આ રીતે થઈ આમ આદમી પાર્ટીની ગુજરાતના રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી

ગુજરાતમાં વર્ષ 2021માં યોજાયેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ નવા રાજકીય સમીકરણો ઉમેર્યા છે. જેમાં ગુજરાતના રાજકારણમાં સત્તાધારી પક્ષ ભાજપે છ મહાનગરપાલિકામાં પોતાની સત્તા જાળવી રાખી છે.

  • tv9 webdesk33
  • Published On - 17:33 PM, 23 Feb 2021
Read how Aam Aadmi Party entry into Gujarat politics

ગુજરાતમાં વર્ષ 2021માં યોજાયેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ નવા રાજકીય સમીકરણો ઉમેર્યા છે. જેમાં ગુજરાતના રાજકારણમાં સત્તાધારી પક્ષ ભાજપે છ મહાનગરપાલિકામાં પોતાની સત્તા જાળવી રાખી છે. જો કે આ ઉપરાંત ગુજરાતના રાજકારણમાં સામે આવેલા નવા પરિવર્તનમાં સુરતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)એ પાટીદાર વિસ્તારોમાં 27 બેઠકો પર જીત મેળવી છે અને બેઠક જીતીને સ્થાનિક રાજનીતિ પ્રવેશ કરે તેવી સંભાવના છે. જેમાં આમ આદમી પાર્ટી(AAP)એ ગુજરાતમાં પાટીદાર આંદોલનનો ચહેરો એવા ગોપાલ ઈટાલિયાને પ્રમુખ બનાવીને પોતાનું લક્ષ્ય સાંધી લીધું છે.

 

તેમજ આ ઉપરાંત અન્ય મહાનગરપાલિકામાં અનેક સ્થળોએ અન્ય પાર્ટીના ઉમેદવારોને ટક્કર આપી છે. તેના પરથી એ બાબત સ્પષ્ટ થઈ રહ્યું છે. લોકો માટે ભાજપના વિકલ્પ તરીકે હવે આમ આદમી પાર્ટીને જોવે છે. તેમજ લોકો હવે કોંગ્રેસ પક્ષના બદલે આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપતા નજરે પડી રહ્યાં છે.

 

આમ આદમી પાર્ટીએ આ વખતે ગુજરાતમાં સ્વચ્છ શાસન અને ભ્રષ્ટાચારના મુદ્દા સાથે લોકો સમક્ષ ગયા હતા. તેમણે રાજયમાં શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રમાં દિલ્હીના આમ આદમી પાર્ટી સરકારના મોડેલને પણ લોકો સમક્ષ મૂક્યું હતું. તેમજ આ વખતે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ પણ ચૂંટણી પૂર્વે પ્રવાસ કરીને લોકોમાં વિશ્વાસ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ આદમી પાર્ટીની સુરતમાં જીત પાછળ જોવા જઈએ તો પાટીદાર મતદારોએ આમ આદમી પાર્ટીને મળ્યા છે. તેમજ મત હાર્દિક પટેલના લીધે કોંગ્રેસને મળવા જોઈતા હતા, તે મત ગોપાલ ઈટાલિયાને લીધે આમ આદમી પાટી તરફ ડાયવર્ટ થયેલા જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચો: 6 મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બદલ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જનતાનો માન્યો આભાર