Rajkot : આજથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ મેળાને ખૂલ્લો મુકશે

લોક મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.પાંચ દિવસના મેળામાં સૌરાષ્ટ્રમાંથી (Saurashtra) લાખોની સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે.

Rajkot : આજથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ મેળાને ખૂલ્લો મુકશે
Rajkot Lokmela
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 9:27 AM

રાજકોટમાં (Rajkot) આજથી જન્માષ્ટમીના લોકમેળાનો (lokmela) પ્રારંભ થશે. સાંજે 5: 30 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Cm Bhupendra patel) લોકમેળાને ખુલ્લો મૂકશે.17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી આ લોકમેળો ચાલશે.લોકમેળાને લઇને પોલીસ કમિશનર દ્રારા રેસકોર્ષ રિંગ રોડ પર વાહન લઇ જવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.કુલ 18 પાર્કિંગ ઝોન (parking zone) રાખવામાં આવ્યા છે.આ સાથે મેળામાં વહિવટી તંત્ર,પોલીસ,PGVCL,મહાનગરપાલિકા સહિતની ટીમો તૈનાત રહેશે.આખા મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.પાંચ દિવસના મેળામાં સૌરાષ્ટ્રમાંથી (Saurashtra) લાખોની સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે.

લોકમેળામાં લાખોની જનમેદની ઉમટશે

લોકમેળામાં લાખોની જનમેદની એકત્ર થવાની છે.જેથી સુરક્ષા વ્યવસ્થા (Rajkot police)  સઘન ગોઠવવામાં આવી છે.લોકમેળામાં પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી સિક્યુરીટી પણ તૈનાત રહેશે.જેનું મોનિટરીંગ પોલીસ કન્ટ્રોલ રૂમ (Police Control room) અને વહીવટી તંત્ર કરાશે.એટલું જ નહીં અલગ અલગ 22 કમિટીઓ (Committee) મેળામાં કામગીરી સંભાળશે.જેમાં ફૂડ, આરોગ્ય, ટેકનિકલ અને વીજળી વિભાગ સહિતની ટીમો કાર્યરત રહેશે.લોકમેળામાં ખાદ્યસામગ્રી અને રાઇડ્સના ભાવ ખોટી રીતે વસૂલવામાં ન આવે અને લૂંટ મેળો ન બને તે માટે પણ વિશેષ દરકાર રાખવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">