RAJKOT : બેડી યાર્ડની ચૂંટણીમાં રાદડિયા બન્યા “કિંગમેકર”, રાજ્યમંત્રી રૈયાણીનું જુથ ન ફાવ્યું

માર્કેટીંગ યાર્ડની ચૂંટણી જાહેર થઇ ત્યારથી ભાજપના બે જુથ આમને સામને આવી ગયા હતા.સહકારી ક્ષેત્રની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં અરવિંદ રૈયાણી અને ડી.કે.સખિયા-હરદેવસિંહ જુથ આમને સામને હતા.

RAJKOT : બેડી યાર્ડની ચૂંટણીમાં રાદડિયા બન્યા કિંગમેકર, રાજ્યમંત્રી રૈયાણીનું જુથ ન ફાવ્યું
RAJKOT: Radadia becomes "Kingmaker" in Bedi Yard polls, Minister of State Raiani's faction fails

રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્રારા તેની પેનલના નામ જાહેર કરવામાં આવ્યા છે. આજે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ૧૨ જેટલા નામની જાહેરાત કરી હતી.જે યાદી બહાર પડી તેમાં ડી.કે.સખિયા જુથનો હાથ ઉપર રહ્યો છે અને સામેના જુથના રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીના સમર્થકોને ફાળે ઉમેદવારી આવી નથી.આખી યાદી તૈયાર કરવામાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા કિંગમેકર બન્યા છે.

ભાજપે 12 ઉમેદવારોની યાદી કરી જાહેર
રૂપાંતર
૧) પરસોતમ સાવલિયા
૨) કેશુભાઈ નંદાણીયા

પડધરી
૩) હંસરાજભાઈ લીંબસિયા
૪) વસંતભાઈ નથુભાઈ ગઢિયા
૫) હઠુભા જાડેજા

લોધિકા
૬) ભરતભાઇ ખૂંટ
૭) જેન્તીભાઈ ફાચરા

રાજકોટ
૮) જે.કે.જાળીયા
૯) હિતેશ ભાનુભાઈ મહેતા
૧૦) જીતુભાઈ સખીયા
૧૧) જયેશ ગોવિંદ બોધરા
૧૨) વિજય કોરાટ

સહકારી ક્ષેત્રમાં રાદડિયાનો દબદબો,શહેર ભાજપને પ્રવેશ ન થવા દીધું

માર્કેટીંગ યાર્ડની ચૂંટણી જાહેર થઇ ત્યારથી ભાજપના બે જુથ આમને સામને આવી ગયા હતા.સહકારી ક્ષેત્રની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં અરવિંદ રૈયાણી અને ડી.કે.સખિયા-હરદેવસિંહ જુથ આમને સામને હતા.અગાઉ થયેલી રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં અરવિંદ રૈયાણીએ પોતાની તાકાત લગાવી હતી. અને હરદેવસિંહ જુથના નિતીન ઢાંકેચાને ચેરમેન પદેથી હટાવીને દૂર કર્યા હતા. જેમાં રાદડિયાએ કિંગમેકર બનીને નરેન્દ્રસિંહ જાડેજાને ચેરમેન બનાવ્યા.ત્યારબાદ સરધાર સહકારી મંડળીની ચૂંટણી હતી.

અરવિંદ રૈયાણી અને હરદેવસિંહ જુથ આમને સામને હતા

જેમાં અરવિંદ રૈયાણી અને હરદેવસિંહ જુથ આમને સામને હતા. જેમાં હરદેવસિંહ જુથનો વિજય થયો હતો.છેલ્લા એક વર્ષથી અરવિંદ રૈયાણી જુથ યાર્ડમાં પગપેસારો કરવા માટે મહેનત કરતા હતા. પરંતુ અંતે અરવિંદ રૈયાણી અને તેની સાથે રહેલા આગેવાનો શહેર ભાજપમાં સક્રિય હોવાથી જિલ્લા ભાજપના રાજકારણમાં શહેર ભાજપનો પ્રવેશ થવા દીધો નથી. અને અંતે જયેશ રાદડિયા કિંગ મેકર બન્યા છે. કોઇપણ સહકારી ચૂંટણીમાં જિલ્લા સહકારી બેંક જેમની સાથે હોય તેઓ વિજેતા બને છે.જેથી રાદડિયાનો હાથ ઉપર રહ્યો છે.

ભાજપ પેનલ સામે કિસાન સંઘે ભર્યુ ફોર્મ
માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભારતીય કિસાન સંઘે ઉમેદવારી નોંધાવી છે.કિસાન સંઘે ખેડૂત પેનલના 10 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.ભાજપે ભારતીય કિસાન સંઘને મનાવવાના પ્રયાસો કરવામાં આવશે અને યાર્ડ બિનહરીફ થશે તેવો દાવો કર્યો છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati