Rajkot : કેન્દ્ર સરકારના આ નિર્ણયનો સોની બજારના વેપારીઓમાં વિરોધ,હડતાલ કરવાની આપી ચીમકી

કેન્દ્ર સરકાર દ્રારા હોલમાર્ક ફરજીયાત કર્યો છે તે આદેશ યોગ્ય છે અને આ નિર્ણયથી વેપારીઓ અને ગ્રાહક વચ્ચે વિશ્વાસનો સેતુ બનશે પરંતુ તમામ દાગીનાઓમાં યુનિક નંબર લગાવવાથી સમયનો ખોટો વ્યય થાય છે

Rajkot : કેન્દ્ર સરકારના આ નિર્ણયનો સોની બજારના વેપારીઓમાં વિરોધ,હડતાલ કરવાની આપી ચીમકી
Rajkot Traders in Gold market protested against the central government decision and threatened to go on strike (File Photo)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 17, 2021 | 5:11 PM

કેન્દ્ર સરકાર દ્રારા સોનાની ખરીદીમાં લોકો સાથે છેતરપિંડી ન થાય તે માટે સોનાના દાગીનામાં હોલમાર્ક ફરજીયાત કરવામાં આવ્યું છે.હોલમાર્કની સાથે સાથે હવે દરેક દાગીનામાં હોલમાર્ક યુનિક આઇડિટીફિકેશન નંબર લગાડવાનો નિર્ણય કર્યો છે જેને લઇને સોની વેપારીઓમાં વિરોધનો સૂર જોવા મળ્યો છે.

રાજકોટ સોની બજારના વેપારીઓના કહેવા પ્રમાણે દરેક દાગીનામાં યુનિક આઇડી લગાડવાની પ્રક્રિયાને અયોગ્ય અને બિનજરૂરી છે.વેપારીઓના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકાર દ્રારા હોલમાર્ક ફરજીયાત કર્યો છે તે આદેશ યોગ્ય છે અને આ નિર્ણયથી વેપારીઓ અને ગ્રાહક વચ્ચે વિશ્વાસનો સેતુ બનશે પરંતુ તમામ દાગીનાઓમાં યુનિક નંબર લગાવવાથી સમયનો ખોટો વ્યય થાય છે જે કામ એક દિવસમાં થતું હતુ તે કામ આજે એક સપ્તાહ પછી પણ નથી થતું જેના કારણે કારીગરોને કામ મળતું નથી અને ઘંધાને બહું મોટી અસર પડી રહી છે.

નાના દાગીનાઓમાં યુનિક નંબર લગાડવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોવાનો સોની વેપારીઓ દાવો કરી રહ્યા છે તેમાં પણ રિટેઇલ વેપારીઓને આની સૌથી વધારે અસર પડી રહી છે.વેપારીઓએ દાવો કર્યો છે કે આગામી દિવસોમાં કોઇ નિર્ણય નહિ આવે તો આગામી દિવસોમાં દેશ વ્યાપી હડતાલ પાડી દેવામાં આવશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સરકાર પાસે  કરી  આ માંગો

સરકાર દ્રારા દાગીનામાં હોલમાર્ક યુનિક આઇડિટીફિકેશન નંબર લગાડવામાં છુટછાટ આપવી જોઇએ.સરકાર દ્રારા 40 કરોડથી ઓછા ટર્ન ઓવર ધરાવતા સોની વેપારીઓને હોલમાર્ક વાળા દાગીના વેંચવાની છુટ આપવી જોઇએ. હોલમાર્કથી તૈયાર થયેલા દાગીનામાં ફેરફાર કરવાની મર્યાદા 2 ગ્રામથી વઘારીને 5 થી 10 ગ્રામ કરવી જોઇએ.

2 ગ્રામ સુધીના ઘરેણાંમાં હોલમાર્ક ફરજીયાત નથી જે વધારીને 5 થી 10 ગ્રામ કરવું જોઇએ.યુનિક નંબર લગાડવામાં કોઇ ભૂલ થાય તો તેને સુધારવા માટે કોઇ વિકલ્પ નથી જેનું નુકસાન વેપારીએ ભોગવવું પડે છે જેથી તેને લઇને કોઇ નિર્ણય જાહેર કરવો જોઇએ..

23મી સુધી કોઇ નિર્ણય ન આવ્યો તો થશે હડતાલ

હોલમાર્કમાં રહેલી વિસંગતતાઓ દુર કરવા માટે કેન્દ્ર સ્તરે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે..આ ટાસ્કફોર્સ દ્રારા સરકાર સાથે ચર્ચા કરવામાં આવી રહી છે અને પોતાની માંગ મૂકવામાં આવી છે.જો સરકાર દ્રારા કોઇ યોગ્ય નિરાકરણ કરવામાં નહિ આવે તો આગામી 23મી ઓગસ્ટના રોજ હડતાલ પાડવા સુધીનો નિર્ણય લેવામાં આવશે.રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન દ્રારા 22 તારીખે પોતાનો નિર્ણય જાહેર કરવામાં આવશે અને ત્યાં સુધીમાં સરકાર સાથે વાટાધાટો કરવામાં આવશે..

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">