે છે. જોકે હજુ સુધી જે કોર્પોરેટ ઓર્ડર મળવા જોઇએ તે મળ્યા નથી. જેથી વેપારીઓ હજુ પણ સારી ધરાકીની આશા રાખી રહ્યા છે.

હાલમાં કોરોના કાબુમાં આવતા બજારમાં સ્થિતિ સુધરી રહી છે.થોડા દિવસ પહેલા અફધાનિસ્તાનમાં થયેલી સ્થિતિના કારણે ડ્રાયફૂટના ભાવ ખુબ જ ઉંચા હતા. જેના કારણે બજારમાં મંદિ હતી. હવે વેપારીઓ દિવાળી અને ત્યારબાદ લગ્નગાળાની સિઝનમાં સારા વેપારની આશા રાખી રહ્યા છે. જોકે, તહેવારમાં દરેક વસ્તુઓના ભાવમાં વધારાએ લોકોની ચિંતા વધારી છે.

આ પણ વાંચો : અમદાવાદ : બ્રેઇન ડેડ ૨૩ વર્ષીય યુવાન અજયસિંહના અંગદાને ત્રણને નવજીવન આપ્યું, છેલ્લા એક મહિનામાં છ કેસમાં મળી સફળતા

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર : ગુજરાત સરકાર 700 કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત કરે તેવી શક્યતા

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati