શું છે ભગવાન શ્રીરામની કુંડળીની ખાસિયત ? રાવણની કુંડળીમાં શું હતો દોષ ?

શું છે ભગવાન શ્રીરામની કુંડળીની ખાસિયત ? રાવણની કુંડળીમાં શું હતો દોષ ?

ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણ પર વિજય મેળવ્યો જેની ઉજવણી એટલે વિજયાદશમી. આ દિવસે અસ્ત્રશસ્ત્રોની સવિશેષ પૂજા કરવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે રાવણની કુંડળીમાં એક નજીવો દોષ હતો જેને કારણે શ્રી રામે રાવણ પર વિજય મેળવ્યો હતો આવો જોઇએ શ્રીરામ અને રાવણની કુંડળીની શું ખાસિયત છે અને શું હતો બંનેની કુંડળીમાં નજીવો ફર્ક ?

ભગવાન શ્રી રામની કુંડળીમાં કર્ક લગ્નસ્થાને છે અને રાવણની કુંડળીમાં સિંહ લગ્નસ્થાને છે. બંનેના લગ્નસ્થાનમાં વિદ્યમાન ગુરુનો ગ્રહ બંનેને શક્તિશાળી બનાવે છે. પરંતુ, રામની કુંડળીમાં ગુરુગ્રહ લગ્નમાં ઉત્તમસ્થાને છે. જે રામને વિશિષ્ટ બનાવે છે.

જયારે રાવણની કુંડળીમાં રાહુના કારણે રાવણની મતિ ભ્રષ્ટ થઇ હતી. અને, એટલે જ રાવણને રાક્ષણની શ્રેણીમાં મુકવામાં આવ્યો છે. લગ્નમાં પંચમેશ અને દશમેશની યુતિ પણ છે. જયારે ઉચ્ચસ્થાનમાં શનિ અને બુધગ્રહને કારણે રાવણ એક જ્ઞાની, વિદ્વાન અને અંત્યત પરાક્રમી યોદ્ધા હતો. એટલે કે, રાવણને હરાવવો કોઇક માટે જ શકય હતું.

જોકે બંને યોદ્ધાની કુંડળીમાં યોગને જોવામાં આવે તો શ્રીરામનો ગુરુગ્રહ જ રાવણને ભારે પડયો હતો. અને, એટલે જ રામે રાવણ પર વિજય મેળવ્યો હતો. અને, પ્રભુ શ્રીરામની કુંડળીમાં ગુરુગ્રહ બળવાન હોવાથી જ રાવણનો વધ શક્ય બન્યો હતો. ભગવાન રામે લંકા પર વિજય મેળવી સીતાને લઇને અયોધ્યા પરત ફર્યા હતા

2.facebook

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati