RAJKOT : સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ છલકાયો, 22 ગામને એલર્ટ કરાયા

ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં સતત વરસી રહેલા વરસાદના પગલે રાજયના મોટાભાગના ડેમ ભરાવવાની તૈયારીમાં છે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક ડેમોને બાદ કરતા રાજ્યના મોટાભાગના ડેમોમાં 83 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 2:46 PM

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ડેમ ભાદર 1 છલકાતા ગોંડલ,જેતપુર,વીરપુર, રાજકોટના લોકોની પીવાના પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે. ઉપરવાસમાં પડેલ વરસાદને કારણે ભાદરમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ. 1958 માં બનાવવામાં આવેલા ભાદર 1 ડેમની ઊંડાઈ 34 ફૂટની છે. ભાદર ડેમ 1માં 6648 એમ.સી.એફ.ટી પાણીનો જથ્થો સંગ્રહ થાય છે. 29 દરવાજા ધરાવતો ભાદર 1 ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ભાદર ડેમમાં 965 ક્યુસેક પાણીની આવક સામે 965 ક્યુસેક પાણીની જાવક જોવા મળી હતી. ડેમના દરવાજા ખોલતા જ નીચાણ વાળા ગોંડલ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા તાલુકાના 22 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ડેમોની સ્થિતિ

ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં સતત વરસી રહેલા વરસાદના પગલે રાજયના મોટાભાગના ડેમ ભરાવવાની તૈયારીમાં છે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક ડેમોને બાદ કરતા રાજ્યના મોટાભાગના ડેમોમાં 83 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેના પગલે રાજયના મોટાભાગના વિસ્તારોની પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યા હળવી બની છે. તેમજ રાજયનો જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 63 ટકા જેટલો ભરાયો છે. જ્યારે રાજકોટનો ભાદર -1 ડેમ 100 ટકા ભરાયો છે.

રાજ્યમાં ભાદરવામાં ભરપૂર વરસાદ વરસતા રાજ્યના ડેમો છલોછલ થઇ ગયા છે. વરસાદના પગલે ગુજરાતના 93 ડેમો પર હાઇ એલર્ટ સિગ્નલ અપાયું છે. 12 ડેમોમાં 80 થી 90 ટકા પાણી ભરાતા એલર્ટ અને 12 ડેમોમાં 70 થી 80 ટકા પાણી ભરાતા વૉર્નિંગ સિગ્નલ અપાયું છે. આ સિવાય 99 ડેમો એવા છે, જ્યાં 70 ટકા કરતા ઓછું પાણી છે, જ્યાં કોઇ ચેતવણી અપાઇ નથી.

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">