Rajkot: સતત બીજા દિવસે પણ મેઘ મહેર, વરસાદ વરસતા ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં હરખની હેલી

ધોરાજી,ઉપલેટા,વિરપુર,જેતપૂર ખાતે પણ જોરદાર વરસાદ પડ્યો હતો.સૌથી વધારે ધોરાજીમાં વરસાદ પડ્યો હતો

Rajkot: સતત બીજા દિવસે પણ મેઘ મહેર, વરસાદ વરસતા ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં હરખની હેલી
રેસકોર્ષ,યાગ્નિક રોડ,કાલાવડ રોડ,150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં અડધો કલાકમાં એડધો ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 12, 2021 | 10:09 PM

Rajkot: અષાઢી બીજે અમીછાંટણાનું મુર્હત રાજકોટ (Rajkot)માં પણ સચવાયું હતું. રાજકોટ શહેરમાં સમી સાંજે જોરદાર વરસાદ (Rain) વરસ્યો હતો. સતત બીજા દિવસે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના રેસકોર્ષ,યાગ્નિક રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં અડધો કલાકમાં અડધો ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો. આ તરફ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.

Rajkot: Rains for second day in a row, farmers happy with rains in rural areas

પાણી ભરાય જવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા

રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો શહેરમાં સાંજના સમયે પડેલા ધમાકેદાર વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.પાણી ભરાય જવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.ઓફિસો છુટવાના સમયે પડેલા વરસાદથી લોકોને છત્રી અને રેઈનકોટના સહારે ઘર સુધી પહોંચવું પડ્યું હતું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
Rajkot: Rains for second day in a row, farmers happy with rains in rural areas

ઓફિસો છુટવાના સમયે પડેલા વરસાદથી લોકોને છત્રી અને રેઇનકોટના સહારે ઘર સુધી પહોંચવું પડ્યું

ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતો રાજી રાજકોટ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ વરસ્યો હતો. ધોરાજી, ઉપલેટા, વિરપુર, જેતપૂર ખાતે પણ જોરદાર વરસાદ પડ્યો હતો. સૌથી વધારે ધોરાજીમાં વરસાદ વરસ્યો હતો. સારા વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્રમાં લવ જેહાદનો પ્રથમ કેસ નોંધાયો, લગ્નની લાલચ આપી મહિલાને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

આ પણ વાંચો: Navsari : ભાજપ કાર્યકરની હત્યાનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીની ધરપકડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">