ગુજરાતમાં હવે માવઠાની મુસીબત થશે દૂર, તાપમાન વધતા બેવડી ઋતુનો થશે અનુભવ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Tanvi Soni

Updated on: Oct 10, 2022 | 5:03 PM

ચોમાસાની (Monsoon 2022) ઋતુ સત્તાવાર પૂર્ણ થઈ હોવાનું જાહેર કરાયું છે, પરંતુ રાજ્યમાં છેલ્લા ત્રણ- ચાર દિવસથી અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. તો આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં હવે માવઠાની મુસીબત થશે દૂર, તાપમાન વધતા બેવડી ઋતુનો થશે અનુભવ
ગુજરાતમાં હવે કમોસમી વરસાદની મુસીબત પણ ટળી

રાજ્યભરમાંથી ચોમાસાની (Monsoon 2022) વિદાય સાથે હવે કમોસમી વરસાદની (Rain) સંભાવના નહીવત રહી છે. જો કે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા વાદળછાયું વાતાવરણની આગાહી કરવામાં આવી છે. સાથે જ ગરમીનો (Heat) પારો વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેને લોકોને પગલે બેવડી ઋુતું પણ અનુભવ થઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય તો થઇ ચુકી છે. જો કે છેલ્લા થોડા દિવસથી કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ખેડૂતોની (Farmers) મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતોનો તૈયાર થયેલો પાક પલળી ગયો છે.

ચોમાસાની (Monsoon 2022) ઋતુ સત્તાવાર પૂર્ણ થઈ હોવાનું જાહેર કરાયું છે, પરંતુ રાજ્યમાં છેલ્લા ત્રણ- ચાર દિવસથી અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. તો આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આજે દાંતા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જો કે વરસાદના પગલે ખેડૂતોના મગફળી અને કપાસના પાકને નુકસાન થઈ શકે છે. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ રાજકોટ જિલ્લાના જસદણમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે માર્કેટ યાર્ડમાં ખેડૂતોની જણસ પલળી ગઇ છે. 2 હજાર મણ કપાસ અને મગફળીની 700 ગુણી પલળી ગઇ છે. પતરાના શેડના અભાવે વરસાદી પાણીથી જણસ પલળતા નુકસાન થયુ છે.

વરસાદી માહોલ યથાવત રહેતા ખેડૂતોના ઊભા પાક (Crops) પર પાણી ફરી વળ્યું છે. કમોસમી વરસાદે ખેડૂતોની (Farmer) આશા પર કહેર વરસાવ્યો છે. નવસારી જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ગીર સોમનાથના ઊના (Una) અને ગીર ગઢડા પંથકમાં મેઘરાજા આફત બની વરસ્યા છે. ખેડૂતોની મગફળીના પાથરા પલળી ગયા છે. તો છોટાઉદેપુરમાં પણ સતત ત્રણ દિવસથી વરસાદ પડતા તુવેરના વાવેતરને નુકસાની પહોંચી છે.

ખેડૂતોને પણ નૂકસાન થવાની ભિતી

શનિવારે અને રવિવારે પણ મહીસાગર (mahisagar) જિલ્લાના કડાણા,વીરપુર,ખાનપુર,બાલાસિનોર અને લુણાવાડામાં વરસાદ વરસ્યો હતો. ખેડૂતોના ખેતરમાં રહેલા ડાગંર ,મકાઇ, શાકભાજી જેવા પાકોમાં નુકસાન થતા હાલ ખેડુતો ચિંતામાં મુકાયા છે. તો બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદી પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોને ખરીફ પાકના નુકસાનની ભિતી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati