દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેહુલિયાની મહેર, જાણો તમારા શહેરમાં આજે કેવો રહેશે હવામાનનો મિજાજ ?

હવામાન વિભાગની (IMD) આગાહી અનુસાર આજે વલસાડ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.તેમજ રાજ્યમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેહુલિયાની મહેર, જાણો તમારા શહેરમાં આજે કેવો રહેશે હવામાનનો મિજાજ ?
Gujarat Weather Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 12:20 PM

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર(Saurashtra)  સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું (monsoon 2022) આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી 5 જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં હળવાથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે, આજે વલસાડ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.અને રાજ્યમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે 29 અને 30 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની(heavy Rains)  આગાહી છે. 29 જૂને ભરૂચ, સુરત, નવસારી, અમરેલી અને ભાવનગર ભારે વરસાદ(rain)  વરસી શકે છે.જ્યારે 30 જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને હળવો વરસાદ પડશે.

આ શહેરોમાં મેહુલિયાની થશે મહેર

જો વિગતે હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 31 અને મહતમ તાપમાન 40 રહેશે. તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.જેથી અમદાવાદીઓને ગરમીથી રાહત મળશે.તો અમરેલીમાં(Amreli) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 35 રહેશે.તેમજ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.આણંદમાં મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 37 રહેશે.તેમજ વરસાદની સંભાવના નહિવત છે.

જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 40 રહેશે. ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેતા શહેરવાસીઓને પારાવાર ગરમીથી રાહત મળશે.તો બનાસકાંઠામાં(Banaskantha) ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 41 રહેશે.ભરૂચમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ હવામાન વિભાગ દ્વારા શહેરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.તો બોટાદમાં(Botad) ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 38રહેશે. ઉપરાંત શહેરમાં વરસાદ થવાની પણ સંભાવના સેવાઈ રહી છે, સાથે જ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રવાસીઓને ગરમીથી મળશે રાહત

દાહોદમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે.તેમજ દાહોદવાસીઓને ગરમીથી રાહત મળશે,કારણ કે 57 ટકા જેટલુ વાદળછાયુ વાતાવરણ રહેશે. જો દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ શહેરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 35 રહેશે.તો દ્વારકા વાસીઓ આજે ગરમીનો અનુભવ કરશે, કારણ કે હવામાન વિભાગ દ્વારા વરસાદ થવાની કોઈ આગાહી કરવામાં આવી નથી.જો ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 41 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે.તો ગીર સોમનાથમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

જો સૌરાષ્ટ્રમાં જામનગરના(jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ વરસાદની નહિવત સંભાવના છે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ હળવો વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 30 અને મહતમ તાપમાન 41 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની કોઈપણ સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી.જેથી શહેરીજનોને ગરમીનો અનુભવ થશે.

સમગ્ર રાજ્યમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા

તો ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 39 રહેશે.તેમજ 60 ટકા જેટલુ ભેજ વાતાવરણ રહેશે, પણ વરસાદ થવાની કોઈપણ શક્યતા નથી.જ્યારે ખેડામાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 39 રહેશે.બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 41 રહેશે.તેમજ દિવસ દરમિયાન લોકોને વાદળછાયા વાતાવરણનો અનુભવ થશે.ઉપરાંત મધ્ય ગુજરાતમાં મહેસાણામાં(mehsana) વરસાદની આજે કોઈ પણ શક્યતા નથી.શહેરમાં ન્યૂનતમ તાપમાન29 અને મહતમ તાપમાન 41 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 30અને મહતમ તાપમાન 38 રહેશે.જ્યારે દિવસ દરમિયાન શહેરવાસીઓને વાદળછાયા વાતાવરણનો અનુભવ કરશે.

જો નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 જોવા મળશે,ઉપરાંત વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે.ઉપરાંત પાટણમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 37 નોંધાશે, તો દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ જોવા મળશે.તો પોરબંદરમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની શકયતા છે.ઉપરાંત સૌરાષ્ટ્રના રંગીલા રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 37 નોંધાશે.આજે શહેરમાં હળવાથી ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે.

જો સાબરકાંઠાની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 29 અને મહતમ તાપમાન 40 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સુરતમાં ન્યૂનમત તાપમાન 28 અને મહતમ તાપમાન 31 જોવા મળશે.શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, તેમજ હળવો વરસાદ થવાની સંભાવના છે.તેમજ સુરેન્દ્રનગરમાં ન્યૂનમત તાપમાન 29 અને મહતમ તાપમાન 40 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન વરસાદ થવાની કોઈ સંભાવના આપવામાં નથી.ઉપરાંત તાપીમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31નોંધાશે.સાથે જ શહેરીજોનોને ગરમીથી પારાવાર રાહત મળશે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 30 નોંધાશે.અને વલસાડમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">