Rajkot : વિરપુર જલારામ મંદિર દર્શનાર્થે ત્રણ દિવસ રહેશે બંધ, વધતા કોરોના કેસને લઈને લેવાયો નિર્ણય

આગામી હોળી-ધૂળેટીના તહેવારો દરમ્યાન વિરપુર ખાતેના જલારામ મંદિરમાં પૂજ્ય બાપાના ભક્તોનો ઘસારો થવાની પણ સંભાવના જોવા મળે છે જેને લઈને નિર્ણય લેવાયો છે.

Rajkot : વિરપુર જલારામ મંદિર દર્શનાર્થે ત્રણ દિવસ રહેશે બંધ, વધતા કોરોના કેસને લઈને લેવાયો નિર્ણય
Virpur : Jalaram Temple
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 24, 2021 | 7:11 PM

Rajkot : દેશ અને રાજ્યમાં વધતા જતા કોરોના કહેરના કારણે યાત્રાધામ વિરપુરનું જલારામ મંદિર (Jalaram Mandir, Virpur) ત્રણ દિવસ માટે બંધ કરવા માટે મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

આવતા શનિવારથી શનિ/રવિ/સોમ એમ ત્રણ દિવસ પૂજ્ય જલારામ બાપાના દર્શન ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે. રાજયમાં કોરોના કહેરનો ગ્રાફ દિનપ્રતિદિન વધતો જાય છે. ત્યારે આગામી હોળી-ધૂળેટીના તહેવારો દરમ્યાન વિરપુર ખાતેના જલારામ મંદિરમાં પૂજ્ય બાપાના ભક્તોનો ઘસારો થવાની પણ સંભાવના જોવા મળે છે જેને લઈને સંક્રમણ ફેલાય નહિ તેની કાળજીને લઈને યાત્રાધામ વિરપુર જલારામ મંદિર મેનેજમેન્ટ દ્વારા ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 27/03/21 થી તા. 30/03/21 સુધી ભક્તો પૂજ્ય બાપાના દર્શન નહીં કરી શકે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ભાવિકો અને પ્રવાસીઓમાં વિરપુરનું વિશેષ આકર્ષણ કહેવાય છે કે સૌરાષ્ટ્રએ સંત અને શુરાની ધરતી છે. ગુજરાતનાં જેટલા પણ સંતો મહાપુરૂષો થાય છે. તેમાંથી મોત ભાગના સંતો મહાપુરુષો સૌરાષ્ટ્રમાંથી જ થયા છે. જેમાં વિરપૂરના પૂજ્ય જલારામ બાપા તો વિશ્વ પ્રસિદ્ધ છે. “દેને કો ટુકડા ભલા , લેને કો હરિ કા નામ” અને “જ્યાં ટુકડો રોટલો,ત્યાં હરિ ઢૂકડો ” જેમાં ભોજનનો મહિમા ગવાયો છે. પૂજ્ય બાપની હયાતીમાં પણ તેને ભૂખ્યાઓને ભોજન આપ્યું હતું.અને તેના સમયમાં અનક્ષત્ર ચાલુ કર્યું હતું. જે આજે પણ અવિરત તેના વંશજો દ્વારા ચાલુ છે. 200થી વધારે વર્ષથી ચાલતુ અન્નક્ષેત્ર ભક્તો અને મુલાકાતીઓને કોઈ પણ પ્રકારની દાન, ભેટ કે સોગાદ સ્વીકાર્ય વગર બે ટંકનું ભોજન પ્રસાદ આપવામાં આવે છે. વિશ્વ આખામાં માત્ર જલારામ મંદિર જ એવું સંસ્થાન છે જે કોઈ પણ પ્રકારનું દાન લીધા વગર રોજ હજારો ભાવિકોને ભોજન પ્રસાદનો લાભ આપી રહ્યા છે. વિરપુર નજીક કાગવાડ ગામે પ્રસિદ્ધ ખોડલ ધામ (Khodal Dham) આવેલું છે જ્યાં માતા ખોડલનું અદભૂત મંદિર આવેલું છે. વિરપુર આવતા પ્રવાસીઓ ખોડલ ધામની મુલાકાત અચૂક લેતા હોય છે અને ખોડલ ધામનું વિશાળ સંકૂલ નિહાળીને ભાવિકો/મુલાકાતીઓ મંત્ર મુગ્ધ થઈ જાય છે. અહી ખોડલ ધામ સંકુલમાં શક્તિ વન આવેલું છે જે જેતપુર વન વિભાગ દ્વારા સંચાલિત છે. અહી નયન રમ્યા બગીચા અને સુંદર લીલોતરી હોવાના કારણે મુલાકાતીઓનું એક અનોખુ આકર્ષણનું કેદ્ર બની રહે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">