Rajkot: પ્રજાના રૂપિયે જલસા કરવામાં ભાજપ-કોંગ્રેસ ભાઇ-ભાઇ, તળિયા ઝાટક તિજોરી વચ્ચે વિપક્ષ માટે 21 લાખની કાર

રાજકોટમાં રૂપિયાના વાંકે આવાસ સહિતના વિકાસના કામો અટકી પડ્યા છે. મહાનગરપાલિકા દ્વારા 200 કરોડ રૂપિયાની લોન લેવા તજવીજ હાથ ધરી છે, તેવા સમયે 21 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવો કેટલે અંશે યોગ્ય તે એક મોટો સવાલ છે.

Rajkot: પ્રજાના રૂપિયે જલસા કરવામાં ભાજપ-કોંગ્રેસ ભાઇ-ભાઇ, તળિયા ઝાટક તિજોરી વચ્ચે વિપક્ષ માટે 21 લાખની કાર
Rajkot Corpration Leaders (File Image)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 05, 2022 | 6:28 PM

એક તરફ રાજકોટ (Rajkot) મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક છે, બીજી તરફ મનપાના પદાધિકારીઓ લોકોના રૂપિયે જલસા કરવામાં મશગુલ છે. આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee) ની બેઠક મળી હતી. જેમાં વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી માટે 21 લાખથી વધુની કિંમતની કારની ખરીદી માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ મુદ્દે મનપાના (RMC) સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે દાવો કર્યો કે વિપક્ષની મહિના પહેલાની પેન્ડિંગ માગને મંજૂરી અપાઇ છે. સાથે જ રૂપિયાના અભાવે કોઇ વિકાસ કાર્યો અટક્યા ન હોવાનો પણ દાવો કર્યો.

તો બીજી તરફ મનપાના રૂપિયે જલસા કરવામાં શાસક અને વિપક્ષ ભાઇ-ભાઇ હોય તેમ જોવા મળ્યું. કારણ કે વિપક્ષે વિરોધ કરવાને બદલે કહ્યું કે કાર મર્યાદિત કિલોમીટરથી વધારે ચાલી હોવાથી નવી કાર ખરીદવાની દરખાસ્ત કરવામાં આવી છે. વિપક્ષ પહેલા શાસકોએ નવી કારની ખરીદી કરી હોવાનો દાવો કર્યો.

એક તરફ વિકાસ કામો અટવાયા, બીજી તરફ પદાધિકારીઓને જલસા

રાજકોટમાં રૂપિયાના વાંકે આવાસ સહિતના વિકાસના કામો અટકી પડ્યા છે. મહાનગરપાલિકા દ્વારા 200 કરોડ રૂપિયાની લોન લેવા તજવીજ હાથ ધરી છે, તેવા સમયે 21 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવો કેટલે અંશે યોગ્ય તે એક મોટો સવાલ છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

ચાર-પાંચ મહિના જૂની દરખાસ્ત હતી-સ્ટેન્ડિંગ ચેરમેન

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિરોધ પક્ષની વકાલત કરતા હોય તે રીતે આ માગને વ્યાજબી ગણાવી હતી અને મહાનગરપાલિકાના વિપક્ષના નેતાની કાર 3 લાખથી વધારે કિલોમીટર ચાલી હોવાથી હવે મેન્ટનેન્સ આવતું હોવાથી ખરીદીની જરૂરિયાત હોવાનું કહીને મંજૂર કરવામાં આવી હતી. મનપામાં રૂપિયાના વાંકે કોઇ વિકાસ કાર્યો બંધ ન થયાં હોવાનો સ્ટેન્ડિંગ ચેરમેને દાવો કર્યો હતો.

રસ્તામાં કાર બંધ પડી જાય છે-વિપક્ષ નેતા

આ અંગે વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ કહ્યું હતું કે નેતા વિપક્ષની કાર છેલ્લા ઘણાં સમયથી ખરાબ થઇ છે અને 3 લાખથી વધારે કિલોમીટર ચાલી ગઇ હોવાથી સમારકામનો ખર્ચ વધારે આવે છે. ઘણી વખત રસ્તા પર બંધ થઇ હોવાથી મુશ્કેલી સર્જાઇ છે જેથી નવી કારની ખરીદી અનિવાર્ય છે. વિરોધ પક્ષ કારની ખરીદી કરે તેની પહેલા શાસકોએ પણ ખરીદી કરી લીધી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપનુ સંમેલન, રિવરફ્રન્ટ ખાતે 10 હજાર કાર્યકર્તા એકઠા થશે

આ પણ વાંચોઃ Surat: ઓલપાડના ખેડૂતોના સિંચાઇના પાણી માટે વલખા, ડાંગરનો ઉભો પાક સુકાવાના આરે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">