પોરબંદરમાં મધદરિયે અનોખી રીતે ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ

Porbandarમાં સમુદ્ર તટ પર આજે 72માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. મધદરિયે ધ્વજ લહેરાવી રાષ્ટ્ર ગીત ગાઈ સલામી આપી.

પોરબંદરમાં મધદરિયે અનોખી રીતે ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ
File Photo

Porbandar માં સમુદ્ર તટ પર આજે 72માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી શિયાળાની કડકતી ઠંડીમાં યુવાનોએ સમુદ્રના ઉછળતા મોજા સાથે બાથભીડી મધ દરિયે ધ્વજ લહેરાવી રાષ્ટ્ર ગીત ગાઈ સલામી આપી હતી.જેમાં શિયાળાની કડકડતી ઠંડીમાં શ્રી રામ સ્વિમિંગ ક્લબના સભ્યો 23 વર્ષથી 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ દરિયામાં ધ્વજવંદન કરે છે.

Porbandar કોરોના કાળમાં યુવાનોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. શ્રી રામ સ્વિમિંગ ક્લબના યુવાનોએ સરકારી ગાઈડલાઈન પાળીને રાષ્ટ્રગાન પણ કર્યું હતું. આજે વહેલી સવારે કડકડતી ઠંડી હોવા છતાં યુવાનો એ દેશ ભક્તિ પ્રત્યે લાગણી ની અનુભૂતિ કરાવી હતી. 23 વર્ષ થી સમુદ્રમાં ક્લબના સભ્યો દ્રારા મધ દરિયે તિરંગો લહેરાવી એ છે સરકારી ગાઈડ લાઈનનું પાલન કરી આજે તિરંગો લહેરાવ્યો અને રાષ્ટ્ર ગીત ગવડાવ્યું હતું.

Click on your DTH Provider to Add TV9 Gujarati