RAJKOT : અંડરબ્રિજ સાથે અથડાઈ ST બસ, લોકોને અમદાવાદના અકસ્માતની વાત યાદ આવી, જાણો શું છે સમગ્ર મામલો

ડીસા - જૂનાગઢ રૂટની ST બસનું અંડરબ્રિજ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ST બસના ડ્રાઈવર સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

RAJKOT : રાજકોટમાં અંડરબ્રિજ સાથે ST બસ અથડાઈ છે. રાજકોટમાં ગોંડલના આશાપુરા અંડરબ્રિજ ખાતે આ અકસ્માત સર્જાયો છે. ડીસા – જૂનાગઢ રૂટની ST બસનું અંડરબ્રિજ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ST બસના ડ્રાઈવર સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તો ને સારવાર માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતાં ગોંડલ સીટી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી હતી.

રાજકોટમાં અંડરબ્રિજ સાથે ST બસ અથડાવાની આ ઘટનામાં લોકોને અમદાવાદના અકસ્માતની વાત યાદ આવી ગઈ છે. અમદાવાદ શહેરમાં પણ આ રીતે જ અંડરબ્રિજ સાથે BRTS બસ અથડાઈ હતી. ગત વર્ષે ડીસેમ્બર મહિનામાં શહેરના અખબારનગર અંડરપાસ પાસે BRTS બસનો વિચિત્ર અકસ્માત સામે આવ્યો હતો. બસ અંડરપાસની વચ્ચે બનેલા થાંભલા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં BRTS બસને ભારે નુકસાન થયું હતું. બસનો આગળનો ભાગ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો.

આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ હતી, જેમને ઈમરજન્સી મેડિકલ સર્વિસ 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અંડરપાસમાં થયેલા આ અકસ્માતને કારણે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ટ્રાફિક જામ ખુલ્લો કરાવ્યો હતો અને મામલાની તપાસ શરૂ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સ્ટિયરિંગ લૉક થવાના કારણે ડ્રાઇવર બસ પર કાબૂ ન રાખી શક્યો અને બસ અંડરપાસના થાંભલા સાથે અથડાઈ હતી.

આ પણ વાંચો : SURENDRANAGR : આફ્રિકાથી લીંબડી આવેલા વ્યક્તિ કોરોના સંક્રમિત, ઓમિક્રોનની આશંકાએ સેમ્પલ ગાંધીનગર મોકલાયા

આ પણ વાંચો : VADODARA : સાવલીની સગીરા પર દુષ્કર્મ કરનાર વિધર્મી યુવકને LCBએ ઝડપી પાડ્યો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati