રાહતના સમાચાર: ‘તાઉતે’ વાવાઝોડામાં અસર પામેલા અગરિયાઓને રાજ્ય સરકાર પ્રતિ એકર રૂપિયા 3000ની કરશે આર્થિક સહાય

Surendranagar: પાટડી તાલુકાના અગરીયાઓએ તાઉ'તે વાવાઝોડામાં નુકસાન સહાય નહીં મળતા મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખ્યા છે, જેમાં મુખ્યમંત્રીને સહાયની જાહેરાત કરવા રજૂઆત કરવામાં આવી છે.

રાહતના સમાચાર: 'તાઉતે' વાવાઝોડામાં અસર પામેલા અગરિયાઓને રાજ્ય સરકાર પ્રતિ એકર રૂપિયા 3000ની કરશે આર્થિક સહાય
CM Vijay Rupani (FILE PHOTO)
Follow Us:
Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 16, 2021 | 8:05 PM

Surendranagar: પાટડી તાલુકાના અગરીયાઓએ તાઉ’તે વાવાઝોડા (Tauktae Cyclone)માં નુકસાન સહાય નહીં મળતા  મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખ્યા છે, જેમાં મુખ્યમંત્રીને સહાયની જાહેરાત કરવા રજૂઆત કરવામાં આવી છે. તાઉ ‘તે વાવાઝોડામાં સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્રમાં થયું હતુ. તાઉતે વાવાઝોડાને પગલે સરકારે  વિવિધ વિસ્તારમાં નુક્સાની થયા બાદ જે-તે વિસ્તારનું પુન:સ્થાપન થઈ શકે તે માટે સહાય જાહેર કરવામાં આવી હતી.

તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યા બાદ રાજ્ય સરકારે 500 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. જેમાં બાગાયતી પાક કેળ, આંબા, નારિયેળ અને ઉનાળુ પાક તલ, અડદ,  મગ જેવા પાકમાં થયેલા નુકસાનીને પગલે ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઉપરાંત ,વાવાઝોડાની કુદરતી આફતથી માછીમારોને થયેલા નુક્સાન સામે રાજ્યના ઈતિહાસમાં સૌ પ્રથમવાર રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે તાઉતે વાવાઝોડાને પગલે રણમાં મીંઠુ પકવતા અગરીયાઓને પણ મોટા પાયે નુકસાન થયુ હતુ. પરંતુ અગરીયાઓને સહાય જાહેર નહીં કરાતા અગરીયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતે મીઠું પકવતા અગરીયાઓને મીઠાની સીઝન દરમિયાન વાવાઝોડુ આવતા મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, અગરિયાઓનું કહેવું છે કે, “ચોમાસા દરમિયાન રણ આખુ વરસાદના પાણીથી ભરાઈ જાય જેને કારણે મીઠું પકવવું શક્ય નથી.” આથી, પાટડી તાલુકાના અગરીયાઓએ તાઉતે વાવાઝોડામાં થયેલ નુકસાનની સહાય  મેળવવા મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખીને રજુઆત કરી છે.

રાજ્ય સરકારે અગરિયાઓ માટે કરી સહાયની જાહેરાત 

ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં મીઠું પકવતા અગરિયાઓ પ્રત્યે સંવેદના દાખવીને તેમને પ્રતિ એકર રૂપિયા 3000ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તાઉતે વાવાઝોડા દરમિયાન અગરિયાઓને પણ નુકસાન થયું હતું. આ અંગે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માહિતી મેળવવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગરિયાની ચિંતા કરીને તેમને પણ આર્થિક સહાય આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

10 એકર સુધીની જમીન ધરાવતા અગરિયાઓને થયેલા નુકસાનમાં પ્રતિ એકર રૂપિયા 3000ની સહાય આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આજે આ મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો: VADODARA : મધ્ય ગુજરાતના બે અભયારણ્યોમાં ઝરખ, શિયાળ, જંગલી ભૂંડ, નીલગાય જેવા વન્ય પ્રાણીઓની વસ્તી વધી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">