સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં ! પ્રેમનો પટારો- WOW પ્રોજેક્ટ માટે વાર્ષિક અધધ 53.35 લાખનો ખર્ચ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલીત પ્રેમનો પટારો અને WOW પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે વાર્ષિક 53.35 લાખ રૂપિયાના જોગવાઈ કરતા વિવાદ સર્જાયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં ! પ્રેમનો પટારો- WOW પ્રોજેક્ટ માટે વાર્ષિક અધધ 53.35 લાખનો ખર્ચ
Saurashtra University

રાજકોટની (Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University) ફરી વિવાદમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલીત પ્રેમનો પટારો અને WOW પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે વાર્ષિક 53.35 લાખ રૂપિયાના જંગી ખર્ચની જોગવાઇ મૂકતા વિવાદ સર્જાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય મેહુલ રૂપાણીએ યુનિવર્સિટીની એકાઉન્ટ શાખામાં આ ખર્ચ અંગેનો અંદાજ રજૂ કરી દીધો છે અને ટૂંક સમયમાં તેને સિન્ડીકેટની બેઠકમાં બહાલી પણ આપવાનો તખ્તો ગોઠવાયો હતો.

પરંતુ તે પહેલા જ વિવાદ સર્જાયો છે. વિવાદ સર્જાતા સિન્ડીકેટ મેમ્બર મેહુલ રૂપાણી બચાવમાં આવ્યા છે અને આ માત્ર એક અંદાજપત્ર હોવાનો દાવો કર્યો હતો.

શું છે પ્રેમનો પટારો-WOW પ્રોજેક્ટ
યુનિવર્સિટી કેમ્પસમાં ગરીબ લોકોને મદદ મળી રહે તે હેતુથી પ્રેમનો પટારો નામની એક જગ્યા રાખવામાં આવી છે જ્યાં લોકો પોતાને જરૂર ન હોય તેવી કપડાં,બુટ ચપ્પલ, પુસ્તકો, રમકડાં સહિતની ચીજવસ્તુઓ મૂકી જતા હોય છે જે જરૂરિયાતમંદ લોકો લઇ જતા હોય છે. જ્યારે વાવ પ્રોજેક્ટ જે સ્લમ વિસ્તારમાં ફરીને બાળકોને અભ્યાસ કરાવે છે. રાજકોટના તત્કાલિન કલેક્ટર દ્રારા શરૂ કરવામાં આવેલો આ પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા હાથ પર લેવામાં આવ્યો અને તેના માટે 50 લાખ રૂપિયા જેટલું દાન પણ એકત્ર કર્યું.

આ માત્ર અંદાજપત્ર છે. હજુ ખર્ચ અંગે નિર્ણય નથી થયો-મેહુલ રૂપાણી

આ પ્રોજેક્ટના કો ઓર્ડીનેટર સિન્ડીકેટ સભ્ય મેહુલ રૂપાણીએ વિવાદ ઉભો થતા સિન્ડીકેટ સભ્ય મેહુલ રૂપાણી પોતાના બચાવમાં સામે આવ્યા હતા અને આ ખર્ચ માત્ર વિચારણા હેઠળ હોવાનો દાવો કર્યો હતો.મેહુલ રૂપાણીએ વધુમાં કહ્યું હતુ કે પ્રેમનો પટારો પ્રોજેક્ટ માત્ર યુનિવર્સિટી સુધી મર્યાદિત ન રહીને તેને અલગ અલગ કોલેજોમાં પણ લઇ જવામાં આવશે.પોતે આ પ્રોજેક્ટમાં કોર્ડિનેટર હોવા છતા કોઇ જ વેતન નહિ વસૂલે તેવી જાહેરાત કરી હતી.

આ રીતે કરવામાં આવ્યો ખર્ચનો અંદાજ

મેહુલ રૂપાણીએ જે પ્રાથમિક ખર્ચ અંગેનું આયોજન કર્યું છે તેમાં કોર્ડિનેટરને માસિક 40 હજાર રૂપિયા, બે કો-કોર્ડિનેટરને માસિક 25-25 હજાર રૂપિયા આ ઉપરાંત કલાર્કને વાર્ષિક 1.80 લાખ વાહન ખર્ચ 3 લાખ, ડેટા એન્ટ્રી ઓપરેટર 1.80 લાખ, પ્રોજેક્ટના સાથી ભાઇઓ 2.40 લાખ તથા તાર ટેલિફોન ખર્ચ,સ્ટેશનરી ખર્ચ, મેન્ટેનન્સ અને વિવિધ કાર્યક્રમનો ખર્ચ મળીને કુલ 53.35 લાખ રૂપિયા ઉધારવામાં આવ્યો છે. જો કે હવે વિવાદ સર્જાતા આ ખર્ચમાં ઘટાડો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો : નિક જોનાસ વગર પ્રિયંકા ચોપરા લંડનમાં કોની સાથે મસ્તી કરી રહી છે ? એક્ટ્રેસે શેર કરી તસ્વીર

આ પણ વાંચો :  Gujarat સરકારના પાંચ વર્ષની ઉજવણી કાર્યક્રમને અપાયો આખરી ઓપ, 01 ઓગસ્ટ થી 9 ઓગસ્ટ સુધીનો સમગ્ર કાર્યક્રમ જાહેર

Click on your DTH Provider to Add TV9 Gujarati