રાજ્યમાં મકરસંક્રતિ પછી કેમ અચાનક વધી ગયું ઠંડીનું પ્રમાણ ? હવામાન વિભાગે આપ્યું ચોંકવનારું કારણ

હાલમાં ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેર ફેલાયેલી છે. મંગળવારે ઉત્તર ભારતના ઘણાં રાજ્યોમાં તાપમાન માઇન્સમાં ગગડી ગયું છે. મોટેભાગે દેશમાં મકરસંક્રાતિ પછી તાપમાનમાં વધારો થવાનો એટલે કે ઠંડી ઓછી થવાનું શરૂ થતું હોય છે. પરંતુ દેશમાં મકરસંક્રાતિ પછી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. જેના પર તાજેતરમાં હવામાન વિભાગ તરફથી જે શક્યતાએ દર્શાવી છે […]

રાજ્યમાં મકરસંક્રતિ પછી કેમ અચાનક વધી ગયું ઠંડીનું પ્રમાણ ?  હવામાન વિભાગે આપ્યું ચોંકવનારું કારણ
Follow Us:
| Updated on: Jan 30, 2019 | 12:15 PM

હાલમાં ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેર ફેલાયેલી છે. મંગળવારે ઉત્તર ભારતના ઘણાં રાજ્યોમાં તાપમાન માઇન્સમાં ગગડી ગયું છે. મોટેભાગે દેશમાં મકરસંક્રાતિ પછી તાપમાનમાં વધારો થવાનો એટલે કે ઠંડી ઓછી થવાનું શરૂ થતું હોય છે.

પરંતુ દેશમાં મકરસંક્રાતિ પછી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. જેના પર તાજેતરમાં હવામાન વિભાગ તરફથી જે શક્યતાએ દર્શાવી છે તે ખરેખર ચોંકવાનારી છે.

હવામાન વિભાગના અધિકારીઓના અનુસાર, દેશમાં વધી રહેલી ઠંડી માટે આર્કેટિક અને તેની આસપાસના વિસ્તારમાંથી ઉઠી રહેલાં ઠંડીના મોજા ભારત તરફ આગળ વધી રહ્યા છે. જેમાં પોલર વોર્ટેક્સ (ધ્રુવીય ચક્રવાત)થી હવામાં વિષમતાં જોવા મળી રહી છે. પોલર વોર્ટેક્સને કારણે અમેરિકામાં અને યૂરોપમાં ઠંડી અસર છેક ઉત્તર એશિયાથી દક્ષિણ એશિયા અને હિમાલયની પર્વતમાળા સુધી ફેલાય રહી છે.

આ પણ વાંચો : ડેટા ચોરી પછી ફેસબુકનું નવું કારસ્તાન, માત્ર એક એપને તમારાં મોબાઇલમાં રાખવા પર ફેસબુક આપી રહ્યું છે હજારો રૂપિયા

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ડિસેમ્બર 2018થી લઇ અત્યાર સુધીમાં અમેરિકા અને યુરોપના દેશોમાં આર્કેટિક ક્ષેત્રના કારણે ઠંડીનું જોર વધ્યું છે. આ ક્ષેત્રોમાં હજી આગામી ગુરૂવાર સુધી ઠંડીનું પ્રમાણ જળવાઇ રહેશે. જેના પછી ઉત્તર ભારતના કેટલાંક વિસ્તારોમાં હિમવર્ષા અને શીત લહેર જોવા મળી શકે છે. એટલું જ નહીં આ પવનો પશ્ચિમ તરફ આગળ વધતાં તેના કારણે વરસાદની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

હવામાન વિભાગના અનુસાર, હિમાલય રેન્જમાં સક્રિય થયેલાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સના પરિણામે હવામાનમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે. જેના કારણે રાજસ્થાનમાં પણ ઠંડી વધી રહી છે, જેની સીધી અસર ગુજરાતમાં આગામી સમયમાં જોવા મળી શકે છે. હાલમાં હવામાન વિભાગે આર્કેટિક ક્ષેત્રમાં થતી ઘટના પર ખાસ નજર બનાવી રાખેલ છે.

[yop_poll id=”909″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">