હિન્દુત્વ અંગેના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર વજુભાઇ વાળાએ આપી કંઇક આવી પ્રતિક્રિયા

હિન્દુત્વ અંગે નિતીન પટેલે આપેલા નિવેદન અંગે વજુભાઇ વાળાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે નિતીન પટેલે આપેલું નિવેદન તેમનું વ્યક્તિગત છે.હું કોઇના નિવેદનના વખાણ પણ કરતો નથી અને કોઇના નિવેદનનો વિરોધ પણ કરતો નથી.

હિન્દુત્વ અંગેના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર વજુભાઇ વાળાએ આપી કંઇક આવી પ્રતિક્રિયા
Vajubhai Vala responds to Gujarat Deputy Chief Minister Nitin Patel statement on Hindutva (File Image)

જન્માષ્ટમી પર્વ નિમિત્તે સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ આ યાત્રા પહેલા યોજાયેલી ધર્મ સભામાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના સિનીયર આગેવાન વજુભાઇ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા.વજુભાઇ વાળાએ પોતાના વકતવ્યમાં ગૌ માતાનું સંવર્ધન કરવા અને આતંકવાદ જેવી આસુરી શક્તિઓ સામે એકજુટ થવાની અપીલ કરી હતી.

તેમજ તાજેતરમાં હિન્દુત્વ અંગે નીતિન પટેલે  આપેલા નિવેદન અંગે વજુભાઇ વાળાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે નીતિન પટેલે  આપેલું નિવેદન તેમનું વ્યક્તિગત છે.હું કોઇના નિવેદનના વખાણ પણ કરતો નથી અને કોઇના નિવેદનનો વિરોધ પણ કરતો નથી..

અફધાનિસ્તાન મુદ્દે સરકાર ગંભીર-વાળા
આ કાર્યક્રમમાં ઉપસ્થિત વજુભાઇ વાળાએ કહ્યું હતુ કે અફધાનિસ્તાનમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તે ગંભીર છે આ અંગે કેન્દ્ર સરકાર ગંભીર છે અને યોગ્ય પગલાં ઉઠાવી રહી છે.વજુભાઇ વાળાએ એમપણ કહ્યું હતુ કે વિશ્વમાં આતંકવાદ એક પડકાર છે અને તેની સામે આપણે એકજુટ થઇને લડવું જરૂરી છે.

દેશના યુવાનો આગળ આવે અને આતંકવાદ અને તેના જેવી આસુરી શક્તિઓનો આપણે નાશ કરવો જોઇએ.તેમણે કહ્યું હતુ કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તેઓ આપણા દેશના લોકોને આવી શક્તિઓ સામે લડવાની શક્તિ આપે..

કોવિડ ગાઇડલાઇન પ્રમાણે યોજાય હતી શોભાયાત્રા

જન્માષ્ટમી પર્વ પર યોજાયેલી આ શોભાયાત્રા કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે યોજાય હતી જેમાં મુખ્ય રથની સાથે માત્ર ચાર વાહનો રાખવામાં આવ્યા હતા સાથે સાથે 200 લોકોની જ મંજૂરી આપવામાં આવી હતી.જે લોકો ઉપસ્થિત રહ્યા હતા તેઓ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

કોરોનાના કારણે શોભાયાત્રાનો રૂટ 18 કિલોમીટરથી ઘટાડીને માત્ર પાંચ કિલોમીટરનો કરી દેવામાં આવ્યો હતો.આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે 1200 જેટલા પોલીસ જવાનોએ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

આ પણ વાંચો : Gujarat : વરસાદ ખેંચાતા સિંચાઇ સહિત પીવાના પાણીની સમસ્યા, ખેતીના પાકને નુકસાનની ભીતિ

આ પણ વાંચો : Ahmedabad : ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીને લઇને ઉત્સાહનો માહોલ, ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati