રાજકોટમાં વાગુદડ નજીક નહાવા પડેલા લાપતા બંને યુવાનોના મૃતદેહ મળ્યા, 2 યુવાનોનો બચાવ થયો

પહેલા એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને બાદમાં બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો છે. આમ લાપતા થયેલા બંને યુવાનોના મૃતદેહ મળી આવ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 8:20 PM

RAJKOT : રાજકોટમાં વાગુદડ નજીક નહાવા પડેલા 4 યુવાનો પાણીમાં તણાયા હતા. આમાંથી ફાયર બ્રિગેડ અને NDRFની ટીમે બે યુવાનોનો આબાદ બચાવી લેવામાં આવ્યાં હતા, જયારે બે યુવાનો લાપતા થયા હતા. જેમાંથી પહેલા એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને બાદમાં બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો છે. આમ લાપતા થયેલા બંને યુવાનોના મૃતદેહ મળી આવ્યાં છે.

વાગુદડ નજીક નહાવા પડેલા યુવાનો તણાતા પોલીસ સ્ટાફ, અને સ્થાનિક તરવૈયા બંને યુવકોને શોધવાના પ્રયાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાજકોટ કાલાવડ હાઈવે પર વાગુદડ નજીક આવેલી નદીમાં આ યુવાનો ન્હાવા પડ્યા હતા. યુવાનો મેટોડા GIDC વિસ્તારમાં કામ કરતા મજુર હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ યુવકો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હોવાની માહિતી પણ આવી હતી.

વાગુદડ નજીક બપોરના સમયે આ યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન 2 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જ્યારે 2 યુવકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર, મામલતદાર લેવલના અધિકારીઓ આ સ્થળે આવી પહોંચ્યા છે અને ડૂબેલા અન્ય બે યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્યની નવી સરકારે પાક નુકસાની સામે બમણું વળતર આપવાની જોગવાઈ કરી

આ પણ વાંચો : મજૂરીકામ કરતા મુંબઈના આદિલ શેખે મોડેલીંગની લાલચ આપી અમદાવાદની સગીરાને મુંબઈ બોલાવી, જાણો પછી શું થયું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">