રાજકોટમાં (Rajkot) આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra university) ફરી એકવાર પેપરલીક કૌભાંડ થયાની આશંકા છે. આજે લેવાનારી બે પરીક્ષાના પેપર લીક થયાની આશંકાથી શિક્ષણ જગતમાં હડકંપ મચ્યો છે. BBA અને B.COM સેમ-5ના પેપર લીક થયા હોવાની શક્યતા છે, કારણ કે બંને પેપરની કોપી એક દિવસ પહેલા જ મીડિયા પાસે પહોંચી ગઈ હતી. પેપર લીક (Paper Leak) થયા હોવાની ચર્ચાએ જોર પકડતાં BBAનું પેપર રાતોરાત બદલવું પડ્યું છે. પરીક્ષા નિયામક નિલેશ સોની દ્વારા રાતોરાત નવું પેપર તૈયાર કરવામાં આવ્યું અને સવારે 5.30 કલાકે તમામ કૉલેજોને ઈમેઈલ મારફતે તેની જાણ કરવામાં આવી છે. હવે BBAનું નવું પેપર લેવાશે.જ્યારે બીકોમની (BCOM) પરીક્ષા રદ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
મહત્વનું છે કે સ્પર્ધાત્મક અને કૉલેજ સહિતની પરીક્ષાનાં પેપર ફૂટવાનો સિલસિલો થોડા સમય માટે થંભી ગયો હતો, પરંતુ હવે ફરીથી પેપર લીક કૌભાંડ શરૂ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલાક દિવસોથી પરીક્ષા ચાલી રહી છે. આજે BBA સેમેસ્ટર-5નું ડાયરેક્ટ ટેક્સનું પેપર અને બી.કોમ. સેમેસ્ટર-5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1નું પેપર હતું. જોકે આ બંને પેપર મહત્વનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ પરીક્ષાના બે કલાક અગાઉ પરીક્ષા કેન્દ્રો (Exam Center) પર ઈ-મેલ કરીને પેપર પહોંચાડતી હતી ત્યારબાદ પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેની કોપી કાઢીને વિદ્યાર્થીઓને આપતા હતા.
જો કે છેલ્લા કેટલાક સમયથી ફરી પરીક્ષા કેન્દ્રો પર અમુક સ્થળે એક દિવસ અગાઉ અને અમુક કેન્દ્રો પર પરીક્ષાના સમય પહેલા પેપર પહોંચાડવામાં આવી રહ્યા છે. 13 ઓક્ટોબરે બી.બી.એ. (BBA) અને બી.કોમ. સેમેસ્ટર-5ની પરીક્ષા લેવાવાની છે ત્યારે 12 ઓક્ટોબરે જ મોટાભાગના કેન્દ્રો પર બંને પરીક્ષાના પેપર પહોંચાડી દેવામાં આવ્યા હતા અને આ કેન્દ્રમાંથી જ ક્યાંકથી પેપર લીક થયાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. યુનિવર્સિટીએ મોકલેલા પેપર રાત્રે જ આવી જતા હોવાથી કેટલીક ખાનગી કોલેજના (private college) સંચાલકો અમુક વિદ્યાર્થીઓને ઉત્તર લખાવી લેતા હોવાની પણ ચર્ચા છે.
(વીથ ઈનપૂટ -રોનક મજેઠિયા, રાજકોટ)